Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 વર્ષથી પોલીસને ચકમો આપતો લિસ્ટેડ બુટલેગર ઝડપાયો:રાસુભા ઉર્ફે રાસિયા સોઢા સામે 37 ગુના નોંધાયેલા છે, LCBએ ‘ઓપરેશન ખોજ’માં પકડ્યો

    1 day ago

    'ઓપરેશન ખોજ’માં પશ્ચિમ કચ્છ પશ્ચિમ કચ્છ જિલ્લામાં લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતો ફરતો અને પોલીસની યાદીમાં વોન્ટેડ આરોપી રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબડાસા તાલુકાના ખાનાય સીમ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 37 ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, જ્યારે અન્ય 9 ગુનાઓમાં તેની ધરપકડ બાકી હોવાનું પણ સામે આવ્યું છે. એલસીબીના જવાનો દ્વારા અંદાજે 15 દિવસ સુધી સતત તપાસ અને વોચ રાખવામાં આવી હતી. જંગલ વિસ્તારમાં સ્થાનિક ખેડૂત તથા સામાન્ય લોકો જેવો વેશ ધારણ કરી ટીમે આરોપીની હિલચાલ અંગે માહિતી એકત્ર કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોલીસ સાથે આક્રમક વર્તન કરવા માટે જાણીતો હોવાથી સમગ્ર ઓપરેશન દરમિયાન ટીમે ખાસ તકેદારી રાખી હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે રાસુભા વહેલી સવારે ખાનાય સીમ વિસ્તારમાં આવેલા ડુંગરની કોતરોમાંથી બહાર આવી ગામ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. માહિતી મળતાં એલસીબીની ટીમ તાત્કાલિક સક્રિય બની હતી. આરોપી અન્ય એક નિર્જન સ્થળે આશરો લઈને સૂતો હોવાની જાણ થતાં પોલીસ કર્મચારીઓએ જંગલની ઝાડીઓ અને ઘાસનો ઓથ લઈ તેની નજીક પહોંચવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢા વિરુદ્ધ પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં વર્ષોથી પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. હવે તેની ધરપકડ બાદ બાકી રહેલા ગુનાઓ અંગેની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    માળીયાના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં દબાણ હટાવવાની કામગીરી રોકાઈ:અધિક વિકાસ કમિશનરે બ્રેક લગાવી, ગ્રામજનોમાં રોષ અને ધાર્મિક લાગણી દુભાવાના સંકેત
    Next Article
    સુરતમાં લેન્ડ ગ્રેબિંગના બે અલગ-અલગ કિસ્સા:ભેસ્તાનમાં વિધવાની 14 રૂમની ચાલી અને રાંદેરમાં રિક્ષાચાલકના ફ્લેટ પર ભૂમાફિયાઓનો કબ્જો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment