Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાર્મહાઉસ પર તાંડવ મચાવનારાએ દંડા વરસતા હાથ જોડી માફી માગી:‘સાહેબ ભૂલ થઈ ગઈ, માફ કરો’ બોલતા રહ્યાં ને લાઠીઓ વરસતી રહી, ચાણસ્મા પોલીસ સ્ટેશનથી બસ ડેપો સુધી સરઘસ કાઢ્યું

    1 week ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ટોળાએ તરખાટ મચાવ્યો હતો. હથિયારો સાથે તોડફોડ કરી આતંક મચાવનાર ટોળકીના 18 શખસોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળાના કારણે પોલીસે પણ 112 જનરક્ષક ગાડીઓ લઈને ભાગવું પડ્યું હતું. મંદિરના ફાળા બાબતે થયેલી જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખસોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. એટલું જ નહીં, જાહેર માર્ગ પર આરોપીઓ પર દંડા વરસાવ્યા હતા. એકબાજુ પોલીસના દંડા વરસતા હતા અને બીજી બાજુ આરોપીઓ સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો. આરોપીઓને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસે આ શખસો પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મગાવી હતી. ત્યારબાદ આરોપીઓને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી કડક હાથે કાયદાનું ભાન કરાવ્યું હતું. આખો બનાવ શું હતો? ઝીલિયા ગામે આવેલા એક ફાર્મ હાઉસ પર 15થી 20 જેટલા શખસોએ હથિયારો સાથે ધસી આવી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ ત્યાં હાજર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મંદિરનો ફાળો ઉઘરાવવા મુદ્દે ચાલી રહેલા મનદુઃખને કારણે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. ગઈકાલે (17 માર્ચ 2026) પાટણ એસપીએ ઝીલિયામાં બનેલી ઘટનાને પગલે ચાણસ્મા પોલીસ સ્ટેશનના 3 અધિકારી અને 5 કર્મચારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દીધા હતા. જેમાં PI આર. એચ. સોલંકી, ASI હરેશ અરજણભાઈ અને HC સંજય મોહનલાલ સામેલ છે. તેમજ ફરજ પરના તમામ -5 GRDને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસની કડક કાર્યવાહી અને સરઘસ બનાવની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર જહુ શંકુ ઠાકોર સહિત કુલ 18 શખસોની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનથી બસ સ્ટેશન સુધી આ માથાભારે શખસોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે આ શખસો પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મગાવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓની યાદી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં 18 શખસનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે તમામ 18 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની કાર્યવાહી સામે ઉઠ્યા પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને જાહેરમાં માર મારતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો સીધું ઉલ્લંઘન થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આવા એક મામલે પોલીસ સામે લાલ આંખ કરી હતી. માનવ અધિકારોનું ઉલ્લંઘન સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે પોલીસ કસ્ટડી કે જાહેર રસ્તા પર કોઈ પણ વ્યક્તિને માર મારવો એ બંધારણની કલમ 21 (જીવવાનો અને ગરિમાનો અધિકાર)નું ઉલ્લંઘન છે. ગુનેગારને સજા આપવાનું કામ કોર્ટનું છે, પોલીસનું નહીં. ડી.કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય (ઐતિહાસિક ચુકાદો) આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે: ધરપકડ કરાયેલા વ્યક્તિ સાથે માનવીય વર્તન થવું જોઈએ. કોઈપણ પ્રકારની શારીરિક યાતના (ટોર્ચર) ગેરકાયદેસર છે. જો પોલીસ કસ્ટડીમાં કે જાહેરમાં હિંસા કરે, તો તે પોલીસ અધિકારી સામે ખાતાકીય તપાસ અને ફોજદારી ગુનો બની શકે છે. તાજેતરના ચુકાદાઓ અને હાઈકોર્ટનું વલણ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે પણ ખેડાના માતર તાલુકાના એક કિસ્સામાં (જ્યાં પોલીસ દ્વારા જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા) કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે: જાહેરમાં થાંભલે બાંધીને કે લાકડીથી મારવું એ અસંસ્કારી વર્તન છે. પોલીસ પાસે આવી રીતે સજા આપવાની કોઈ સત્તા નથી. આવા કૃત્યો માટે જવાબદાર પોલીસ અધિકારીઓ જેલની સજા અને દંડને પાત્ર છે. પોલીસ ક્યારે બળપ્રયોગ કરી શકે? કાયદા મુજબ પોલીસ માત્ર નીચેની પરિસ્થિતિમાં ન્યૂનતમ બળ (મિનિમમ ફોર્સ) વાપરી શકે છે: જ્યારે ભીડ હિંસક બની હોય અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડતી હોય. જ્યારે ગુનેગાર પોલીસ પર હુમલો કરે અથવા ભાગવાનો પ્રયત્ન કરે. પરંતુ, આ બળપ્રયોગ પણ "શિક્ષા" તરીકે નહીં, પણ પરિસ્થિતિને "નિયંત્રિત" કરવા માટે જ હોવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    6 કિલો મેફેડ્રોન મામલો, ATSએ બે આરોપીની UPથી ધરપકડ કરી'તી:બંને આરોપીને મેટ્રોપોલિટન કોર્ટે 12 દિવસના રિમાન્ડ પર સોંપ્યા
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:'ગબ્બરે' કહ્યું- 'આ વખતે સુરત મનપામાં વિપક્ષના સૂપડા સાફ થશે', હીરા મેનેજર લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment