Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલ નકલી દારૂ કેસમાં વધુ એક શખસ ઝડપાયો:બંને સસ્તા દારૂમાં ફ્લેવર માટે એસેન્સ ભેળવતાં, ભંગારવાળા પાસેથી ખાલી બોટલો લેતા; બોટલ પર રૂ.300 કમિશન ખંખેરતાં

    23 hours ago

    અમદાવાદના નિકોલમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે. ઝડપાયેલા બંને આરોપીઓ છેલ્લા 10 મહિનાથી સંપર્કમાં હતા અને સરદારનગરના બુટલેગર પાસેથી સસ્તો દારૂ લાવીને તેમાં ફ્લેવર માટે એસેન્સ ભેળવતા હતા. ત્યારબાદ બાપુનગર અને સરદારનગરના ભંગારવાળાઓ પાસેથી મેળવેલી મોંઘી બ્રાન્ડ્સ અને ડિફેન્સના સ્ટીકરવાળી ખાલી બોટલોમાં આ ભેળસેળયુક્ત દારૂ ભરીને બોટલ દીઠ રૂ.300 સુધીનું કમિશન લઈને વેચતા હતા. પોલીસે ફરાર બુટલેગર સહિતના અન્ય આરોપીઓ સામે ગુનો નોંધીને શોધોખોળ શરૂ કરી છે. સુનિલ દિનેશને ભેળસેળ કરતા શીખવાડતો એસીપી કૃણાલ દેસાઈએ કહ્યું કે, ફરાર આરોપી દિનેશને ઝોન 4 એલસીબીએ ઝડપીને સ્થાનિક પોલીસને સોંપ્યો છે. તેમજ આરોપી સુનિલ અને દિનેશ બંને મિત્રો હતા. તેમજ સુનિલ દિનેશને ભેળસેળ કરતા શીખવાડતો હતો. સરદારનગરના ગોવિંદ પાસેથી સસ્તો દારૂ લાવતાં અગાઉ સુનિલ દિનેશને 18 હજાર પગાર આપતો. બાદમાં પ્રોફિટ શેરિંગથી ભાગીદારી કરી હતી. તેમજ આરોપી કાલુપુર બજારમાંથી ફ્લેવર ઉમેરવા એસેન્સ લાવતા હતા અને સરદારનગરના ગોવિંદ વાઘેલા પાસેથી સસ્તો દારૂ અને ભંગારવાળા દેવીલાલ તથા ચિરાગ મારવાડી પાસેથી ખાલી અને ડિફેન્સના સ્ટીકર વાળી બોટલો લાવતા હતા.
    Click here to Read More
    Previous Article
    શું નકલી દારૂનું ઝેર ઉતારવા ઇથેનોલનો ઉપયોગ થાય છે?:એક-બે પેગમાં જ આંખે અંધારા આવ્યા, ઊલટીઓ થઈ, દારૂમાં રહેલા 38% મિથેનોલે 11ની લાશ ઢાળી દીધી, ડોક્ટરોએ જણાવી હકીકત
    Next Article
    રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા રાજીનામું આપે:ગુજરાતમાં સંસ્કૃતમાં ધો.6 માં 52 તો ધો.8 ના પાઠ્યપુસ્તકમાં 100 ભૂલોનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment