Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમને પૈસા નથી જોઈતા, બ્લેક બોક્સના ડેટા જાહેર કરો':રિદ્ધિ પડસાળાના માતાનું દર્દ- દીકરીના મોતના પૈસાથી 6 મહિનામાં જમાઈએ બીજા લગ્ન કર્યા!, અ'વાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યન હજુપણ ડરમાં

    1 week ago

    અમદાવાદની એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું છે. એક વર્ષમાં આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 242 ઉપરાંત લોકોના સપના પણ મરી ગયા છે. પરિવાર તેમના માટે આજે પણ આંસુ પાડી રહ્યો છે. આવું જ કંઈ અમરેલીની રિદ્ધિ પડસાળા નામની યુવતીનું પરિવારનું છે. દીકરીને એરપોર્ટથી વિદાય આપીને નીકળીને રસ્તામાં પહોંચ્યા ત્યારે પરિવારને પ્લેન ક્રેશની ખબર પડી હતી. ત્યારે મૃતકની માતા ગીતાબેન પડસાળાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વેદનાને આક્રોશ સાથે ઠાલવી છે. તેઓ સરકાર અને ઉડ્ડયન વિભાગ પાસે આર્થિક વળતર નહીં, પરંતુ અકસ્માત પાછળનું સાચું કારણ જાણવા માટે પ્લેનનું 'બ્લેક બોક્સ' જાહેર કરવાની ઉગ્ર માંગ કરી છે. માતાએ જમાઈ સામે પણ રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, દીકરીના મોતના પૈસાથી 6 મહિનામાં જમાઈએ બીજા લગ્ન કરી લીધા અને પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું. આ દુર્ઘટનાને દુનિયાને બતાવનાર આર્યન અસારી આજે પણ ડર અનુભવી રહ્યો છે. એ ઘટનાથી એટલો ભયભીત છે કે પ્રાર્થના કરી રહ્યો છે, કે આવી દુર્ઘટના ક્યારેય ન થાય. દીકરીના મોતથી પરિવારને ટોટલ લોસ ગીતાબેન પડસાળાએ ભારે હૈયે દુઃખ સાથે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મારી દીકરી રિદ્ધિ પડસાળા જે આ પ્લેન ક્રેશમાં ગઈ, અમારા માટે તો અત્યારે એવો સમય છે કે અમારું બધું જ જતું રહ્યું. કંઈ વધ્યું જ નહિ એમ, 'ટોટલ લોસ'. કારણ કે અમારા ઘરની એ રોનક હતી, અમારા ઘડપણની લાકડી હતી મારી દીકરી. અમદાવાદ પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટના 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (SVPIA)નજીક ભારતની સૌથી મોટી અને અત્યંત કરુણ વિમાન દુર્ઘટનાઓમાંથી એક ઘટી હતી. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) ટેકઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. અસારવાની બી. જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન તૂટી પડ્યું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. માત્ર એક મુસાફરનો જ ચમત્કારિક બચાવ થયો હતો. પાંચ દિવસે બોડી મળી, દુઃખ વ્યક્ત કરવા શબ્દો નથી-માતા ગીતાબેન પડસાળાએ એ દિવસની સમગ્ર ઘટના જણાવી અને કહ્યું કે, અમે એને હસતાં હસતાં એરપોર્ટે મૂકવા જતા હતા. સાડા દસ થયા હતા, સામાન ચેકિંગ કરાવીને એ અંદર જતી રહી. એણે અમને કહ્યું કે 'હવે તમે લોકો ઘરે જાવ, ભાઈ માધવ આખી રાત જાગ્યો છે, તો ઘરે જઈને સૂઈ જાય. હું પ્લેનમાં પણ સૂઈ જઈશ અને પહોંચીને ફોન કરીશ. અમે અડધે રસ્તે પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થયું છે. અમે નોર્મલ ફેમિલીના માણસોએ ક્યારેય વિચાર્યું નહોતું કે પ્લેન ક્રેશ એટલે શું? સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રાડારાડી અને ચીસાચીસ જોઈ. અમને એમ હતું કે હાથ-પગમાં ઈજા થઈ હશે, પણ સાવ આવું થશે એવું નહોતું વિચાર્યું. અમે ચારેય કોર એને વોર્ડમાં શોધતા હતા, પણ છેલ્લે ખબર પડી કે કોઈ બચ્યું નથી. મારો દીકરો પાંચ દિવસ ત્યાં સિવિલમાં રહ્યો, ત્યારે પાંચમે દિવસે અમને બોડી મળ્યું. આ દુઃખ એટલું મોટું છે કે મારી પાસે કોઈ શબ્દો નથી. જમાઈ અને સાસરી પક્ષે માનવતા લજવી દીકરીના મોત બાદ જમાઈએ લગ્ન કરી લેતા રિદ્ધિના માતા ખૂબ રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, એર ઈન્ડિયાના 25લાખ અને ટાટા વાળાના 1 કરોડ રૂપિયા જાહેર થયા હતા. મારા જમાઈએ બધા કાગળિયા કમ્પ્લીટ કરીને એ પૈસા લઈ લીધા. દુઃખ એ વાતનું છે કે દીકરીના મોતના હજી 6 મહિના પણ નહોતા થયા ત્યાં એ છોકરાએ બીજા લગ્ન કરી લીધા! એના પિતાએ કીધું કે 'આ પૈસા મારા દીકરાના લગ્ન માટે જોઈશે. મારી દીકરીના મોતના પૈસા એણે વૈભવી ફાર્મમાં લગ્ન અને પ્રી-વેડિંગ શૂટ પાછળ વાપર્યા. આ ઘટના માનવતાને શર્મશાર કરનારી છે. એનું તો કાંઈ ન ગયું, એને પૈસા મળી ગયા, લગ્ન થઈ ગયા ને વેલસેટ થઈ ગયો. ગયું તો અમારું છોકરું ગયું, અમારું તો પાછળ બધું જ લૂંટાઈ ગયું. નાનપણથી દુઃખ વેઠીને છોકરા મોટા કર્યા, હવે જિંદગી જીવવા જેવી લાગતી જ નથી. ન્યાયની માગ સાથે 'બ્લેક બોક્સ'ના ડેટાની માંગણી ગીતા પડસાળાએ માગ કરી કે, અમે નોર્મલ ફેમિલીના માણસો છીએ, અમારે પૈસાની કોઈ જ જરૂર નથી કે અમારે કઈ જોતું નથી. સરકાર પાસે અમારી બસ એટલી જ માંગણી છે કે આ અકસ્માત ક્યા કારણસર થયો? આટલા બધા જીવ કઈ રીતે ગયા? પ્લેનની અંદર શું ખામી હતી? સરકાર બ્લેક બોક્સના ડેટા જાહેર કરે, અમારો હક છે એ જાણવાનો કે અમારું બાળક કઈ રીતે ગયું. બસ, બ્લેક બોક્સના ડેટા જાહેર કરો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલી:SP પ્રેમસુખ ડેલુએ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવા આદેશ કર્યા
    Next Article
    દ્વારકા ભદ્રકાળી ચોક માટે ₹994.64 લાખની યોજના મંજૂર:વરસાદી પાણીના નિકાલનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment