Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર કોર્ટમાં જજ વિરૂદ્ધ વકીલોનો જંગ:બાર એસોસિએશનના નેજા હેઠળ તંબુ તાણી વિરોધ પ્રદર્શન, ડિસ્ટ્રીક્ટ જજની બદલી સહિતની માંગ સાથે લડી લેવાના મૂડમાં

    1 week ago

    ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી અને વહીવટી પ્રશ્નોને લઈને બાર એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ જજ આશીષ જે.એસ. મલ્હોત્રા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આજદિન સુધી પોતાની પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે આજથી ગાંધીનગર બાર એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ કોર્ટ સંકુલની બહાર તંબુ તાણીને ડિસ્ટ્રીક્ટ જજની બદલી સહિતની પડતર માંગો મુદ્દે લડી લેવાનો હુંકાર કર્યો છે. જજ દ્વારા વકીલોના પ્રશ્નોનો યોગ્ય પ્રત્યુત્તર આપતા નથીનો આક્ષેપ ગાંધીનગર બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને લેખિત રજૂઆત કરી જજ મલ્હોત્રાની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી છે. બાર એસોસિએશનના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે તા. 1 જાન્યુઆરી 2026 થી 6 એપ્રિલ 2026 સુધી અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં જજ દ્વારા વકીલોના પ્રશ્નોનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવતો નથી. અંગ્રેજી કે હિન્દીમાં દલીલો કરવાના આગ્રહ રાખવાથી ભારે રોષ ડિક્સ્ટ્રીક્ટ જજ પર વકીલો સાથે બેહુદું વર્તન કરવાનો અને તેઓ પોતાને કાયદા તથા બંધારણથી ઉપર સમજતા હોય તેવું વર્તન કરવાનો ગંભીર આક્ષેપ છે. ગુજરાતી ભાષાને બદલે અંગ્રેજી કે હિન્દીમાં દલીલો કરવાનો જજ દ્વારા આગ્રહ રાખવામાં આવતો હોવાથી વકીલ આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ અંગે ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહ સી. ગોહિલે રજૂઆતમાં એવો પણ આક્ષેપ છે કે ક્રિમિનલ કેસોમાં હાજરી માફીના રિપોર્ટ પર મોટી કોસ્ટ લાદવામાં આવે છે અને બાદમાં વોરંટ ઈશ્યુ કરી આરોપીઓને જેલમાં મોકલવામાં આવે છે.જામીનદારના દસ્તાવેજો રજૂ કરવા છતાં તે સ્વીકારવામાં આવતા નથી, જેના કારણે સામાન્ય કારણોસર આરોપીઓએ જેલમાં રહેવું પડે છે. વકીલો સાથેના અવર્તણૂક તેમજ અમાનવીય વર્તન તેમણે ઉમેર્યું કે, આ લડત ડિસ્ટ્રિક્ટ જજ જે.એસ. મલ્હોત્રા સાહેબના વકીલો સાથેના અવર્તણૂક તેમજ અમાનવીય વર્તન સામે છે. ઘણી લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ હકારાત્મક જવાબ આપતા નથી. ઉદ્ધત રીતે વર્તન કરે છે અને સ્ટાફ સાથે પણ એ રીતે વર્તન કરે છે. ​કોર્ટની અંદર જ્યારે આરોપી હાજર ન રહે કે વકીલ હાજર ન રહે ત્યારે ગરીબ માણસોને પરવડે નહીં તેવી કોસ્ટ (દંડ) કરે છે. નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને ટેબલ મળશેની લેખિતમાં ખાતરી આપી નથી અમારી જે કુલર મૂકવાની માંગણી હતી તે આટલી ગરમીમાં પણ એમણે અમારી સોલ્વ કરી આપી નહીં. અમારે ના છૂટકે આટલી ગરમીમાં એમના વિરુદ્ધ આ અસહકારની લડત ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ​નવી કોર્ટની બિલ્ડિંગમાં એમનું એવું કહેવું છે કે બધા વકીલોને ટેબલ મળશે પણ એવી લેખિતમાં કોઈ ખાતરી આપેલી નથી. અમારો હાલનો મુદ્દો એક જ છે કે તેમની પહેલા બદલી કરો પછી જ અમારે આગળના મુદ્દાઓ માટે બીજા કોઈ ડિસ્ટ્રિક્ટ જજ આવે તેમની જોડે સમાધાન માટે ચર્ચા કરીશું. ડિસ્ટ્રિક્ટ જજ મલ્હોત્રા સાહેબની બદલી કરવામાં આવે બાકી અમારે હાલ આ ડિસ્ટ્રિક્ટ જજ જોડે તો કોઈ મુદ્દા સંદર્ભે ચર્ચા કરવાની રહેતી નથી ​અને નવી કોર્ટમાં તમામ વકીલોના ટેબલની ફાળવણી થઈ જાય, કોઈ વકીલ રહી ન જાય ત્યાં સુધી અમારે નવી કોર્ટમાં જવું નથી કે તેનું ઉદ્ઘાટન થવા દેવું નથી અને એ ઉદ્ઘાટન સામે અમારો સખત વિરોધ હોય અને એક જ અમારી માંગણી છે કે હાલ તો ડિસ્ટ્રિક્ટ જજ મલ્હોત્રા સાહેબની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે. વકીલો અને ગરીબ અસીલો પર વધારાનો આર્થિક બોજ ગાંધીનગર કોર્ટમાં અગાઉ રજિસ્ટ્રાર દ્વારા મફત સોગંદનામું કરી આપવામાં આવતું હતું. પરંતુ હવે ઓથ કમિશનર દ્વારા સોગંદનામું કરવાનું ફરજિયાત કરાયું છે. આનાથી વકીલો અને ગરીબ અસીલો પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે. એસોસિએશને બંધારણના આર્ટિકલ 14 અને 39(એ) નો હવાલો આપી મફત સોગંદનામું' ફરી શરૂ કરવાની માંગ કરી છે. કોર્ટના હુકમો અને જજમેન્ટો ગુજરાતી ભાષામાં હોવા જોઈએ જેથી સામાન્ય માણસ તેને સમજી શકે. લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ (LADC) માં સ્થાનિક વકીલોને અવગણીને અન્ય જિલ્લાના વકીલોની કયા મેરિટ પર નિમણૂક કરવામાં આવી તેની તપાસ થાય. તેમજ મુખ્ય સરકારીની ફરીથી નિમણૂક ન કરવા અને તેમના કામકાજની તપાસ કરવા પણ બાર એસોસિએશને માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બાળકોને સ્કૂલે મોકલવા વાલીઓને વધુ મોંઘું બન્યું, પ્રદૂષિત પાણી મુદ્દે સ્થાનિકો AMC કર્મચારીઓને ઘેરી વળ્યા
    Next Article
    ભરૂચમાં જાહેરમાં જુગારધામ પર પોલીસનો દરોડો:6 જુગારીઓ ઝડપાયા, ₹27,950 નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment