Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા રાજીનામું આપે:ગુજરાતમાં સંસ્કૃતમાં ધો.6 માં 52 તો ધો.8 ના પાઠ્યપુસ્તકમાં 100 ભૂલોનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

    21 hours ago

    ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને GCERT દ્વારા ધોરણ-6 અને ધોરણ-8ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં ગંભીર ક્ષતિઓ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટમાં સંસ્કૃત વિષયમાં રસ ધરાવતા અને તજજ્ઞ એવા MD પેથોલોજીસ્ટ ડૉ.ભરતકુમાર કોયાણીને સાથે રાખી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં આક્ષેપ કરાયો હતો કે ધોરણ-6ના પુસ્તકમાં 52થી વધુ અને ધોરણ-8ના પુસ્તકમાં 100થી વધુ ભૂલો મળી આવી છે. જે ભૂલ બાબતે પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોરવામાં આવ્યા બાદ પણ વેબસાઈટમાં સુધારો કરવામાં આવ્યો પરંતુ 1.5 લાખ જેટલા પાઠ્યપુસ્તકોમાં લેબલ વર્ષ 2026 નું અને પુસ્તક વર્ષ 2025 નું ભૂલ ભરેલું હોવાનો આક્ષેપ કરાયો છે. જેથી આ તમામ પુસ્તકો 20 દિવસમાં માર્કેટમાંથી પરત ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓ સુધી સાચા પુસ્તકો પહોંચાડવામાં આવે. જ્યારે રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા ગંભીર ભૂલ સ્વીકારી તાત્કાલિક રાજીનામુ આપે તેવી માંગણી કરી છે. રાજકોટના MD પેથોલોજીસ્ટ ડૉ.ભરતકુમાર કોયાણીએ જણાવ્યું હતું કે, સંસ્કૃત મારો શોખનો વિષય છે. મારા મિત્રને સંસ્કૃત શીખવું હોવાથી મેં તેમને ગિફ્ટ આપવા માટે ધોરણ 8નું સંસ્કૃતનું પુસ્તક ખરીદ્યું .જોકે તેમાં કક્કામાં 11 ભૂલો જોવા મળી. જે બાબતે પાઠ્યપુસ્તક મંડળમાં પુત્ર લખ્યો. જે બાદ ધોરણ 6 નું પુસ્તક ખરીદ્યું. જેમાં કક્કામાં 8 અક્ષરો ડ્રોપ કરી નાખ્યા હોવાનું સામે આવ્યું. જેમાં ધોરણ-6ના પુસ્તકમાં 52થી વધુ અને ધોરણ-8ના પુસ્તકમાં 100થી વધુ ભૂલો છે તે સ્કેન કરી પાઠ્યપુસ્તક મંડળને મોકલવામાં આવી. જે બાદ પાઠ્યપુસ્તકોમાં સુધારા કરી વેબ સાઇટ પર મૂકવામાં આવ્યા અને તેનો લેટર ગત 5 માર્ચે મોકલવામાં આવ્યો. જે બાદ વેબ સાઇટ પર સુધારા કરવામાં આવ્યા પરંતુ તેને નવા પાઠય પુસ્તકોમાં આવરી લેવામાં ન આવ્યા. જે બાદ 13 જુલાઈએ પુસ્તક ખરીદ્યું. જોકે તે જૂનું આપવામાં આવ્યું અને ત્યારબાદ સ્કૂલોમાં વિઝિટ કરવામાં આવી તો ત્યાં પણ એવી સામે આવ્યું કે પાઠય પુસ્તક પર વર્ષ 2026 નું નવું લેબલ હતું અને અંદર સુધારા વિનાનું જૂનું પાઠય પુસ્તક હતું. જે બાદ પાઠય પુસ્તક મંડળમાં રજૂઆત કરી તો મારી પાસે પૂરાવા માંગવામાં આવ્યા. જેથી મેં રાજકોટની શાળા નંબર 93 તેમજ જામનગરના નિકાવા અને જૂનાગઢની શાળાની મુલાકાત લીધી. જ્યાં પણ એ જ પરિસ્થિતિ હોવાથી ભૂલ ભરેલા પુસ્તકોની ઝેરોક્ષ પાઠય પુસ્તક મંડળમાં મોકલી. આ પ્રકારના દોઢ લાખ પાઠય પુસ્તકો છે. જેમાં લેબલ વર્ષ 2026 નું છે અને પુસ્તક જૂનું છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જણાવ્યા પ્રમાણે રાજકોટના ડૉ. ભરતકુમાર કોયાણીએ એપ્રિલ-2025થી તંત્ર સમક્ષ રજૂઆતો શરૂ કરી હતી. RTI બાદ તંત્રએ ક્ષતિઓ સ્વીકારી વેબસાઇટ પર સુધારા અપલોડ કર્યા હોવા છતાં પુસ્તકોમાં સમયસર સુધારો થયો ન હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ફેબ્રુઆરી-2026ની RTI પ્રક્રિયા બાદ માર્ચમાં સુધારેલા પુસ્તકોની નકલો મોકલાઈ હતી. કોંગ્રેસનો વધુ ગંભીર આક્ષેપ છે કે, જૂના અને ક્ષતિગ્રસ્ત 2025ના પુસ્તકો પર 2026નું સ્ટીકર/સાલ લગાવીને કેટલાક સરકારી વિદ્યાર્થીઓને ‘નવા પુસ્તકો’ તરીકે આપવામાં આવ્યા હતા. રાજકોટની સરકારી સ્કૂલ નં. 93 તથા રાજકોટ-જૂનાગઢ વિસ્તારની કેટલીક સરકારી શાળાઓની મુલાકાત દરમિયાન આ બાબત સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ મામલે ડૉ. કોયાણીએ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી, પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હોવાનો કોંગ્રેસે ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં પાઠ્યપુસ્તક મંડળ અને પોલીસ કમિશનરને ફરી રજૂઆત કરી જૂના પુસ્તકો તાત્કાલિક બદલવાની તથા સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસે આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી, ખર્ચાયેલી રકમની વસૂલાત અને જરૂરી હોય તો FIR નોંધવાની માંગ કરી છે. આ સાથે જ શિક્ષણમંત્રી રિવાબા જાડેજા જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે અથવા તેમને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે. સરકારી તથા ખાનગી શાળાઓમાંથી ધોરણ-6 અને 8ના ભૂલભરેલા પુસ્તકો તેમજ 2026ના સ્ટીકરવાળા જૂના પુસ્તકો 20 દિવસમાં પરત ખેંચી વિદ્યાર્થીઓને સાચા પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે. માંગ નહીં સંતોષાય તો કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    નિકોલ નકલી દારૂ કેસમાં વધુ એક શખસ ઝડપાયો:બંને સસ્તા દારૂમાં ફ્લેવર માટે એસેન્સ ભેળવતાં, ભંગારવાળા પાસેથી ખાલી બોટલો લેતા; બોટલ પર રૂ.300 કમિશન ખંખેરતાં
    Next Article
    મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ એક ઝડપાયો:તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ટેક્નિકલ દશરથ પરમારની ધરપકડ, આરોપીઓની કુલ સંખ્યા 53 થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment