Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, મહિલા સેલ અને AMCનું મેગા ઓપરેશન:74 બાળકો સહિત 146 ભિક્ષુકોનું રેસ્ક્યુ, તમામને પુનર્વસન કેન્દ્રમાં ખસેડાયા

    6 hours ago

    અમદાવાદ શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા અને ખાસ કરીને માસૂમ બાળકોનું શોષણ અટકાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરવ્યાપી વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ઝુંબેશ અંતર્ગત પોલીસ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય ચાર રસ્તાઓ અને ટ્રાફિક જંક્શનો પરથી મોટી સંખ્યામાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન કુલ 146 જેટલા ભિક્ષુકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામને સામાજિક સુરક્ષા હેઠળ પુનર્વસન પૂરું પાડવાની તજવીજ તેજ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, મહિલા સેલ અને AMCનું સંયુક્ત ઑપરેશન શહેરમાં માર્ગો પર ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ ડામવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મહિલા પોલીસ સેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત રીતે આ માનવતાવાદી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. સમગ્ર શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી જાહેર રસ્તાઓ પર ભીખ માંગતા 72 પુખ્ત વયના વ્યક્તિઓ તેમજ 74 નિર્દોષ બાળકોને રેસ્ક્યુ કરી પોલીસ વાહનો મારફતે રાણીપના કોમ્યુનિટી હોલ તથા બળવંતરાય હોલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તમામના ઓળખપત્રો, પારિવારિક પૃષ્ઠભૂમિ અને નામ-સરનામા સહિતની ઝીણવટભરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. કાયમી આશ્રય અને પુનર્વસનની પ્રક્રિયા તેજ પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત ટીમ દ્વારા ડેટા એકત્ર કર્યા બાદ આ તમામ જરૂરિયાતમંદોને યોગ્ય પુનર્વસન ઉપલબ્ધ કરાવવા માટેની વહીવટી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ભિક્ષુક પુરુષોને નિયમ મુજબ સમાજ સુરક્ષા અધિકારીની સીધી દેખરેખ હેઠળ આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાળકોના શિક્ષણ અને સંભાળ માટે બાળ કલ્યાણ સમિતિ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ શરૂ થયેલું આ સંયુક્ત અભિયાન આગામી દિવસોમાં પણ શહેરમાં સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ જિલ્લામાં તમાકુ નિયંત્રણમાં કડકાઈ:3 માસમાં 377 કેસ કરી રૂ.62,140નો દંડ વસૂલાયો, જાહેરમાં ધૂમ્રપાન અને તમાકુ વેચાણ સામે વધુ કડક કાર્યવાહી થશે
    Next Article
    Delhi PG कैसे बन गया Death Chamber? Satya Niketan से Mukherjee Nagar तक Reality Check

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment