Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં PSIનું મિસ ફાયરિંગ, યુવકનું પેટ ચીરી બહાર નીકળી:રિવોલ્વર સાફ કરતા અચાનક ટ્રિગર દબાયું, ટેબલ પરના જગને વીંધી ગોળી ચોકીથી 15 ફૂટ દૂર લારીધારકને વાગી

    1 day ago

    સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એસ મકવાણાથી પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતી વચ્ચે અચાનક મિસ ફાયરિંગ થયું હતું. જેમાં ફાયર થયેલો રાઉન્ડ ટેબલ પરના પાણીના જગને વીંધી ચોકીથી 15 ફૂટ દૂર ઊભેલા અરવિંદ પટેલના પેટની આરપાર નીકળી ગઈ હતી. અણધારી બનેલી આ ઘટનાથી પોલીસ ચોકીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ટ્રિગર દબાતા જ રિવોલ્વરમાં ફસાયેલી ગોળી ફાયર થઈ DCP આલોક કુમારના જણાવ્યા અનુસાર ચોકીમાં દરવાજાની જમણી બાજુએ બેસીને PSI પોતાની પિસ્તોલ સાફ કરી રહ્યા હતા. તે સમયે રિવોલ્વરમાં અગાઉથી જ એક રાઉન્ડ (કારતુસ) ફસાયેલો હતો. સફાઈ દરમિયાન ટ્રિગર દબાઈ ગયું અને ગોળી છૂટી સામે રાખેલા મિલ્ટનના જગની આરપાર નીકળી અને ગોળી ડાયવર્ટ થઈને દરવાજાની બહાર 15 ફૂટ દૂર ઊભેલા એક વ્યક્તિને વાગી હતી. તેના પેટમાંથી આરપાર નીકળીને ત્યાંથી આશરે 30 ફૂટ દૂર ગોળી રોડ પરથી મળી આવી હતી. PSI તાત્કાલિક ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા ઘટના બનતાં જ પીએસઆઇ મકવાણાએ વિલંબ કર્યા વિના ઈજાગ્રસ્ત અરવિંદભાઈને પોતાના વાહનમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે જોખમ બહાર છે. હોસ્પિટલના MLC રિપોર્ટ બાદ ગુનો દાખલ થશે DCP આલોક કુમારે ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર મામલે ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હોસ્પિટલના MLC (મેડિકો-લીગલ કેસ) રિપોર્ટ અને ડોક્ટરોના અભિપ્રાય બાદ બેદરકારી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લગ્નના 6 મહિનામાં જ નવદંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસ:એક જ ચૂંદડીથી ગળેફાંસો ખાધો, MPથી મજૂરી કરવા આવેલા પતિનું મોત; પત્ની વેન્ટિલેટર પર
    Next Article
    Panama-Flagged Cargo Ship Sinks 240 Nautical Miles Off Odisha Coast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment