Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કેયુર પંડ્યાએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું:વોર્ડ 6માં 400થી વધુ વિદ્યાર્થીઓ માટે ‘સરસ્વતી સન્માન સમારોહ’ યોજાયો

    17 hours ago

    મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૬ના યુવા કોર્પોરેટર કેયુરભાઈ એન. પંડ્યાએ ‘સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં કેજીથી ધોરણ ૧૨ સુધીના ૪૦૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ સમારોહ મોરબીના સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા મેઈન રોડ ખાતે યોજાયો હતો. તેનો હેતુ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, ડો. દિલીપભાઈ ભટ્ટ, ભુપતભાઈ જારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, જયવંતસિંહ જાડેજા, અજયભાઈ કોટક, વિવેકભાઈ ગોલતર, ક્રિષ્નાબેન પરમાર, વિક્રમભાઈ વાંક, એન.એન. ભટ્ટ, અમૂલભાઈ જોષી, નિમેષભાઈ અંતાણી, મુકેશભાઈ પંચોલી અને પી.પી. જોષી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિને બિરદાવવામાં આવી. તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી, સાથે જ સતત મહેનત, શિસ્ત અને શિક્ષણ દ્વારા આગળ વધવા પ્રેરણા અપાઈ. આવા સન્માન સમારોહથી વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન મળે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા:પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા 7 ઓક્ટોબરથી રાજ્યભરમાં અચોક્કસ હડતાળની ચીમકી
    Next Article
    ટંકારાના ખેડૂત દિનેશભાઈને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે 9.60 લાખની સહાય:સરકારની AGR-2 યોજના હેઠળ ખરીદી, ખેતી કાર્ય બન્યું આધુનિક અને ઝડપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment