Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPના સૌથી મોટા ગેંગસ્ટર અતીક અહમદની લોહિયાળ સત્યકથા:કાલથી જુઓ 55 એપિસોડની થ્રિલિંગ વીડિયો સિરીઝ ‘અતીક ચકિયા’, દરરોજ 3 નવા એપિસોડ

    1 day ago

    અતીક અહમદઃ એક નામ જેણે દાયકાઓ સુધી ઉત્તર પ્રદેશને બાનમાં રાખ્યું ઉત્તર પ્રદેશના રાજકારણ અને અપરાધકારણની દુનિયામાં અતીક અહમદનું નામ લાંબા સમય સુધી આતંક અને અંધાધૂંધીનો પર્યાય રહ્યું હતું. ત્યારના અલ્લાહાબાદ અને અત્યારના પ્રયાગરાજના ‘ચકિયા’ ગામની ગલીઓથી લઇને ઉત્તર પ્રદેશની વિધાનસભા અને છેક સંસદ સુધી પહોંચેલા આ ગેંગસ્ટરે તમામ પ્રકારના ગુના આચર્યા હતા. હત્યા, લૂંટફાટ, ખંડણી, કિડનેપિંગથી લઇને બળાત્કાર સુધી એકેય ગુના બાકી નહોતા રહ્યા. જેવો દિલધડક આ ગેંગસ્ટરનો ઉદય છે, તેટલો જ શૉકિંગ તેનો અંત હતો, જ્યારે પોલીસ કસ્ટડીમાં મીડિયાને બાઇટ આપતી વખતે, નેશનલ ટેલિવિઝનના કેમેરાઓની સામે તેની હત્યા કરી દેવાઈ. દેશભરના કરોડો લોકોએ આ ગેંગસ્ટરની હત્યા લાઇવ જોઈ! રાજકારણમાં જ્યારે ગુનાખોરી ભળે અને બંને ને અલગ તારવવા મુશ્કેલ થઈ જાય ત્યારે કેવું ઘાતક પરિણામ આવે, તેની રોમાંચક સત્યકથા અમે 55 એપિસોડની વીડિયો સિરીઝ સ્વરૂપે લઇને આવી રહ્યા છીએ. આવતીકાલથી શરૂ થઈ રહેલી 55 એપિસોડની આ સિરીઝનું નામ છે ‘અતીક ચકિયા’. ‘અતીક ચકિયા’ સિરીઝમાં આવતીકાલે 26 સપ્ટેમ્બર ને શનિવારે પહેલા 5 એપિસોડ એકસાથે રિલીઝ થશે, ત્યારબાદ દરરોજ ત્રણ-ત્રણ નવા દિલધડક એપિસોડ્સ રિલીઝ થશે. આ સિરીઝ દિવ્ય ભાસ્કર એપ પર પબ્લિશ થશે. તેના એકેય એપિસોડ ચૂકી ન જાઓ તે માટે દિવ્ય ભાસ્કર એપનાં નોટિફિકેશન ઑન રાખશો. તો તૈયાર થઈ જાઓ, દિવ્ય ભાસ્કર પર આવી રહ્યો છે ‘અતીક ચકિયા’.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ, 60 વર્ષ બાદ ગ્રહોનો મહાસંયોગ:16 દિવસ ઘરે બેઠાં આ રીતે કરો પિતૃઓનું તર્પણ; જાણો પિતૃપક્ષ દરમિયાન શું કરવું અને શું નહીં
    Next Article
    મેડમના મસાજે સાહેબને આંટીમાં લીધા:મંત્રીજીએ ગિલ્લી દંડો પકડ્યો; રસ્સો ખેંચવા જતા કાર્યકરોએ ઢીલ આપી દીધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment