Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી:પાદરા નજીક ખેતરમાંથી એલસીબીએ 2.11 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, રેડમાં પિતા-પુત્ર ઝડપાયા

    1 day ago

    વડોદરા જિલ્લાના પાદરા નગર વિસ્તારમાં બજરંગનગર પાછળ આવેલા ખેતરમાં જિલ્લા પોલીસ દ્વારા દરોડો પાડીને 2.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી બુટલેગર પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપી ફરાર થઈ ગયો તેને વોન્ટેડ જાહેર કરાયો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, પૃથ્વી પટેલે પોતાના ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને છૂટક વેચાણ કરે છે. આ બાતમીને આધારે સ્થળ પર પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. દરોડા દરમિયાન શંભુ માળી ફરાર થઈ ગયો હતો આ દરોડા દરમિયાન પૃથ્વી રીંકીન પટેલ અને તેમના પિતા રીંકીન ભોગીલાલ પટેલને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ દારૂના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તેઓ દારૂનો જથ્થો શંભુ માળી (રહે. તરસાલી, વડોદરા) પાસેથી લાવવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શંભુ માળી ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે. 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે સ્થળ પરથી 2.11 લાખનો દારૂ એક મોબાઇલ ફોન અને એક વાહન સહિત કુલ રૂપિયા 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:કેજરીવાલે કહ્યું- આજથી 30 વર્ષ પહેલા ગુજરાત ભારતનું નંબર વન રાજ્ય હતું, પણ હવે નીચેના ક્રમે આવે છે
    Next Article
    શાંતિ એશિયાટિક સ્કૂલમાં 'બેગ ફ્રી ડે'નું આયોજન:ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ડાન્સ, મનોરંજન સાથે તણાવમુક્ત દિવસ માણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment