Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાંતિ એશિયાટિક સ્કૂલમાં 'બેગ ફ્રી ડે'નું આયોજન:ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ડાન્સ, મનોરંજન સાથે તણાવમુક્ત દિવસ માણ્યો

    1 day ago

    અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા તાજેતરમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 'બેગ ફ્રી ડે'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓને પુસ્તકોના ભાર વિના શાળાએ આવવાની તક મળી હતી. આ ખાસ દિવસે વિદ્યાર્થીઓએ વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેમણે ડાન્સ ટીચર્સ પાસેથી ડાન્સના નવા સ્ટેપ્સ શીખ્યા હતા. શૈક્ષણિક પ્રવૃત્તિઓથી અલગ, વિદ્યાર્થીઓએ પોતાની કળા પ્રદર્શિત કરવા માટે 'ઇન્ટર હાઉસ ફ્રેન્ડલી ડાન્સ કોમ્પિટિશન'માં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડી, તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો. સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ મિત્રો સાથે આનંદ અને ડાન્સ પ્રવૃત્તિઓનો ભરપૂર લાભ લીધો હતો. શાંતિ એશિયાટિક સ્કૂલનો આ પ્રયાસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી:પાદરા નજીક ખેતરમાંથી એલસીબીએ 2.11 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, રેડમાં પિતા-પુત્ર ઝડપાયા
    Next Article
    ચૈત્રી નવરાત્રિ આઠમ, રામ નવમીની ઉજવણી:શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળ દ્વારા માતાજીને વિશેષ શ્રૃંગાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment