Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચક્રવાતી તોફાન અકવાન આંધ્ર પ્રદેશ-ઓડિશાના તટ સાથે ટકરાયું:પવનની ઝડપ 90kmph; ઓડિશામાં ભારે વરસાદ, 4 લાખ લોકો શિફ્ટ, 69 ટ્રેનો કેન્સલ

    12 hours ago

    ચક્રવાતી તોફાન અકવાન શુક્રવારે સવારે લગભગ 7:30થી 8:30 વાગ્યાની વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વચ્ચેના ગોપાલપુર તટ સાથે અથડાયું. આ દરમિયાન પવનની ઝડપ 70થી 90 કિમી પ્રતિ કલાક રહી. તોફાનનું તટ સાથે અથડાવાનું હજુ પણ ચાલુ છે. તોફાનની અસરને કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં આશરે 4 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમના માટે 9,341 રાહત શિબિરો બનાવવામાં આવી છે. સાથે જ 423 બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. તોફાનને કારણે પૂર્વ રેલવેએ 41 અને દક્ષિણ-પૂર્વ રેલવેએ 28 એક્સપ્રેસ ટ્રેનો રદ કરી દીધી છે. જ્યારે 29 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તોફાનની અસર 10 રાજ્યોમાં પડી શકે છે. તમિલનાડુ, પુડુચેરી ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં પણ હવામાન બદલાઈ શકે છે અને વરસાદ પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    बेफिक्री से चाय पीकर हंसने वाला मीम स्टार लड़का कौन है? सोशल मीडिया ने ट्रक क्लीनर की बदली किस्मत
    Next Article
    ભરૂચ-અમરેલીમાં અકસ્માત, 6 મોત 52 ઘાયલ:ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી ટેન્કર સાથે ટકરાઈ, સ્ટેટ હાઈવે પર બાઇક સાથેના એક્સિડન્ટમાં એસટી ખાડામાં ઉતરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment