Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેને 6 મહિનાની ઉંમરથી દત્તક લઈ ઉછેર્યો, તે કાળ બન્યો:નશાખોર પુત્રએ 73 વર્ષીય વૃદ્ધ માતાને અસહ્ય ત્રાસ આપ્યો; મામલો પોલીસ મથકે પહોંચ્યો

    4 days ago

    વડોદરાના બાપોદ વિસ્તારમાં કળિયુગી પુત્રની નરાધમતાનો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 73 વર્ષીય નિરાધાર વૃદ્ધ માતાએ પોતાના જ દત્તક લીધેલા પુત્રના અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે 181 'અભયમ' મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. જે દીકરાને સંતાન ન હોવાના કારણે માત્ર 6 મહિનાની નાની ઉંમરે દત્તક લાવીને સગા પુત્રની જેમ ઉછેર્યો હતો, તે જ પુત્ર આજે નશાની લતમાં ડૂબીને વૃદ્ધ માતા માટે કાળ સમાન બન્યો છે. સતત વધતા આતંક બાદ આખરે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ઇન્જેક્શનના નશાની લત, પૈસા માટે ઘરમાં તોડફોડ અને મારપીટ બાપોદ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધાએ 181 હેલ્પલાઇન પર કટોકટીના સમયે ફોન કરીને પોતાની આપવીતી જણાવી હતી. અભયમની મહિલા કાઉન્સિલરની ટીમ તાત્કાલિક તેમના ઘરે પહોંચી હતી, જ્યાં કાઉન્સેલિંગ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. વૃદ્ધાએ રડતાં-રડતાં જણાવ્યું કે, લગ્ન બાદ સંતાન સુખ ન હોવાથી તેમણે અને તેમના સ્વર્ગસ્થ પતિએ વર્ષો પહેલાં એક અનાથ આશ્રમમાંથી બાળકને દત્તક લીધો હતો. પોતાની કૂખે જન્મેલા સંતાનની જેમ જ તેનું લાલન-પાલન કરી તમામ જરૂરિયાતો પૂરી કરી હતી. પરંતુ મોટો થતાં જ પુત્ર ભારે નશાની લતમાં ફસાઈ ગયો હતો. તે ડ્રગ્સના ઇન્જેક્શન લેતો હોવાથી નશાની હાલતમાં અવારનવાર ઉશ્કેરાઈ જતો અને માતા પાસે પૈસાની માંગણી કરતો હતો. જો માતા પૈસા આપવાની ના પાડે તો ઘરમાં કિંમતી સામાનની તોડફોડ કરવી, માતા પર હાથ ઉપાડવો અને ઘરમાંથી જ ચોરીઓ કરવા લાગ્યો હતો. 'મને જ્યાંથી લાવ્યા ત્યાં મૂકી આવો' કહી વૃદ્ધ માતાને મેણાં મારતો વૃદ્ધાએ વધુમાં જણાવ્યું કે, થોડા સમય પહેલાં સંબંધીઓ દ્વારા પુત્રને ખબર પડી ગઈ હતી કે તે આ પરિવારનો સગો દીકરો નથી પરંતુ તેને દત્તક લેવામાં આવ્યો હતો. આ સત્ય સામે આવ્યા બાદ પુત્ર વધુ આક્રમક અને હિંસક બની ગયો હતો. તે જન્મેલી મમતાને ભૂલીને પોતાની વૃદ્ધ માતાને વારંવાર ટોણા મારતો અને કહેતો કે, "તમે મારા સગા મા નથી, મને જ્યાંથી લાવ્યા હતા ત્યાં જ પાછો મૂકી આવો." આ પ્રકારના કડવા વેણ બોલીને તે માતાને માનસિક રીતે સતત ટોર્ચર કરતો હતો. માતા હિંમત હારી, પુત્ર સામે ગુનો નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી અભયમ 181 ની ટીમે પરિસ્થિતિ થાળે પાડવા માટે માતા અને પુત્ર બંનેનું સામસામે બેસાડીને કાયદાકીય અને નૈતિક કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે પુત્રને કડક શબ્દોમાં સમજાવ્યો હતો કે, જે માતાએ નવ મહિના કૂખમાં ન રાખવા છતાં આખી જિંદગી લોહીનું પાણી કરીને તને આ મુકામ પર પહોંચાડ્યો, તેની સાથે આ પ્રકારનું વર્તન કાયદાકીય રીતે ગુનો છે. જોકે, પુત્ર સુધરે તેમ ન હોવાથી અને રોજ-રોજના ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલા વૃદ્ધાએ હવે પુત્ર સાથે રહેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો અને તેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 181ની ટીમે તુરંત જ વૃદ્ધ માતાને બાપોદ પોલીસ સ્ટેશને લઈ જઈને નશાખોર પુત્ર વિરૂદ્ધ લેખિત અરજી કરાવી કાનૂની સુરક્ષા અપાવી હતી. મમતાના ઓછાયા હેઠળ ઉછરેલા પુત્રના આ કૃત્યથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી ફિફ્ટી ચૂક્યો:9 ચોગ્ગા સાથે 22 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી; ઈન્ડિયા-Aનો સ્કોર 97/2
    Next Article
    પીએમ મોદી દેશના સૌથી લાંબા સમયના વડાપ્રધાન બન્યા:બીલીમોરામાં સોમનાથ મંદિરે 4399 દીવા પ્રગટાવી 'નમો' આકૃતિ બનાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment