Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 5,568 વિદ્યાર્થીઓની NEET પરીક્ષા લેવાઈ:ઉનાળાના આકરા તાપમાં બાળકોની સાથે વાલીઓની પણ કસોટી, સૌરાષ્ટ્રના 33,303 ઉમેદવારોની માધ્યમિક શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ એક્ઝામ

    13 hours ago

    ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા લેવાઈ હતી. જેમાં દેશમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આજે ઉનાળાના આકરા તાપમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ કસોટી થઈ હતી. NEET ની પરીક્ષા માટે બે વર્ષથી મહેનત કરતો હતો વિદ્યાર્થી યુવરાજ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને NEET ની પરીક્ષા આપવા માટે આવ્યો છું અને ખૂબ જ સારી તૈયારી છે. જેના માટે બે વર્ષ મહેનત કરી છે. ભવિષ્યમાં MBBS કરવાની આશા છે. ક્લાઈમેટ ચેન્જ થાય તે રીતે તડકો તો વધવાનો જ છે પરંતુ તેનાથી પરીક્ષામાં કઈ ફેર નહિ પડે. મારા પરિવારમાંથી કોઈ મેડિકલ લાઈનમાં નથી એટલા માટે જ આ ક્ષેત્રમાં મેં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે મોરબી નિર્મલ વિદ્યાલયના બાયોલોજીના શિક્ષક ભાર્ગવ પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ અને પેરામિડિકલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12 માં ડે ટુડે વર્ક કરે છે તેઓને સો ટકા સારું રિઝલ્ટ આવે છે. સૌરાષ્ટ્રના 33,303 ઉમેદવારોની રાજકોટમાં પરીક્ષા હતી રાજકોટ શહેરમાં 12 કેન્દ્રો પર 5,568 વિદ્યાર્થીઓ છે. જેમાં 1 સવાલ ખોટો પડે તો સાચામાંથી એક માર્ક કપાશે. જેમાં પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક પહેલાથી એડમિટ કાર્ડના આધારે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત આજે બપોરે 3 થી 6 ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ પરીક્ષા હતી. જેમાં સૌરાષ્ટ્રના 33,303 ઉમેદવારોની રાજકોટમાં પરીક્ષા હતી. આ પ્રિલિમ્સ પરીક્ષામાં 0.25 માઈનસ સિસ્ટમ રાખવામાં આવી છે. મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET ની પરીક્ષા 3 મે ના બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.1.30 વાગ્યે એક્ઝામ સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો હતો. 720 માર્કની પરીક્ષામાં 4- 4 માર્કના 90 પ્રશ્નો બાયોલોજીના, 45- 45 પ્રશ્નો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના હતા. જેમાં એક સવાલ ખોટો પડતા સાચા પ્રશ્નોમાંથી એક માર્ક કપાશે. આ પરીક્ષા પેન અને પેપર મોડ પર હશે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક વોશરૂમ જવા દેવામાં નહીં આવે અને જો જાય તો ફરીથી તેની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે અને તેથી વિદ્યાર્થીઓને સમય બગડશે. જેથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ શક્ય હોય તો પરીક્ષા કેન્દ્રની બહાર ન નીકળવું. જ્યારે ગુજરાતમાં તા.3 મે ના માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10 માં શિક્ષક બનવા માટેની TAT - 1 ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્રના 165 કેન્દ્રો પરથી 33,303 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે પરીક્ષાનો સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો હતો. જે માટે પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા તમામ ઉમેદવારોએ એન્ટ્રી મેળવી લેવી જરૂરી હતી. અગાઉ વર્ષ 2023 માં પરીક્ષા લેવામાં આવી હતી અને હવે વર્ષ 2026 માં આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ હતી. જેમાં 200 માર્કનું પેપર છે અને તેમાં 100 માર્કનું જનરલ સ્ટડીઝ અને 100 માર્ક્સનું જે - તે વિષયનું પેપર છે. પ્રિલિમ્સ પરીક્ષા માટે પાસ થશે તે મેન્સ માટે ક્વોલિફાય થશે. ગત વખતે 100 માંથી 70 માર્કથી વધુ આવ્યા તેઓને મેન્સ માટે ક્વોલિફાય ગણવામાં આવ્યા હતા. આ પ્રિલિમ્સ પરીક્ષા એમસીક્યુ પ્રકારની રહેશે. જે બાદ મેન્સ પરીક્ષાનું પેપર વર્ણનાત્મક પ્રકારનું રહેશે. 0.25 માઇનસ સિસ્ટમ સાથે આ પરીક્ષા લેવાશે એટલે કે 4 MCQ ખોટા પડે એટલે સાચા માંથી એક માર્ક કપાશે. શહેરની સ્વામિનારાયણ ગુરુકુળના પ્રિન્સિપાલ અને TAT -1 ની પરીક્ષાના સ્થળ સંચાલક કિશોર દવેએ જણાવ્યું હતું કે, ગત 12 એપ્રિલે હાયર સેકન્ડરીની TAT ની પરીક્ષા લેવામાં આવી અને આજે 3 મે ના સેકન્ડરી એજ્યુકેશન એટલે કે માધ્યમિક શિક્ષક બનવા માટેની પરીક્ષાની આજે ગોઠવણ થઈ છે. સમગ્ર ગુજરાતમાં આ પરીક્ષામાં માત્ર 6 જ પરીક્ષા કેન્દ્ર છે. જેમાં રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું એક જ કેન્દ્ર છે. રાજ્યમાં બે લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં 165 જેટલા કેન્દ્રો ઉપર છે 33, 303 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. અહીં સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં 200 ઉમેદવારો છે. કેલ્ક્યુલેટર કે ડિજિટલ વોચ ઉપરાંત સ્માર્ટ વોચ લઈ આવવાની મનાઈ છે. ઉનાળાના આકરા તાપ વચ્ચે આ પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે અહીં પીવાનું પાણી અને ORS ની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે ઉમેદવાર જયેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, હું ભાવનગરના ઢસાથી રાજકોટ પરીક્ષા આપવા માટે આવ્યો છું. તેમણે જણાવ્યું કે હું હાલ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું જ છું તેમ છતાં પણ પરીક્ષા એ જીવનનો એક ભાગ છે. માણસે સતત શીખતા રહેવું જોઈએ તેવા હેતુથી હું પણ TAT ની એક્ઝામ આપવા માટે આવ્યો છું. હાલ હું ભાવનગર જિલ્લામાં અંગ્રેજીના શિક્ષક તરીકે છેલ્લા 18 વર્ષથી સેવા આપું છું. જોકે તેમના મત મુજબ વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે સરકાર TAT પરીક્ષા લેવાની વિચારણા કરી રહી છે ત્યારે ભવિષ્યમાં પરીક્ષા આપવાની બદલે તેઓ અત્યારે જ પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં NEET પરીક્ષામાં કયા સેન્ટર પરથી કેટલા વિદ્યાર્થીઓ?
    Click here to Read More
    Previous Article
    Assam Assembly Election Results 2026 LIVE Updates: Himanta eyes second term as CM
    Next Article
    બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતો આરોપી ઝડપાયો:રાજકોટના સરધારમાં 60 વર્ષના વૃધ્ધે 10 વર્ષની બાળકીને 10ની નોટ આપી અડપલા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment