Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતો આરોપી ઝડપાયો:રાજકોટના સરધારમાં 60 વર્ષના વૃધ્ધે 10 વર્ષની બાળકીને 10ની નોટ આપી અડપલા કર્યા

    14 hours ago

    રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર ગામ નજીક 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું સામે આવતા ચકચાર મચી છે. પડોશમાં જ રહેતાં 60 વર્ષીય નરાધમ રૂ.10ની નોટ બતાવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક વાડામાં લઈ ગયો હતો. જે બાદ નરાધમ દેવા અજાગીયાએ પોતાના અને બાળકીના કપડા ઉતારી બાળકીના શરીરે અડપલા કરવા લાગ્યો હતો. જોકે બાદમાં બાળકીએ તેની સઘળી હકીકત પોતાની માતાને જણાવતા માતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજકોટ ACP ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, ગત તા.1 મે,2026 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના સરધાર ગામમાં મજુરી કામ કરતા આરોપી દેવાભાઈએ 10 વર્ષની બાળકીને રૂ.10 આપી વાડામાં લઈ ગયા હતા. જે બાદ શારીરિક અડપલા કર્યા હતા જેમાં છાતી પર હાથ ફેરવ્યો હતો. ખરાબ કૃત્ય કરતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS 75, 2(76) તેમજ પોક્સો એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે. માતાને બાળકીની બહેનપણી મારફત ખબર પડી હતી. આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી દેવાભાઈ હાલ પોલીસ કસ્ટડીમાં છે. સરધાર ગામ નજીક રહેતાં 37 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી દેવા લઘરા અજાગીયાનું નામ આપી જણાવ્યું હતું કે, 1 મે ના રાત્રીના 9 વાગ્યા આસપાસ તે ઘરે હતી દરમ્યાન 10 વર્ષીય દીકરીએ જણાવ્યું કે, મમ્મી આજે સવારે 10 વાગ્યા આસપાસ કાકાના ઘરે રમવા ગઈ હતી ત્યાં કાકાની દીકરી સાથે રમતી હતી ત્યારે રમતા રમતા દેવામામાના વાડા બાજુ ગયા ત્યારે દેવામામાએ વાડામાથી 10 રૂપિયાની નોટ બતાવી અને કહ્યું કે, અહીં આવ લે આ નોટ લઇ જા અને આનો ભાગ લે જે જેથી આ નોટ લેવા મામા પાસે ગઈ ત્યારે અચાનક મને બથ ભરી અને પોતાના વાડામા આવેલ પતરાની ઓરડીમા લઇ ગયા હતાં. મને ખાટલામા બેસાડી અને પોતે પોતાના કપડા ઉતારવા લાગ્યા હતા. ત્યારબાદ શારીરિક અડપલાં કરતા હુ ડરી ગઈ અને રાડો પાડવા લાગતા દેવામામાએ મોઢુ દબાવી દીધું. હું રડવા લાગતા દેવામામાએ મને કહ્યું કે, તુ જા 10 રુપિયાનો ભાગ લઇ લેજે અને કોઈને કહેતી નહી અને બાદમા હું કાકાના ઘરે પરત જતી રહી હતી. મહિલાએ દીકરીની આપવીતી જાણી ફરિયાદ નોંધાવવા નિર્ણય કરી આજીડેમ પોલી સ્ટેશન પહોંચતા પોલીસે બનાવ અંગેની ફરીયાદ પરથી આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મનો પ્રયાસ કરનાર 60 વર્ષનો નરાધમ પણ બે સંતાનનો પિતા છે. તેમનો મોટો પુત્ર 35 વર્ષનો છે જે તેમનાથી અલગ રહે છે તેમજ આરોપી તેની પત્ની અને એક પાંચ વર્ષની બાળકી સાથે રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 5,568 વિદ્યાર્થીઓની NEET પરીક્ષા લેવાઈ:ઉનાળાના આકરા તાપમાં બાળકોની સાથે વાલીઓની પણ કસોટી, સૌરાષ્ટ્રના 33,303 ઉમેદવારોની માધ્યમિક શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ એક્ઝામ
    Next Article
    મોબાઈલ રિકવરી મિશનમાં મોટી સફળતા:ઇન્ફોસિટી પોલીસે તેરા તુઝકો અર્પણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 83.43 લાખની કિંમતના 377 મોબાઈલ પરત અપાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment