Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા ભદ્રકાળી ચોક માટે ₹994.64 લાખની યોજના મંજૂર:વરસાદી પાણીના નિકાલનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાશે

    1 week ago

    દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે ₹994.64 લાખની સ્ટોર્મ વોટર ડ્રેનેજ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આનાથી સ્થાનિકો, વેપારીઓ અને યાત્રાળુઓને દર ચોમાસે થતી હાલાકીમાંથી રાહત મળશે. દર વર્ષે ચોમાસા દરમિયાન ભદ્રકાળી ચોકમાં પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બનતી હતી. નાના વેપારીઓને નુકસાન થતું હતું અને શહેરના આ મહત્વના માર્ગ પર ટ્રાફિક ધીમો પડતો હતો. આ સમસ્યા લાંબા સમયથી દ્વારકાવાસીઓ માટે ચિંતાનો વિષય હતી. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની રજૂઆત બાદ આ યોજનાને મંજૂરી મળી છે. આ યોજનામાં ભદ્રકાળી ચોકથી રાવળા તળાવ સુધી આર.સી.સી. ઓપન બોક્સ ડ્રેઈન બનાવવાનો સમાવેશ થાય છે, જે વરસાદી પાણીના નિકાલ માટે નવી દિશા પૂરી પાડશે. કુલ ₹994.64 લાખના ખર્ચે આ યોજનામાં 600, 900 અને 1200 મીમી ડાયાની આર.સી.સી. પાઈપ લાઈન, હાઈવેથી મોડેલ હાઈસ્કૂલ સુધી આર.સી.સી. ઓપન બોક્સ ડ્રેઈન, ભદ્રકાળી ચોકથી રાવળા તળાવ સુધી ઓપન બોક્સ ડ્રેઈન, રાવળા તળાવની ઊંડાઈ વધારવાના કામો અને રોડ રિસ્ટોરેશનના કામોનો સમાવેશ થાય છે. આ યોજનાનો અમલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવશે. વિગતવાર સર્વે, ડીપીઆર, અંદાજો અને નકશા તૈયાર થયા બાદ તકનીકી અને વહીવટી મંજૂરી મેળવવાની રહેશે. વહીવટી મંજૂરી મળ્યા બાદ નિર્ધારિત સમયમાં કામગીરી પૂર્ણ કરવાની શરત પણ રાખવામાં આવી છે. દ્વારકા લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. આવા યાત્રાધામના મુખ્ય વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉકેલાવાથી શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. આ યોજના દ્વારકાવાસીઓ માટે મોટી રાહત સમાન છે.
    Click here to Read More
    Previous Article
    'અમને પૈસા નથી જોઈતા, બ્લેક બોક્સના ડેટા જાહેર કરો':રિદ્ધિ પડસાળાના માતાનું દર્દ- દીકરીના મોતના પૈસાથી 6 મહિનામાં જમાઈએ બીજા લગ્ન કર્યા!, અ'વાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યન હજુપણ ડરમાં
    Next Article
    CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને ધમકી:CMOને 1.11, AMC ઓફિસને 3.11 અને RSS કાર્યાલયને 5.11 વાગ્યા ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ઇ-મેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment