Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની નિર્મળ વિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન:વિદ્યાર્થીઓ ઋષિ-મુનિ વેશભૂષામાં જોડાયા, મહાનુભાવોએ ઉત્સાહ વધાર્યો

    10 hours ago

    મોરબીની નિર્મળ વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા અને મોરબી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથભાઈ બરાસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓએ વિવિધ ઋષિ-મુનિઓ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વેશભૂષા ધારણ કરી હતી. તેમણે સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાન પરંપરાના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. આ યાત્રામાં કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નુતનબેન વિડજા, શાળા સંચાલક નિલેશભાઈ કુંડારિયા, રમણીકભાઈ બરાસરા, કૌશિકભાઈ દેસાઈ અને શાળાનો સ્ટાફ પણ જોડાયો હતો. આ ગૌરવ યાત્રાનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો તેમજ નવી પેઢીને ભારતીય પરંપરાથી પરિચિત કરવાનો હતો. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના જગાવવામાં અને સંસ્કારોનું સિંચન કરવામાં મદદરૂપ થાય છે.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં જુગાર રમતા 6 ઝડપાયા:વૈજનાથ પાર્કમાં પોલીસના દરોડા, ₹63,200 રોકડ સહિત મુદ્દામાલ જપ્ત
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ યોજાશે:22-24 સપ્ટેમ્બરમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કૌશલ્યોને મળશે મંચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment