Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 6 હજારથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી:3,264 શાળામાં શિક્ષક બનવા 37,414 ઉમેદવારે આપી પરીક્ષા, એક સીટ માટે 11 વચ્ચે સ્પર્ધા થશે

    1 day ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ગ-3ની 3,264 મુખ્ય શિક્ષકની ખાલી પડેલી જગ્યા ભરવા માટે HTAT પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી કુલ 37,414 ઉમેદવાર નોંધાયા હતા. એટલે કે એક જગ્યા માટે સરેરાશ 11 ઉમેદવાર વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં કુલ 191 પરીક્ષા કેન્દ્ર પર સઘન સુરક્ષા વચ્ચે આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાના 6218 શિક્ષકે 32 કેન્દ્ર પરથી કસોટી આપી હતી. રાજ્યના 4 મુખ્ય શહેરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાના 6218 શિક્ષકે 32 કેન્દ્ર પરથી કસોટી આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા એડમિટ કાર્ડ અને ઓળખપત્રની ચકાસણી કરવામાં આવી હતી. ઉમેદવારોનું ફ્રિસ્કિંગ કરીને મોબાઈલ, સ્માર્ટ વોચ કે બ્લૂટૂથ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અંદર લઈ જવા પર પ્રતિબંધ રખાયો હતો. સેન્ટરો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. વિભાગ-1માં 50, વિભાગ-2માં 100 ગુણનું પેપર લેવાયું આ કસોટી ગુજરાતી માધ્યમમાં લેવામાં આવી હતી. જેમાં 150 ગુણના 150 હેતુલક્ષી પ્રશ્ન હતા. પ્રશ્નપત્રને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. વિભાગ 1માં 50 ગુણના સામાન્ય જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતાના પ્રશ્નો હતા, જેનાથી ઉમેદવારની તાર્કિક ક્ષમતા ચકાસવામાં આવી હતી. જ્યારે વિભાગ 2માં 100 ગુણ શિક્ષણ, શાળા સંચાલન અને વહીવટ સંબંધિત પ્રશ્નો માટે ફાળવવામાં આવ્યા હતા. કામની વાત | પાસ થવા માટે ઉમેદવારે 40% માર્ક મેળવવા ફરજિયાત, ખોટા જવાબના માર્ક્સ નહીં કપાય 1. પાસિંગ માર્ક્સ | HTAT પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારે કુલ 150 ગુણમાંથી 40 ટકા એટલે કે ઓછામાં ઓછા 60 ગુણ મેળવવા જરૂરી રહેશે. 2. નેગેટિવ માર્કિંગ નથી | આ પરીક્ષામાં ખોટા જવાબ આપવા બદલ કોઈ નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું નથી. જેથી ઉમેદવારો કોઈ પણ પ્રકારના માર્ક્સ કપાયા વગર તમામ 150 પ્રશ્નોના જવાબ આપી શક્યા હતા. 3. પરીક્ષાનું માળખું | વિભાગ 1 સામાન્ય જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતા (50 ગુણ) તેમજ વિભાગ 2 શાળા સંચાલન, વહીવટ અને શિક્ષણ સંબંધિત (100 ગુણ) પૂછાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન ગેમિંગ વિવાદમાં ડબલ મર્ડર:નાનપુરામાં મજાક-મસ્તી લોહીયાળ બની; 2 સગીર મિત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
    Next Article
    વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ભાવમાં વધારો ઝીંકાતાં લોકોનાં બજેટ ખોરવાશે:દિવાળી પૂર્વે જ CNGમાં ₹1.50, PNGમાં 89 પૈસાનો ભાવ વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment