Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ જિલ્લામાં તમાકુ નિયંત્રણમાં કડકાઈ:3 માસમાં 377 કેસ કરી રૂ.62,140નો દંડ વસૂલાયો, જાહેરમાં ધૂમ્રપાન અને તમાકુ વેચાણ સામે વધુ કડક કાર્યવાહી થશે

    6 hours ago

    વલસાડ જિલ્લામાં તમાકુ નિયંત્રણને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તમાકુ નિયંત્રણ, સંચારી રોગચાળા, ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ તથા સિકલસેલ એનિમીયા કંટ્રોલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. 3 મહિનામાં 377 કેસ, રૂ.62,140નો દંડ તમાકુ નિયંત્રણ કાર્યક્રમની સમીક્ષા દરમિયાન સામે આવ્યું કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, નગરપાલિકા, પોલીસ, ફૂડ વિભાગ, RTO અને સિવિલ હોસ્પિટલની ટીમોએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કુલ 377 કેસ નોંધવામાં આવ્યા હતા અને રૂ.62,140નો દંડ વસૂલવામાં આવ્યો હતો. કલેક્ટરે જાહેરમાં સિગારેટ પીનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવવા સૂચના આપી હતી. સાથે જ પાન-તમાકુના ગલ્લાઓ પર તમાકુના નુકસાન અંગેના જનજાગૃતિ બેનર અને સ્ટીકર ફરજિયાત લગાવવામાં આવે તે માટે પણ જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ડાયેરિયાથી ચાંદીપુરા સુધીના રોગોની સમીક્ષા બેઠકમાં જિલ્લામાં સંચારી રોગચાળાની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં ડાયેરિયા, ટાઈફોઈડ, સિઝનલ ફ્લુ (H1N1), મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, લેપ્ટોસ્પાયરોસિસ અને ચાંદીપુરા સિન્ડ્રોમ સહિતના રોગોના કેસોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોગ બાઈટ અને સ્નેક બાઈટના કેસો અંગે પણ આરોગ્ય અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. સાપ-કૂતરાના કરડવાના કેસમાં તાત્કાલિક સારવાર અંગે જાગૃતિ ગ્રામ્ય વિસ્તારોમાં સાપ અને કૂતરાના કરડવાના કિસ્સામાં સરકારી દવાખાનામાં સારવાર ઉપલબ્ધ હોવાની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા કલેક્ટરે સૂચના આપી હતી. સરપંચ, પંચાયત સભ્યો, આશા વર્કર, આંગણવાડી વર્કર, ગ્રામ સેવક અને તલાટીઓ માટે એક દિવસનું તાલીમ સેશન યોજીને જનજાગૃતિ ફેલાવવા પણ જણાવાયું હતું. કલેક્ટરે ખાસ ભાર મૂક્યો હતો કે સાપ કરડવાના કિસ્સામાં ભગત-ભૂવા પાસે સારવાર કરાવવાને બદલે સમય બગાડ્યા વિના સરકારી દવાખાને પહોંચવું જોઈએ, જેથી યોગ્ય સારવાર સમયસર મળી શકે અને દર્દીનો જીવ બચાવી શકાય. સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સોલાર અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ આરોગ્ય વિભાગના તમામ સરકારી મકાનોમાં સોલાર પેનલ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને LED લાઈટનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી છે પરંતુ તે બંધ છે, ત્યાં તેને તાત્કાલિક કાર્યરત કરાવવા કલેક્ટરે જણાવ્યું હતું. આ સાથે છેલ્લા ત્રણ મહિનાના વીજ બિલની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં 2,532 સિકલસેલ ડિસિઝના કેસ સિકલસેલ એનિમીયા કંટ્રોલ પ્રોજેક્ટ અંગેની સમીક્ષામાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં 2,532 સિકલસેલ ડિસિઝ અને 48,732 સિકલસેલ ટ્રેઈટના કેસ નોંધાયા છે. પ્રોજેક્ટ અંતર્ગત આ કેસોની સ્થિતિ અને નિયંત્રણ માટેની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત દર મહિને શ્રમદાન કલેક્ટર નીતિન સાંગવાને તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે પોતાની કચેરી તેમજ આસપાસના વિસ્તારમાં શ્રમદાન કરવા જણાવ્યું હતું. સાથે જ PHC અને CHCની આસપાસના 100 મીટરના વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે માટે તાલુકા હેલ્થ ઓફિસર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પારડીની વલ્લભ આશ્રમની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ:6ઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ, મેસમાંથી સેમ્પલ લેવાયા; 64 બાળકોને ચક્કર, ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો
    Next Article
    અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, મહિલા સેલ અને AMCનું મેગા ઓપરેશન:74 બાળકો સહિત 146 ભિક્ષુકોનું રેસ્ક્યુ, તમામને પુનર્વસન કેન્દ્રમાં ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment