Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 રાજ્યોમાં રાજ્યપાલ બદલાયા, જેમાં એક મહિલા:MPના ઢાલ સિંહ ઉત્તરાખંડ, ઓમ માથુર કેરળના રાજ્યપાલ બન્યા

    9 hours ago

    રાષ્ટ્રપતિએ સોમવારે 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. તેમાં એક મહિલા પણ છે. ઓમ પ્રકાશ માથુરને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર તમિલનાડુના રાજ્યપાલ હશે. ડૉ. સુધા યાદવને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે બૃજ મોહન રામ ઓડિશા, ડૉ. ઢાલ સિંહ બિસેન ઉત્તરાખંડ અને દુષ્યંત ગૌતમ સિક્કિમના રાજ્યપાલ હશે. 1. ઓમ પ્રકાશ માથુર: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય રહ્યા ઓમ પ્રકાશ માથુર ભાજપના વરિષ્ઠ નેતા અને અનુભવી સંગઠનકર્તા છે. તેમનો જન્મ 2 જાન્યુઆરી 1952ના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના બેડલ ગામમાં થયો હતો. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો. તેઓ ભાજપમાં અનેક સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે અને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. જુલાઈ 2024માં તેમણે સિક્કિમના રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું. 2. રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર: ગોવા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનો જન્મ 23 એપ્રિલ 1954ના રોજ ગોવાના પણજીમાં થયો હતો. તેમણે વાણિજ્યમાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને 1989માં ભાજપ સાથે જોડાયા. તેઓ ગોવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ, ગોવા વિધાનસભાના અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં વન અને પર્યાવરણ તેમજ પંચાયતી રાજ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે હિમાચલ પ્રદેશ અને બિહારના રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું. જાન્યુઆરી 2025માં તેમણે કેરળના રાજ્યપાલનું પદ સંભાળ્યું. 3. બૃજ મોહન રામ: પૂર્વ સાંસદ રહ્યા, એક વખત ધારાસભ્ય પણ રહ્યા બૃજ મોહન રામ ભાજપના નેતા અને પૂર્વ સાંસદ છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1958ના રોજ તત્કાલીન બિહારના પલામુ વિસ્તારમાં થયો હતો, જે હવે ઝારખંડમાં છે. તેઓ 1991થી 1995 સુધી બિહાર વિધાનસભાના સભ્ય રહ્યા હતા. ત્યારબાદ 1996થી 2004 સુધી તેમણે પલામુ લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું. 4. ડૉ. સુધા યાદવ: 1999માં એક વખત સાંસદ રહ્યાં, સંસદીય બોર્ડમાં પણ સામેલ થયાં ડો. સુધા યાદવ ભાજપના વરિષ્ઠ નેતા છે. તેમનો જન્મ 16 ઑક્ટોબર 1965ના રોજ હરિયાણાના રેવાડી જિલ્લામાં થયો હતો. તેમણે રસાયણશાસ્ત્રમાં એમએસસી અને પીએચડીની ડિગ્રી મેળવી છે. તેઓ 1999માં મહેન્દ્રગઢથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં અને 2004 સુધી આ પદ પર રહ્યાં. બાદમાં તેઓ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના સભ્ય બન્યાં. ઑગસ્ટ 2022માં તેમને ભાજપના સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યાં. 5. ડો. ઢાલ સિંહ બિસેન: એમપીથી ચાર વખત ધારાસભ્ય રહ્યા, રાજ્ય સરકારમાં મંત્રી બન્યા ડૉ. ઢાલ સિંહ બિસેન મધ્ય પ્રદેશના ભાજપના નેતા છે. તેમનો જન્મ 14 મે 1952ના રોજ સિવની જિલ્લાના પિપરીયામાં થયો હતો. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે. તેમણે 1990થી 2008ની વચ્ચે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ચાર કાર્યકાળ પૂર્ણ કર્યા અને 2003થી 2005 સુધી રાજ્ય સરકારમાં મંત્રી રહ્યા. 2019માં તેઓ બાલાઘાટ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા અને 2024 સુધી આ પદ પર રહ્યા. 6. દુષ્યંત ગૌતમ: ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ રાજ્યસભા સાંસદ દુષ્યંત કુમાર ગૌતમ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ છે. વિદ્યાર્થી જીવનમાં તેઓ ABVP સાથે જોડાયા અને બાદમાં ભાજપમાં અનેક સંગઠનાત્મક જવાબદારીઓ સંભાળી. 2020માં હરિયાણાથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા અને 2022 સુધી સાંસદ રહ્યા. તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ રહી ચૂક્યા છે અને પાર્ટીમાં સંગઠન તથા ચૂંટણી વ્યૂહરચના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
    Click here to Read More
    Previous Article
    કેન્સરની દવાઓ પર 30%થી વધુ નફા પર રોક:સુપ્રીમ કોર્ટે પૂછ્યું- બીજી દવાઓની કિંમતો પર નિયંત્રણ કેમ નહીં, 27 ઓક્ટોબર સુધી જવાબ માંગ્યો
    Next Article
    અમદાવાદની સાંચી નવરાત્રિમાં ખેલૈયાઓને પ્રવેશ ન અપાતા રિફંડના નારા લગાવ્યા:વડોદરામાં કૈરવી બુચનો જાદુ છવાયો, યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment