Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નૂરા'ની રોયલ અદા, એક ઝાટકે 6 ફૂટની દિવાલ કૂદી, VIDEO:જૂનાગઢના ખડીયા રોડ પર ધોળા દિવસે સિંહે બિન્દાસ લટાર મારી, જંગલના રાજાને જોઈ વાહનચાલકો મંત્રમુગ્ધ

    1 day ago

    જૂનાગઢની ગિરનાર દક્ષિણ રેન્જમાં મુક્તપણે વિહાર કરતો અને પ્રવાસીઓ તેમજ સ્થાનિકોમાં ભારે લોકપ્રિય બનેલો પ્રખ્યાત સિંહ "નૂરો" ફરી એકવાર પોતાની રોયલ અદાના કારણે ભારે ચર્ચામાં આવ્યો છે. ખડીયા ગામ નજીક ધોળા દિવસે કોઈપણ પ્રકારના ભય વિના રસ્તા પર બિન્દાસ લટાર મારતા નૂરાનો એક શાનદાર વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જંગલનો આ રાજા મુખ્ય માર્ગ પરથી રાજવી અંદાજમાં પસાર થતો જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકો અને વાહનચાલકોમાં ભારે કૌતુક અને આશ્ચર્ય સર્જાયું હતું. એક જ ઝાટકે 6 ફૂટ ઊંચી દિવાલ કૂદી ​સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા આ વાયરલ વીડિયોમાં નૂરો રસ્તા પરથી અત્યંત શાનદાર અને રૂઆબદાર ચાલ સાથે પસાર થતો નજરે પડે છે. આ દ્રશ્ય દરમિયાન સિંહે રસ્તા કિનારે આવેલી આશરે 6 ફૂટ ઊંચી પાકી દિવાલ પર એક જ ઝાટકે ખૂબ જ સરળતાથી છલાંગ લગાવી દીધી હતી. દિવાલ કૂદવાની આ ઘટનાથી તેણે પોતાની અદભુત શારીરિક તાકાત અને ચપળતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેને જોઈને ત્યાં હાજર વાહનચાલકો અને સ્થાનિક લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને આ દૃશ્યો પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા. ​વહેલી સવારથી બપોરના તડકા સુધી રેવન્યુ વિસ્તારોમાં મુક્ત વિહાર ​વનવિભાગના સૂત્રો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નૂરો સિંહ ગિરનાર ડુંગરની દક્ષિણ રેન્જનો સૌથી મોટો, કદાવર અને આકર્ષક સિંહ માનવામાં આવે છે. તે ખાસ કરીને વન્ય વિસ્તારની બહાર આવેલા રેવન્યુ વિસ્તારો જેવા કે ખડીયા, પ્લાસવા, પાદરીયા, બિલખા રોડ અને વિલીંગ્ડન ડેમની આસપાસના વિસ્તારોમાં અવારનવાર પોતાનો આશરો બનાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ પંથકમાં તેની હિલચાલમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ વાત એ છે કે હવે તે માત્ર રાત્રિના અંધકારમાં જ નહીં પરંતુ વહેલી સવારે તેમજ બપોરના ધોમધખતા તડકામાં પણ મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે. નિર્ભય અંદાજથી સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ ​આ સિંહની સક્રિયતા એટલી વધી ગઈ છે કે, ગઈકાલે પણ પાદરીયા ગામ નજીકના વિસ્તારમાં નૂરો આરામથી વિહાર કરતો જોવા મળ્યો હતો, જ્યારે આજે ફરી પાછો ખડીયા ગામ નજીક તેના પ્રત્યક્ષ દર્શન થતા સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સુકતા અને રોમાંચ જોવા મળ્યો હતો. નૂરાની આ નિર્ભય, બેફિકર અને રાજવી અદાએ વન્યજીવ પ્રેમીઓના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. ગિરનારના ગાઢ જંગલોમાં વસવાટ કરતો આ વનરાજ જ્યારે પણ લોકવસ્તીની નજીકના ખુલ્લા માર્ગો પર પોતાની પૂરી શાન સાથે પસાર થાય છે ત્યારે તેને જોવા અને કેમેરામાં કેદ કરવા માટે લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે, જેના કારણે તેનો આ નવો અંદાજ હાલ સોશિયલ મીડિયામાં પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T20 વર્લ્ડ કપ- ભારત સામે નેધરલેન્ડ્સે ટોસ જીત્યો:પહેલા બોલિંગ કરવાનો નિર્ણય; T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર થશે સામનો
    Next Article
    સોનગઢમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી ઝડપાઈ:12 ભેંસો ભરેલો ટ્રક, બે આરોપીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment