Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં જાહેરમાં જુગારધામ પર પોલીસનો દરોડો:6 જુગારીઓ ઝડપાયા, ₹27,950 નો મુદ્દામાલ જપ્ત

    1 week ago

    ભરૂચ શહેરના બહારની ઉંડાઈ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે છ જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગાર રમવાના સાધનો સહિત કુલ રૂ. 27,950 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને બટુકનાથ અખાડા સામે રોડ પર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્સો પત્તા વડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે પંચ સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર ઘેરાબંધી કરી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, છ શખ્સો ગોળ કુંડાળામાં બેસી જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, ત્રણ મોબાઇલ ફોન અને જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા પત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં ઇરફાન ઉર્ફે લાલુ ઇમરાન શેખ, આફરીદી ઇરફાન શેખ, અકરમ સલીમ શેખ, સહેબાજ હુસૈન પઠાણ, સુઝાન સક્રિક શેખ અને વાજીદ અબ્દુલ સમદ શેખનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તમામ આરોપીઓ ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારોના રહેવાસી છે. એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર કોર્ટમાં જજ વિરૂદ્ધ વકીલોનો જંગ:બાર એસોસિએશનના નેજા હેઠળ તંબુ તાણી વિરોધ પ્રદર્શન, ડિસ્ટ્રીક્ટ જજની બદલી સહિતની માંગ સાથે લડી લેવાના મૂડમાં
    Next Article
    રાજકોટ એસટી વિભાગને 5 નવી વોલ્વો બસ મળી:3 બસ ભુજ - 2 વડોદરા રૂટ પર દોડશે, મંગળવારે મેયરના હસ્તે નવી બસોને ફ્લેગ ઓફ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment