Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:વૃષભ અને મિથુન જાતકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે, સિંહ રાશિના લોકોએ પોતાના ગુસ્સા પર કાબુ રાખવો

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 23 ઓગસ્ટ 2026, રવિવારના રોજ શ્રાવણ સુદ અગિયારસ/બારસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ સાંજે 5.26 થી 7.01 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: વ્યક્તિગત અને કૌટુંબિક બાબતોમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે. પોતાના વ્યક્તિત્વને નિખારવા તરફ તમારું વિશેષ ધ્યાન રહેશે. વરિષ્ઠ લોકોના માર્ગદર્શન હેઠળ કેટલીક નફાકારક યોજનાઓ પણ બનશે. મોસાળ/સસરા પક્ષ સાથેના સંબંધો વધુ મજબૂત થશે. નેગેટિવ: પ્રાક્ટિકલ બનો. ભાવનાઓમાં વહીને લીધેલા નિર્ણયો ખોટા પણ હોઈ શકે છે. કોઈને આર્થિક મદદ કરવાના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી તંગ થઈ શકે છે. કોઈપણ પ્રકારની મુસાફરીનું આયોજન ન કરો કારણ કે તેનાથી કોઈ ફાયદો થશે નહીં. કરિયરઃ વ્યાપારિક વ્યવસ્થા યોગ્ય રહેશે. સ્ટાફ અને કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. બહારના કામો અને મુસાફરી હાલ પૂરતી સ્થગિત રાખવી યોગ્ય રહેશે. સરકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વ્યવસાયમાં ઉત્તમ નફો થવાની શક્યતા છે. લવ: પરિવારના સભ્યો સાથે મનોરંજન અને ખરીદીમાં સમય પસાર થશે. સ્વાસ્થ્ય: ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. લકી કલર: લાલ લકી નંબર: 2 પોઝિટિવ: બીજાની ભૂલો પર ધ્યાન આપવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપો. ગ્રહોની સ્થિતિ અનુકૂળ બની રહી છે. સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો. કોઈપણ કામ કરતા પહેલા તેની રૂપરેખા બનાવો અને પછી તેનો અમલ કરો. આનાથી તમને યોગ્ય સફળતા મળશે. નેગેટિવ: તમારી કોઈ પ્રવૃત્તિને કારણે સમાજમાં માન-હાનિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. પાડોશીઓ સાથે સંબંધો ન બગાડો અને નકામી પ્રવૃત્તિઓમાં ધ્યાન ન આપો. નાણાકીય લેવડદેવડ હાલ પૂરતી મુલતવી રાખવી વધુ સારું રહેશે. કરિયરઃ વ્યાપારિક પ્રવૃત્તિઓ સુચારૂ રૂપે ચાલતી રહેશે. જૂની પ્રોપર્ટીના વેચાણ અને ખરીદી સંબંધિત વ્યવસાયમાં મોટી ડીલ થવાની શક્યતા છે. લવ: પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધો રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનથી પોતાનું રક્ષણ કરો. આ સમયે સાંધા કે ઘૂંટણનો દુખાવો પરેશાન કરી શકે છે. લકી કલર: આસમાની લકી નંબર: 8 પોઝિટિવ: આજની ગ્રહ સ્થિતિ તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહી છે. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચારો દ્વારા યોજનાબદ્ધ રીતે કામ પૂર્ણ થતા જશે. યુવા વર્ગ પોતાના કોઈ ટાર્ગેટને લઈને પૂરું ફોકસ રહેશે અને યોગ્ય પરિણામો પણ મેળવશે. નેગેટિવ: પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તમારા મનોબળ અને આત્મવિશ્વાસને ઘટવા ન દો. ક્યારેક પરેશાનીઓ અને અડચણો આવવાથી થોડી નિરાશા અનુભવાઈ શકે છે. જમીન સંબંધિત કોઈ કાગળો કે મતભેદોને લઈને ઘર્ષણ થવાની શક્યતા છે. કરિયરઃ વ્યવસાય સંબંધિત તમારા પ્રયાસો અને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. આ સમયે વિરોધાભાસી સ્વભાવના લોકોથી અંતર રાખો. લવ: પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મીઠો ઝઘડો થઈ શકે છે. ઘરના કોઈ સભ્યના લગ્ન અંગે વિચાર-વિમર્શ થશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. માત્ર વધુ પડતા કામના કારણે પગમાં દુખાવો અને થાક જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: આજે દિવસભર કામકાજની વ્યસ્તતા રહેશે. પરંતુ તમને તમારા પ્રયાસોના પોઝિટિવ પરિણામો મળશે, તેથી તમારી પૂરી ઊર્જા તમારા કામ પર લગાવો. આર્થિક યોજનાઓને સાકાર કરવાનો આ યોગ્ય સમય છે. કેટલાક ખાસ લોકોને મળવાની તક પણ મળશે. નેગેટિવ: કોઈપણ પ્રકારની નાની-મોટી નકારાત્મક બાબતોને ઇગ્નોર ન કરો, નહીં તો સંબંધો પર અસર પડશે. બિનજરૂરી ખર્ચાઓમાં પણ કાપ મૂકવો જરૂરી છે. આ સમયે વિદ્યાર્થીઓએ પણ પોતાના અભ્યાસમાં વધુ સમય આપવાની જરૂર છે. કરિયરઃ વ્યાપારિક પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલતી રહેશે અને તમામ કામ યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે. લવ: પતિ-પત્ની વચ્ચે નાની-મોટી બોલાચાલી થશે અને ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં સમય બગાડશો નહીં. સ્વાસ્થ્ય: ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે નિયમિત કસરત કરો અને સંતુલિત આહાર રાખો. લકી કલર: બદામી લકી નંબર: 5 પોઝિટિવ: દિવસભર પરિવર્તનશીલ પરિસ્થિતિઓ બનતી રહેશે. અટકેલા પૈસા પાછા મળવાથી તમારા ઘણા રોકાયેલા કામો ગતિ પકડશે. પ્રભાવશાળી લોકોનો સાથ અને માર્ગદર્શન જળવાઈ રહેશે. બાળકોનું ધ્યાન તેમના અભ્યાસ પર કેન્દ્રિત રહેશે. નેગેટિવ: મોસાળ પક્ષ સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દો અને આ માટે તમારે ગુસ્સા અને આવેશ જેવી આદતો પર કાબૂ રાખવો પડશે. આ સમયે ન તો કોઈને વચન આપો કે ન તો ઉધાર વ્યવહાર કરો. સરકારી કાર્યવાહીમાં સાવચેતી રાખવી પડશે. કરિયરઃ કાર્યક્ષેત્રમાં આજે કોઈ કર્મચારીના કારણે તણાવ ઉત્પન્ન થઈ શકે છે. ઉત્તમ રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વિચાર-વિમર્શ જરૂર કરો, આનાથી કોઈને કોઈ યોગ્ય ઉકેલ ચોક્કસ મળશે. લવ: વ્યસ્તતાના કારણે તમે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં. પરંતુ ઘરના તમામ સભ્યો તમારી પરેશાનીઓને સમજશે અને તમને સહયોગ કરશે. સ્વાસ્થ્ય: વ્યસ્તતા છતાં તમારી દિનચર્યા અને ખાવા-પીવા પર ધ્યાન આપવું જરૂરી છે. ગેસ અને કબજિયાત જેવી સ્થિતિ રહી શકે છે. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: આજે દિવસનો મોટાભાગનો સમય વ્યક્તિગત અને કૌટુંબિક પ્રવૃત્તિઓમાં જ વિતશે. તમારી કોઈ મુશ્કેલીમાં તમારા મિત્રો તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે તથા ઘણી ઉત્તમ માહિતી પણ મળશે. નેગેટિવ: ઘરમાં પરસ્પર તાલમેલના અભાવે વરિષ્ઠ સભ્યોના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તેમની સલાહનો અનાદર ન કરો અને તેમનું માન-સન્માન જાળવી રાખો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કરિયરઃ સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા કામ જેમ કે ટેન્ડર વગેરે મળવાની પૂરી શક્યતા છે. મીડિયા અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સારું કામ કરવા બદલ એવોર્ડના દાવેદાર પણ બની શકે છે. લવ: કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે તથા ઘરના તમામ સભ્યો આનંદિત અને ખુશ રહેશે. સ્વાસ્થ્ય: સંભાળ ન રાખવાના કારણે સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી શકે છે. નિયમિત કસરત કરો અને યોગ્ય સારવાર પણ અવશ્ય લો. લકી કલર: કેસરી લકી નંબર: 9 પોઝિટિવ: આ સમયે ગ્રહોની સ્થિતિ અને ભાગ્ય તમારા પક્ષમાં છે. તમને તમારી કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાની યોગ્ય તક મળશે. વર્તમાન સમયનો પૂરતો ઉપયોગ કરો. યુવાનોને તેમના પ્રોજેક્ટ માટે કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. નેગેટિવ: બીજાની અંગત બાબતોમાં હસ્તક્ષેપ ન કરો નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે. કામના બોજને કારણે ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું આવી શકે છે. તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો. બાળકોને માર્ગદર્શન અને સહયોગ આપવાથી તેમનું મનોબળ વધશે. કરિયરઃ કાર્યક્ષેત્રમાં ચોક્કસ વ્યૂહરચના અને મહેનતના ટૂંક સમયમાં જ યોગ્ય પરિણામો મળશે, તેથી તમારું પૂરૂ ધ્યાન તમારા કામ પર કેન્દ્રિત કરો. લવ: ઘરમાં સુખ-શાંતિથી ભરેલું વાતાવરણ રહેશે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી કોઈપણ ગેરસમજ દૂર થશે. મિત્રો સાથે કૌટુંબિક ગેટ-ટુગેધરનું આયોજન પણ થશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર માનસિક શ્રમ વધુ હોવાને કારણે માથામાં ભારેપણું અને થાક અનુભવાઈ શકે છે. લકી કલર: બદામી લકી નંબર: 1 પોઝિટિવ: કોઈ નવી યોજના પર કામ કરવું લાભદાયી સાબિત થશે. મગજમાં કેટલાક નવા વિચારો પણ આવશે. આ સમયે તમે તમારી અંદર સકારાત્મક ઊર્જા અનુભવશો અને વિચારોમાં ભાવુકતા વધુ રહેશે. ભાઈ-બહેનો વચ્ચેના પરસ્પર સંબંધોમાં મધુરતા વધશે. નેગેટિવ: ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે તમારી નબળાઈ કોઈની પણ સામે જાહેર ન થવા દો. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા ન કરો કે નવી પ્રવૃત્તિ શરૂ ન કરો, કારણ કે સકારાત્મક પરિણામો મળશે નહીં. નિર્ણય લેવામાં તકલીફ પડે તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. કરિયરઃ ગ્રહોની સ્થિતિ સાનુકૂળ રહે. વિદેશ સંબંધિત વ્યવસાયમાં પરિસ્થિતિઓ સાનુકૂળ બનવાના એંધાણ છે. લવ: ઘર-પરિવારમાં વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન યોગ્ય વ્યવસ્થા જાળવી રાખશે. મિત્રો સાથેની મુલાકાત ખુશગવાર રહેશે. સ્વાસ્થ્ય: પડવા કે વાગવાની સ્થિતિ બની રહી છે. જોખમી કામોથી દૂર રહો. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: પડકારોનો સ્વીકાર કરવો તમારા માટે સફળતાના દ્વાર ખોલશે. પ્રભાવશાળી વ્યક્તિઓનો સહયોગ તમારી પ્રગતિમાં મદદરૂપ સાબિત થશે અને મહેનત પ્રમાણે યોગ્ય ફળ પણ મળશે. સ્થાન પરિવર્તન ઈચ્છતા લોકોને કોઈ સારા સમાચાર મળશે. નેગેટિવ: તમારા સ્વભાવમાં અહંકારની ભાવના ન આવવા દો, આનાથી બનતા કામમાં પણ અડચણ આવી શકે છે. ભાઈઓ સાથે સંબંધો મધુર રાખો. ખર્ચ કરતી વખતે તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓએ કોઈપણ સ્પર્ધામાં બેદરકારી ન દાખવવી. કરિયરઃ તમારું પૂરૂ ધ્યાન તમારા કાર્યસ્થળ પર જ કેન્દ્રિત કરો. બહારની પ્રવૃત્તિઓ માટે ગ્રહોની સ્થિતિ સાનુકૂળ નથી. લવ: કોઈ અન્ય વ્યક્તિની દખલ તમારા અંગત જીવનમાં પડવા ન દો. પરસ્પર સમન્વય જાળવવાથી ઘરમાં સારી વ્યવસ્થા રહેશે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનની નકારાત્મક અસરોથી બચવા માટે તમારો આહાર અને દિનચર્યા એકદમ વ્યવસ્થિત રાખો. લકી કલર: વાદળી લકી નંબર: 4 પોઝિટિવ: આજે તમારું કોઈ સપનું સાકાર થવાનું છે. પરિવર્તન સંબંધિત યોજનાઓનો અમલ કરવાનો સાનુકૂળ સમય છે. માતા-પિતા અને વરિષ્ઠજનોનો સહયોગ મળશે. પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વના મુદ્દા પર ચર્ચા-વિચારણા પણ થશે. નેગેટિવ: કોઈપણ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય તો સંયમ રાખો અને બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો. લેવડદેવડ સંબંધિત બાબતોમાં માત્ર વિશ્વાસ રાખવાને બદલે લેખિત કાર્યવાહી અવશ્ય કરો. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કરિયરઃ બિઝનેસમાં નવા કામ શરૂ કરતા પહેલા વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. કર્મચારીઓ અને સહયોગીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. લવ: પારિવારિક કામોમાં તમારો સહયોગ ઘરની વ્યવસ્થાને યોગ્ય બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે. સ્વાસ્થ્ય: મોસમી તકલીફો જેમ કે શરદી-ઉધરસ વગેરેથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનો વધુ ઉપયોગ કરો તથા સારી દિનચર્યા રાખો. લકી કલર: લાલ લકી નંબર: 3 પોઝિટિવ: સામાજિક અને રાજકીય ક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે. લાભદાયી સંપર્કો સ્થપાશે. આજે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે અને થાક છતાં તમે ખૂબ જ ખુશી અનુભવશો. અવિવાહિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવવાની શક્યતા છે. નેગેટિવ: ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. જમીન, વાહન વગેરેની ખરીદી માટે લોન લેવાની યોજના બની શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં, આ તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરવાનું કારણ જ બનશે. કરિયરઃ માર્કેટિંગ સંબંધિત કામકાજમાં નવી તકનીકનો ઉપયોગ કરવો જરૂરી છે. મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા તમારા કામ કરવાનો પ્રયાસ કરો, ચોક્કસ ફાયદો થશે. લવ: પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ અને સમન્વય ખૂબ સારો રહેશે. ઘરના વરિષ્ઠ સભ્યો પ્રત્યેની સેવાભાવના બદલામાં આશીર્વાદ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય: વર્તમાન નકારાત્મક વાતાવરણ અને મોસમી ફેરફારોથી સતર્ક રહો. તમારો આહાર અને દિનચર્યા એકદમ સંયમિત રાખો. લકી કલર: સફેદ લકી નંબર: 7 પોઝિટિવ: જો કોઈ વિશેષ પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય છે. પૂર્ણ એકાગ્રતા સાથે તેના પર કામ કરો. વરિષ્ઠ લોકોના સાનિધ્યમાં તમને ઘણી નવી બાબતો શીખવા મળશે. આ વાતો પર જરૂર ધ્યાન આપો. નેગેટિવ: સંયમિત વર્તન રાખો. તમારો ગુસ્સો અને બીજા પર વધુ પડતો અધિકાર દર્શાવવો તમને તમારા નજીકના લોકોથી દૂર કરી શકે છે. બાળકો પોતાના કરિયરને લઈને થોડો તણાવ અનુભવશે, જોકે વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન મદદરૂપ સાબિત થશે. કરિયરઃ વ્યવસાયમાં કામનો ભાર વધુ રહેશે, પરંતુ મહેનતના હિસાબે સાનુકૂળ પરિણામો પણ મળશે. ભાગીદારી સંબંધિત પ્રવૃત્તિઓમાં યોગ્ય તાલમેલ રાખવાની જરૂર છે. બિઝનેસમાં નવા નવા લોકો સાથે સંપર્કો બનશે. લવ: દામ્પત્ય જીવનમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે. વિરોધી લિંગના વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે મર્યાદા જાળવવી જરૂરી છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસ્થિત દિનચર્યા તથા યોગ-કસરત વગેરે કરવાથી તમે ઊર્જાવાન રહેશો. લકી કલર: લીલો લકી નંબર: 8
    Click here to Read More
    Previous Article
    23 ઓગસ્ટનું અંકફળ:અંક 1 અને અંક 4ના જાતકોના અણધાર્યા ખર્ચ વધશે, અંક 6ના જાતકોએ સાંજ પહેલાં પોતાના જરૂરી કામ પૂરાં કરી લેવા
    Next Article
    લગ્નના 6 મહિનામાં જ નવદંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસ:એક જ ચૂંદડીથી ગળેફાંસો ખાધો, MPથી મજૂરી કરવા આવેલા પતિનું મોત; પત્ની વેન્ટિલેટર પર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment