Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદી દેશના સૌથી લાંબા સમયના વડાપ્રધાન બન્યા:બીલીમોરામાં સોમનાથ મંદિરે 4399 દીવા પ્રગટાવી 'નમો' આકૃતિ બનાવાઈ

    4 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા નેતા બન્યા છે. તેમની આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતી અને વિશેષ પૂજનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ આ ધાર્મિક ઉત્સવમાં જોડાયા હતા. વડાપ્રધાન તરીકેના તેમના 4399 દિવસના કાર્યકાળના પ્રતીક રૂપે મંદિરના પ્રાંગણમાં 4399 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓ અને કાર્યકરોએ દીવાઓની ગોઠવણ કરીને "નમો" (NAMO) શબ્દની આકૃતિ તૈયાર કરી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી મહાઆરતીનો લાભ લીધો હતો. આરતી દરમિયાન ઉપસ્થિત હજારો ભક્તોએ 'જય સોમનાથ' અને 'હર હર મહાદેવ'ના નાદ લગાવ્યા હતા. શ્રદ્ધાળુઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુની કામના કરવાની સાથે દેશની સુખાકારી અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામે સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો છે, જે સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેમના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતે વિકાસના નવા શિખરો સર કર્યા છે અને વૈશ્વિક સ્તરે દેશનું માન વધ્યું છે." તેમણે ઉમેર્યું કે, "બીલીમોરાના સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે તેમના સફળ કાર્યકાળના 4399 દિવસના પ્રતીક રૂપે દીપમાલા પ્રગટાવી મહાઆરતી કરી છે અને બાબા સોમનાથને પ્રાર્થના કરી છે કે વડાપ્રધાનના નેતૃત્વમાં આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે." આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ભક્તિભાવપૂર્વકના માહોલમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    જેને 6 મહિનાની ઉંમરથી દત્તક લઈ ઉછેર્યો, તે કાળ બન્યો:નશાખોર પુત્રએ 73 વર્ષીય વૃદ્ધ માતાને અસહ્ય ત્રાસ આપ્યો; મામલો પોલીસ મથકે પહોંચ્યો
    Next Article
    કાર્યવાહી:કઠવાડાની માતંગી ડેરીમાંથી 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment