Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઈલ રિકવરી મિશનમાં મોટી સફળતા:ઇન્ફોસિટી પોલીસે તેરા તુઝકો અર્પણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 83.43 લાખની કિંમતના 377 મોબાઈલ પરત અપાવ્યા

    9 hours ago

    ટેકનોલોજી અને આઈટી હબ ગણાતા ઇન્ફોસિટી વિસ્તારમાં મોબાઈલ ગુમ થવાની ઘટનાઓ પર પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઇન્ફોસિટી પોલીસે સરાહનીય કામગીરી કરી અત્યાર સુધી 83.43 લાખની કિંમતના 377 મોબાઈલ શોધી માલિકોના ચહેરા પર સ્મિત રેલાવ્યું છે. જેમાં એપ્રિલ માસ દરમિયાન જ રૂ .3.51 લાખની કિંમતના 20 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત કર્યા છે. 3,51,874 ની કિંમતના 20 મોબાઈલ ફોન પરત મેળવ્યા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા મોબાઈલ શોધવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. શાહના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી CEIR પોર્ટલની મદદથી આ સફળતા હાંસલ કરી છે. પોલીસ કર્મચારી ભરતભાઈ જયરામભાઈએ ટેકનિકલ ટ્રેસિંગ દ્વારા એપ્રિલ મહિનામાં જ 3,51,874 ની કિંમતના 20 મોબાઈલ ફોન પરત મેળવી પ્રશંસનીય કામગીરી કરી છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી CEIR પોર્ટલના માધ્યમથી કરવામાં આવેલી કામગીરીના આંકડા પણ પણ નોંધનીય છે. વર્ષ 2024માં પોલીસ દ્વારા 104 મોબાઈલ ફોન પરત મેળવાયા હતા, જેની કિંમત 22.14 લાખ રૂપિયાથી વધુ હતી. વર્ષ 2025માં આ કામગીરીમાં વધારો થયો અને 45.77 લાખની કિંમતના 209 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. એ જ રીતે ચાલુ વર્ષ 2026માં એપ્રિલ સુધીમાં જ 64 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ઇન્ફોસિટી પોલીસે કુલ 377 મોબાઈલ ફોન પરત મેળવ્યા છે, જેની કુલ બજાર કિંમત આશરે 83.43 લાખ રૂપિયા જેટલી થવા જાય છે તો પોતાના ગુમ થયેલા કિંમતી મોબાઈલ અને તેમાં રહેલો પર્સનલ ડેટા પરત મળતા મૂળ માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ઇન્ફોસિટી પીઆઇ વિશાલ શાહે નાગરિકોને અપીલ કરી છે કે, મોબાઈલ ગુમ થવાના કિસ્સામાં તુરંત પોર્ટલ પર નોંધણી કરાવી પોલીસનો સંપર્ક કરવો જેથી ટેકનોલોજીની મદદથી તેને શોધી શકાય.
    Click here to Read More
    Previous Article
    બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતો આરોપી ઝડપાયો:રાજકોટના સરધારમાં 60 વર્ષના વૃધ્ધે 10 વર્ષની બાળકીને 10ની નોટ આપી અડપલા કર્યા
    Next Article
    How grills and nets put up by victims of Vivek Vihar fire came to haunt them

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment