Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 કિલો મેફેડ્રોન મામલો, ATSએ બે આરોપીની UPથી ધરપકડ કરી'તી:બંને આરોપીને મેટ્રોપોલિટન કોર્ટે 12 દિવસના રિમાન્ડ પર સોંપ્યા

    6 days ago

    5.980 કિલો મેફેડ્રોન મામલે ATS એ બે આરોપીઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. ત્યારબાદ બન્ને આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી.જોષીએ બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આ કેસમાં ATSએ અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. 4.6 કિલો મેફેડ્રોનના જથ્થા મામલે ATSની ટીમે ઉત્તર પ્રદેશથી કપીલદેવ છેદીલાલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામ કોલીની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.પ્રજાપતિએ બન્ને આરોપીઓને કોર્ટમા રિમાન્ડ માટે રજૂ કર્યા હતાં. મેફેડ્રોનનો જથ્થો તેમજ ડ્રગ્સ બનાવના કેમિકલ અને સાધનો મળી આવ્યા જ્યાં સરકારી વકીલ જયેશ યાદવે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ આરોપીઓએ અગાઉ પકડાયેલ આરોપી સોહીલ ઉર્ફે ભુરાને 300, ગ્રામ મેફેડ્રોન (MD) વેચ્યું હતું. આ ડ્રગ્સની ડિલીવરી કરવા અમદાવાદ કોણ આવ્યું હતું અને તેનો મોબાઈલ નંબર શું છે ?, રેડ દરમિયાન આ આરોપીઓ પાસેથી 5.980 કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો તેમજ ડ્રગ્સ બનાવના કેમિકલ અને સાધનો મળી આવ્યા છે. તેને વધુમાં કહ્યું કે, આ સાધનો અને કેમિકલ તેઓ કોની પાસેથી લાવ્યા હતા તેની કડી મેળવવાની છે ?, તેઓ ક્યારથી ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા અને અત્યાર સુધીમાં અન્ય કઈ કઈ જગ્યાએ ડ્રગ્સ બનાવ્યું કે વેચ્યું છે ? આ ગેરકાયદેસર ધંધામાં તેમની સાથે બીજા કયા વ્યક્તિઓ સામેલ છે તેની પૂછપરછ કરવાની છે. બંને આરોપીના 12 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખ્યો છે કે કેમ તે જાણીને તેને કબજે કરવાનો છે, શું આ આરોપીઓ કોઈ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા અથવા કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે તેની તપાસ કરવી જરૂરી છે. ડ્રગ્સના વેચાણથી મળેલા નાણાં તેઓ કયા માધ્યમથી મેળવતા હતા અને આ ગુનાહિત કમાણીથી કોઈ સ્થાવર કે જંગમ મિલકત વસાવી છે કે કેમ તેની વિગતો મેળવવાની છે, આરોપીઓના મોબાઈલ ફોનના CDR. મેળવી તેમાં આવતા શંકાસ્પદ સંપર્કો બાબતે તેમની હાજરીમાં પૂછપરછ કરવી જરૂરી છે, આ આરોપીઓ અગાઉ NDPS કે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    વોર્ડ-11નાં રહેવાસીઓનો મનપા કચેરીએ હોબાળો:ડે. કમિશનરને રજુઆત કરી ચૂંટણી અને વેરા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
    Next Article
    ફાર્મહાઉસ પર તાંડવ મચાવનારાએ દંડા વરસતા હાથ જોડી માફી માગી:‘સાહેબ ભૂલ થઈ ગઈ, માફ કરો’ બોલતા રહ્યાં ને લાઠીઓ વરસતી રહી, ચાણસ્મા પોલીસ સ્ટેશનથી બસ ડેપો સુધી સરઘસ કાઢ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment