Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ-અમરેલીમાં અકસ્માત, 6 મોત 52 ઘાયલ:ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી ટેન્કર સાથે ટકરાઈ, સ્ટેટ હાઈવે પર બાઇક સાથેના એક્સિડન્ટમાં એસટી ખાડામાં ઉતરી

    12 hours ago

    ભરૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર આજે 20 નવેમ્બરે વહેલી સવારે આશરે 5:30 વાગ્યાની આસપાસ ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં લક્ઝરી બસના ચાલક નવીન દાના ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 49 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર પણ અકસ્માતની ઘટના બની હતી. શેત્રુંજી નદીના પુલ નજીક મંદિર પાસે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે. ભરૂચમાં થયેલા અકસ્માતની તસવીરો નાના બાળકો સહિત 49 મુસાફર ઘાયલ ભરૂચના દેરોલ નજીક અકસ્માત થતાં જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક મદદે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. 108ની ઈ.એમ.ટી. અસ્મા મલેકના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી 6થી 7 વર્ષના નાના બાળકો સહિત 30થી 35 જેટલા મુસાફરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 19ને વધુ સારવાર માટે દાખલ કરાયા, અન્યોને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ આ અકસ્માતમાં કુલ 49 ઘાયલને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 19 લોકોને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઈ હોવાથી રજા આપવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે ભરૂચ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે જુઓ અમરેલીમાં થયેલા અકસ્માતની ત્રણ તસવીર અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર એસટી-બાઇક વચ્ચે અકસ્માત, 4ના મોત અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શેત્રુંજી નદીના પુલ પાસે મંદિર નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં એસટી ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતમા એસટી બસના ચાલક મેહુલ દિલુ વાળાનું તેમજ બાઈકમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો અકસ્મતાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત ભાજપના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. સાવરકુંડલાથી અમરેલી તરફ આવતી એસટી બસ સાથે અકસ્માતની ઘટના બની છે. આ પણ વાંચો કાર અને બાઈકની ટક્કરે 6 વર્ષની બાળકીનું મોત, શંખેશ્વર-પાનવા માર્ગ પર અકસ્માત 19 નવેમ્બરના રોજ રાત્રે વઢિયાર પંથકના શંખેશ્વર-પાનવા રોડ પર અલ્ટો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે દંપતી અને તેમનો 5 વર્ષીય પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર ટ્રક-બાઈક વચ્ચે ટક્કરમાં ત્રણ કિશોરોનાં મોત 4 દિવસ પહેલાં કચ્છના અંજારના અજાપર નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક ઘૂસી જતાં ત્રણ કિશોરના મોત નીપજ્યા હતા. જેથી તેઓના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અજાપરની પ્લયવુડ ફેક્ટરી પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેથી બાઈક પર સવાર ત્રણેય કિશોરોને ગંભીરઈજા પહોંચી હતી. 14 વર્ષીય ઉમલ રામજી આશા રબારી, 16 વર્ષીય માધવ ધના રબારી અને ઈશ્વર કમા રબારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર રમરમાટ સ્વિફ્ટ પલટી,બે યુવક 15 ફૂટ ઉછળી પટકાતા મોત 4 દિવસ પહેલાં રાજકોટથી મોરબી તરફ પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક 8થી વધુ વખત પલટી ગઈ હતી. જે બાદ ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. કારમાં સવાર બે યુવકો 15 ફૂટ ઉછળી રોડ પર પટકાયા હતા. જેથી બન્નેના મોત થયા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ચક્રવાતી તોફાન અકવાન આંધ્ર પ્રદેશ-ઓડિશાના તટ સાથે ટકરાયું:પવનની ઝડપ 90kmph; ઓડિશામાં ભારે વરસાદ, 4 લાખ લોકો શિફ્ટ, 69 ટ્રેનો કેન્સલ
    Next Article
    20x20 ફૂટની ભવ્ય રંગોળી અને ઝળહળતી રોશની:ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા ભવ્ય 'તુલસી વિવાહ' મહોત્સવનું આયોજન, આવતીકાલે ધામધૂમથી લગ્નોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment