Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદ:પાકિસ્તાની આરોપીઓ દ્વારા 300 કિલો જેટલું હિરોઈન ભારતમાં સ્મગલિંગ કરીને, પૈસા આતંકવાદી પ્રવૃતિઓમાં વાપરવાનો આક્ષેપ હતો

    2 दिन पहले

    અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ સ્થિત NIAની વિશેષ કોર્ટે કુલ 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષ કેદની સજા ફટકારી છે. 7 આરોપીઓ પૈકી 6 પાકિસ્તાની આરોપીઓ સફદર અલી- કેપ્ટન, અલાહી દાદ અંગિયા૨ા, અઝીમ ખાન, અબ્દુલ અઝીઝ,અબ્દુલ ગફુર, મોહમ્મદ મલાહ અને એક ભારતીય નાગરિક રમઝાન પલાણી જે ભારતીય બોટ ફેઝાને કિર્માનીનો ટંડેલ હતો. 6 પાકિસ્તાની આરોપીઓ પર ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પણ આરોપ 21 મે, 2019ના રોજ DRIને બાતમી મળી હતી કે, એક પાકિસ્તાની બોટ અલ-મદીના જખૌ નજીક ભારતીય દરિયાઈ સીમામાં હેરોઈનની ડિલિવરી કરવા આવી રહી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજ અરિંજય દ્વારા પાકિસ્તાની બોટને ઘેરવામાં આવી ત્યારે પાકિસ્તાની બોટના ક્રૂ મેમ્બરોએ શંકાસ્પદ કોથળાઓ દરિયામાં ફેંકી દીધા હતા. કોસ્ટ ગાર્ડે દરિયામાંથી 7 કોથળા, 194 પેકેટમાં આશરે 217.85 કિલો હેરોઈન રિકવર કર્યા હોવાનો દાવો કર્યો હતો. વિશેષ NIA કોર્ટે NDPS, UAPA અને IPCના ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યા આરોપીઓ ઉપર આક્ષેપ હતો કે, પાકિસ્તાની અને ભારતીય આરોપીઓએ મળીને આશરે 330 કિલો હેરોઇન પાકિસ્તાનથી ભારતમાં સ્મગલિંગ કરવાનું અને તેમાંથી મળેલા પૈસા આતંકવાદી પ્રવૃત્તિઓમાં વાપરવાનું ષડયંત્ર રચ્યું હતું. 6 પાકિસ્તાની આરોપીઓ પર પાસપોર્ટ અને વિઝા વિના ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પણ આરોપ હતો. જોકે, વિશેષ NIA કોર્ટે NDPS, UAPA અને IPCના ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યા હતા. NDPS એક્ટ અંતર્ગત કાયદાકીય પાલનનો અભાવ, DRI અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ગુપ્ત બાતમીને લેખિતમાં નોંધવામાં અને પોતાના વરિષ્ઠ અધિકારીઓને નિયમ મુજબ 72 કલાકમાં મોકલવામાં નિષ્ફળ રહ્યા હતા, જે કાયદાકીય રીતે ફરજિયાત છે. બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી કે હેરોઈન મળ્યું નહોતું કોર્ટે દરિયામાંથી કોથળાઓ રિકવર કરવાની કોઈ વીડિયોગ્રાફી કે સ્વતંત્ર પંચોની હાજરીમાં પ્રોસિજર કરવામાં આવી નહોતી હોવાનું નોંધ્યું હતું. આરોપી ભારતીય નાગરિક પાસેથી કોઈપણ નશીલો પદાર્થ મળી આવ્યો નહોતો. કોસ્ટ ગાર્ડ અને NIA એ દાવા કર્યા હતા કે VHF ચેનલ પર કોલ સાંભળીને ડિલિવરી લેવા આવ્યો હતો, પરંતુ પૂછપરછ દરમિયાન તેણે ફક્ત પોતાનું સાચું નામ આપ્યું હતું. બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી કે હેરોઈન મળ્યું નહોતું. તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા NIA કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોના સ્મગલિંગના તમામ આરોપોમાંથી તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે પાકિસ્તાની આરોપીઓને ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ અંગે દોષિત ઠેરવ્યા હતા. પાકિસ્તાની નાગરિકોને કોઈપણ માન્ય પાસપોર્ટ, વિઝા કે કાયદેસરના દસ્તાવેજો વિના ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ્યા હોવાનું પૂરવાર થયું હતું. પરિણામે કોર્ટે પાકિસ્તાની નાગરિકોને 08 વર્ષની કેદ અને 52 હજારનો દંડ ફટકાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: મોદીએ શબ્દો બદલ્યા-સરકાર ધ્રૂજી:સત્તાનો ડર હવે ખતમ, સોશિયલ મીડિયાનાં હથિયારે મજબૂત નેતૃત્વના પાયા હચમચાવ્યા, Gen-Z આંદોલનનાં પાંચ લર્નિંગ
    Next Article
    મોરબી ST બસમાં યુવાન મૃત હાલતમાં મળ્યો:મોડાસા રૂટની બસમાં મૃતદેહ મળ્યો, હાથ પર ટેટૂથી ઓળખના પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment