Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં જુગાર રમતા 6 ઝડપાયા:વૈજનાથ પાર્કમાં પોલીસના દરોડા, ₹63,200 રોકડ સહિત મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    હળવદ ટાઉન વિસ્તારના વૈજનાથ પાર્કમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમી મુજબ, હળવદના વૈજનાથ પાર્ક ખાતે પ્રવિણ ચંદુભાઈ ઠાકરના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે પ્રવિણ ચંદુભાઈ ઠાકર, હિતુભા સામંતસિંહ ઝાલા, અશ્વિન ગટુરભાઈ વડેચા, ભરત ગાંડુભાઈ છનીયારા, પ્રવિણ દોલુભાઈ રાઠોડ અને રસિક રેવાભાઈ ઉઘરેજાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹63,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં યુવક દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપાયો:પોલીસે રૂ. 25,100નો મુદ્દામાલ જપ્ત કર્યો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
    Next Article
    મોરબીની નિર્મળ વિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન:વિદ્યાર્થીઓ ઋષિ-મુનિ વેશભૂષામાં જોડાયા, મહાનુભાવોએ ઉત્સાહ વધાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment