Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી ઝડપાઈ:12 ભેંસો ભરેલો ટ્રક, બે આરોપીઓ ઝડપાયા

    1 day ago

    તાપી જિલ્લાના સોનગઢ પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે અશોક લેલેન્ડ ટ્રક (નંબર GJ-02-ZZ-7542) માંથી 12 ભેંસોને મુક્ત કરાવી હતી, જેમને અયોગ્ય રીતે બાંધેલી હાલતમાં લઈ જવામાં આવી રહી હતી. પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ, એક ટ્રક દ્વારા બારડોલી તરફથી ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. આ માહિતીના આધારે સોનગઢ પોલીસે ચચરબુંદા ગામની સીમમાં ટ્રકનો પીછો કરી તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાં સવાર બે ઈસમો મુનવ્વરમીર હસન આલીસર અને આચાર ખાન રાયધનખાન સહતાની અટકાયત કરવામાં આવી હતી. આ ગુનામાં રઝાકખાન ઉમરખાન નામના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેણે આ પશુઓ ટ્રકમાં ભરવા માટે આપ્યા હતા. પશુઓને અત્યંત ટૂંકા દોરડા વડે બાંધવામાં આવ્યા હતા અને તેમને ખાવા-પીવાની કોઈ સુવિધા આપવામાં આવી ન હતી. આ કૃત્ય પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમનું ઉલ્લંઘન છે. સોનગઢ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, મોટર વ્હીકલ એક્ટ અને ગુજરાત પશુ હેરાફેરી નિયંત્રણ હુકમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'નૂરા'ની રોયલ અદા, એક ઝાટકે 6 ફૂટની દિવાલ કૂદી, VIDEO:જૂનાગઢના ખડીયા રોડ પર ધોળા દિવસે સિંહે બિન્દાસ લટાર મારી, જંગલના રાજાને જોઈ વાહનચાલકો મંત્રમુગ્ધ
    Next Article
    શિક્ષકોની ટેટ પરીક્ષામાંથી મુક્તિની માંગ:હિંમતનગરમાં ધરણા પ્રદર્શન કર્યું, સાંસદ, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment