Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20x20 ફૂટની ભવ્ય રંગોળી અને ઝળહળતી રોશની:ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા ભવ્ય 'તુલસી વિવાહ' મહોત્સવનું આયોજન, આવતીકાલે ધામધૂમથી લગ્નોત્સવ

    9 hours ago

    ભાવનગર શહેરમાં છેલ્લા 70 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખતા ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં આ ધાર્મિક મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે મંડપ મુહર્ત યોજાયું હતું, આવતીકાલે ધામધૂમથી લગ્નોત્સવ વિધિ યોજાશે. મંડપ મુહૂર્ત અને છાબની વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન આ આયોજનના ભાગરૂપે મહિલા કોલેજથી ડોન ચોક અને ક્રેસન્ટ સુધીના સમગ્ર માર્ગને વિવિધ કમાનો અને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યો છે. ખાસ મંડળના સભ્યો દ્વારા ખાસ આકર્ષણરૂપ 20 બાય 20 ફૂટની ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી છે. મહોત્સવ અંતર્ગત આજે માતાજીના મંડપ મુહૂર્ત અને છાબની વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી. સાંજે લાલજી મહારાજનો ભવ્ય વરઘોડો નીકળશે આવતીકાલના મુખ્ય કાર્યક્રમો બપોરે 3 કલાકે બહેનો દ્વારા પૂજા વિધિ કરવામાં આવશે. સાંજે 4 કલાકે લાલજી મહારાજનો ભવ્ય વરઘોડો કાળિયાબીડ સ્થિત સદગુરુ આશ્રમ વિશાલ બાપુના આશ્રમ ખાતેથી વાજતે-ગાજતે પ્રસ્થાન કરશે. તેમજ રાત્રે 8થી 8:30 કલાકે જાનનું લગ્ન મંડપ ખાતે ભવ્ય સ્વાગત થશે અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીના લગ્ન યોજાશે. મનોરંજન અને ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભાવનગરની ધર્મપ્રેમી જનતા માટે મનોરંજન અને ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં ભાવનગરના સુપ્રસિદ્ધ રાધામાસીનો રાસ-ગરબાનો કાર્યક્રમ તેમજ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકારોનો 'હાસ્ય દરબાર' યોજાશે. મંડળના સભ્ય કલ્પેશ મણિયાર તેમજ પ્રમુખ રાજેશ જોશી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ભાવનગરની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય તુલસી વિવાહના દર્શન અને કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ-અમરેલીમાં અકસ્માત, 6 મોત 52 ઘાયલ:ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી ટેન્કર સાથે ટકરાઈ, સ્ટેટ હાઈવે પર બાઇક સાથેના એક્સિડન્ટમાં એસટી ખાડામાં ઉતરી
    Next Article
    આહવા આશ્રમ શાળા પાસે 3 ફૂટથી લાંબી ઘો દેખાઈ:લોકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment