Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીની વલ્લભ આશ્રમની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ:6ઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ, મેસમાંથી સેમ્પલ લેવાયા; 64 બાળકોને ચક્કર, ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો

    6 hours ago

    વલસાડના પારડી તાલુકામાં આવેલી વલ્લભ આશ્રમ શાળાની હોસ્ટેલમાં મોટી બેદરકારી સામે આવી છે. ગત 4થી સપ્ટેમ્બરના રોજ હોસ્ટેલના મેસમાં ભોજન લીધા બાદ 64 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા, ઉલટી અને પેટમાં અસહ્ય દુખાવા જેવા ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાયા હતા. આ ગંભીર ઘટનાની જાણ આરોગ્ય વિભાગને મોડેથી થતાં સ્થાનિક તંત્ર અને સંચાલકોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટના અંગે જાણ થતાં જ આજે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વલ્લભ આશ્રમ ખાતે દોડી જઈ સઘન તપાસ હાથ ધરી છે. ​ભોજન લીધા બાદ 64 બાળકોની તબિયત બગડી મળતી માહિતી મુજબ, 4થી સપ્ટેમ્બરે સાંજના સમયે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ભોજન આરોગ્યાના થોડા જ સમયમાં એક પછી એક વિદ્યાર્થીઓને ઉલટી, ચક્કર અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં 64 જેટલા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. શરૂઆતમાં સંસ્થા દ્વારા જ પ્રાથમિક સારવાર આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ​આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે, સેમ્પલ લેવાયા આજે ઘટનાની જાણ થતાં જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO)ના આદેશથી આરોગ્ય વિભાગની ખાસ મેડિકલ ટીમ પારડી વલ્લભ આશ્રમ હોસ્ટેલ ખાતે પહોંચી હતી. ડોક્ટરોની ટીમે અસરગ્રસ્ત તમામ બાળકોની શારીરિક તપાસ કરી જરૂરી દવાઓ અને ઓઆરએસ (ORS)ના પેકેટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ મેસમાંથી રાંધેલા ખોરાક, કાચા અનાજ, મસાલા અને પીવાના પાણીના સેમ્પલ મેળવીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. ​વાલીઓમાં રોષ, કડક કાર્યવાહીની માગ બાળકોની તબિયત બગડવાની ખબર મળતા જ મોટી સંખ્યામાં ચિંતિત વાલીઓ પણ આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. હોસ્ટેલ તંત્ર દ્વારા ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવી વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સંસ્થાના મેસમાં અપાતા ખોરાકની ગુણવત્તા સામે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ​હાલમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની તબિયત સ્થિર અને ખતરાથી બહાર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જોકે, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ અને તપાસના અંતે બેદરકારી દાખવનાર સંચાલકો કે કેટરર્સ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લાયન સફારી પાર્કનો વધારાનો 8 કરોડનો ખર્ચ નામંજૂર:મનપાનાં અધિકારીઓને 10,000 મીટર જગ્યા કેમ ધ્યાન બહાર રહી? 'હર ઘર તિરંગા'નો 9 લાખનો ખર્ચ પરત
    Next Article
    વલસાડ જિલ્લામાં તમાકુ નિયંત્રણમાં કડકાઈ:3 માસમાં 377 કેસ કરી રૂ.62,140નો દંડ વસૂલાયો, જાહેરમાં ધૂમ્રપાન અને તમાકુ વેચાણ સામે વધુ કડક કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment