Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં સાળો-બનેવી ઝડપાયા:કંપનીનું કરંટ એકાઉન્ટ 6% કમિશનથી ભાડે આપ્યું'તુ, 6 દિવસમાં 2.50 કરોડ જમા થયા'તા, બેન્ક કર્મીએ ફ્રોડ હોવાનું કહેવા છતાં ડરેલા મહિલાએ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા

    2 days ago

    રાજકોટના યાજ્ઞિક રોડ પર રહેતા અને જનાના સરકારી હોસ્પિટલના નિવૃત્ત 82 વર્ષીય મહિલા તબીબને 'ડિજિટલ અરેસ્ટ'નો ડર બતાવી રૂ.58.50 લાખ પડાવી લેવાના ચકચારી કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે અમદાવાદ ખાતેથી 6 ટકા કમિશનની લાલચે પોતાના પેઢીના કરંટ એકાઉન્ટ ભાડે આપનાર સંબંધમાં સાળો બનેવી થતા કારખાનેદારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસ દરમિયાન 6 દિવસમાં આરોપીઓના એકાઉન્ટમાં રૂ.2.50 કરોડની સાયબર ફ્રોડ રકમ જમા થઇ હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં રહેતા નિવૃત્ત તબીબ દમયંતીબેન વિઠ્ઠલભાઈ ગણાત્રા (ઉ.વ.82)ને ગત તા.21 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં હિન્દી ભાષી સંજયસિંહ નામના શખ્સે મુંબઈના કોલંબા પોલીસ સ્ટેશનના PSI તરીકે ઓળખ આપી જણાવાયું હતું કે, મુંબઈની ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના મેનેજર હિતેશ મહેતાના મની લોન્ડરિંગ કેસમાં રેડ દરમિયાન તેમના નામનું આધાર કાર્ડ તથા એટીએમ કાર્ડ મળી આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરવાની ધમકી આપી, વય મર્યાદાના કારણે તેમને ઘરની બહાર ન નીકળવા એટલે કે 'હાઉસ અરેસ્ટ' રહેવા સૂચના આપી હતી. ત્યારબાદ 'અનિલ સર' નામના ખાખી વર્ધીધારી ડીસીપી સાથે વિડીયો કોલ કરાવી સતત માનસિક દબાણ ઊભું કર્યું હતું. આરોપીઓએ તા.21 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રોજના 3 થી 4 વિડીયો કોલ કરીને વૃદ્ધાને સતત ભય હેઠળ રાખ્યા હતા અને તા.25ના રોજ આરોપીઓએ મુંબઈ હાઈકોર્ટનો કથિત ઓર્ડર હોવાનું જણાવી તેમના તમામ બેંક એકાઉન્ટ, એફડી અને મ્યુચ્યુઅલ ફંડની માહિતી મેળવી રૂ.21.50 લાખ જમા કરાવવા કહ્યું હતું. જોકે, બેંક મેનેજરની સતર્કતાથી પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરંતુ ઠગોએ ચાલબાજી રચી વૃદ્ધા પાસે તેમના જ અન્ય ખાતામાં તમામ નાણાં એકત્ર કરાવ્યા હતા. ત્યારબાદ તા.27ના રોજ દબાણ કરીને રૂ.58.50 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં મળ્યા બાદ તમામ વોટ્સએપ ચેટ અને ડેટા ડિલીટ કરાવી બે દિવસમાં નાણાં પરત મળવાની ખોટી ખાતરી આપી હતી. બે દિવસ વીતવા છતાં નાણાં પરત ન મળતાં વૃદ્ધાએ પરિવારજનોને જાણ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કંપનીનું કરંટ એકાઉન્ટ મુખ્ય સાયબર માફિયાઓને ભાડે આપ્યું હતું પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને બેંક ખાતાઓની તપાસ હાથ ધરવામાં આવતા પોલીસે અમદાવાદ ખાતેથી દર્શન રમેશભાઈ મકવાણા અને શુભમ દિલીપભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં પકડાયેલા બંને આરોપીઓ અમદાવાદમાં કારખાનું ધરાવે છે. તેઓએ માત્ર 6 ટકા કમિશન મેળવવાની લાલચે પોતાની કંપનીનું કરંટ એકાઉન્ટ મુખ્ય સાયબર માફિયાઓને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં વૃદ્ધા પાસેથી પડાવેલા રૂ.58.50 લાખ જમા કરાવી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. એટલું જ નહિ પરંતુ તપાસમાં આ જ કરંટ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં દેશભરમાંથી સાયબર ફ્રોડના રૂ.2.50 કરોડ જમા થયા હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ અને લેપટોપ કબ્જે પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.1.20 લાખની કિંમતના 4 મોંઘા મોબાઈલ ફોન તથા 1 ડેલ કંપનીનું લેપટોપ કબ્જે કરવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બંને શખ્સો માત્ર મ્યુલ એકાઉન્ટ પ્રોવાઈડર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય એવા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તથા બેંક ખાતાના નાણાકીય વ્યવહારો સીઝ કરાવવા માટે તપાસ તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    43મા માળેથી કૂદીને યુવકની આત્મહત્યા:જમીન પર પટકાતા જ શરીરના ટુકડા-ટુકડા થઈ ગયા, સ્થિતિ જોઈ પોલીસે કોથળામાં મૃતદેહ ભરવો પડ્યો
    Next Article
    ભાથરોટ ગામમાં નેટવર્ક નહીં હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં.:ડિજિટલ યુગમાં પણ ભાથરોટ ગામમાં નેટવર્ક શૂન્ય: 108 એમ્બ્યુલન્સ કે ઓટીપી માટે પણ અગાશી પર ચડવા મજબૂર ગ્રામજનો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment