Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નના બે દિવસ પહેલાં જ વેપારી પુત્ર ડ્રગ્સ સાથે ઝડપાયો:સંગીત અને ડીજે પાર્ટી માટે જથ્થો મંગાવાયો હોવાની આશંકા, 6 મહિનામાં 2890થી વધુ LSD બ્લોટ્સ સુરતમાં વેચાયાની કબૂલાત

    1 day ago

    સુરતના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા યશ છાબડાની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ચેન્નઈ પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની તપાસમાં જાણવા મળ્યું છે કે યશની જ્યારે ધરપકડ કરવામાં આવી, તેના બરાબર 2 દિવસ બાદ જ તેના લગ્ન નિર્ધારિત થયેલા હતા. આ ભવ્ય લગ્ન પ્રસંગ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં યોજાવાનો હતો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, લગ્ન પ્રસંગમાં ખાસ સંગીત સંધ્યા અને DJ પાર્ટી દરમિયાન મિત્રો વર્તુળમાં ઉપયોગ કરવા માટે આ હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હોવાની પ્રબળ શક્યતા છે. જોકે, આ અચાનક થયેલી ધરપકડને કારણે યશના પરિવારે તાત્કાલિક અન્ય સગા-સંબંધીઓને મેસેજ મોકલીને લગ્ન અનિવાર્ય સંજોગોસર મોકૂફ રાખવામાં આવ્યા હોવાની સત્તાવાર જાણ કરી દીધી છે. સુરતમાં છેલ્લા 6 મહિનામાં ડ્રગ્સનો મોટો કારોબાર આરોપી યશ માત્ર પોતાના અંગત વપરાશ માટે જ નહીં, પરંતુ સુરત શહેરમાં મોટા પાયે આ પ્રતિબંધિત પદાર્થોનો સપ્લાય કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે છેલ્લા 6 મહિનાના ટૂંકા ગાળામાં જ સુરતના જુદા-જુદા વિસ્તારોમાં 2890થી વધુ LSD ડ્રગ્સના બ્લોટ્સનું ગેરકાયદેસર વેચાણ સફળતાપૂર્વક કરી નાખ્યું હતું. યશ દ્વારા મંગાવવામાં આવતી આ ખેપ ખૂબ જ વ્યાપક અને આયોજનબદ્ધ હતી, જે દર્શાવે છે કે સુરતના યુવા ધન સુધી આ કાળો કારોબાર પહોંચાડવા માટે આખું નેટવર્ક કાર્યરત હતું અને પોશ વિસ્તારોના યુવાનો તેના સીધા ગ્રાહકો બની ચૂક્યા હતા. ડાર્કવેબ પર ‘સાયકી શોપ’ અને ક્રિપ્ટો કરન્સી તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, 25 વર્ષીય યશ દિનેશ છાબડા, જે એક પ્રતિષ્ઠિત કાપડ વેપારીનો પુત્ર છે, તે સામાન્ય ઇન્ટરનેટને બદલે પ્રતિબંધિત ડાર્કવેબના ‘ડ્રગ હબ’ પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો. ડાર્કવેબ પર તે ‘સાયકી શોપ’ નામના વિદેશી ગેરકાયદેસર વેન્ડર સાથે સીધા સંપર્કમાં હતો. નેધરલેન્ડના સપ્લાયરો પાસેથી આંતરરાષ્ટ્રીય સ્તરનું ડ્રગ્સ ખરીદવા માટે તે પરંપરાગત બેંકિંગ સિસ્ટમ બદલે ટ્રેસ ન થઈ શકે તેવી ડિજિટલ ક્રિપ્ટો કરન્સી મારફતે ઓનલાઈન ચૂકવણી કરતો હતો. આ આધુનિક ટેકનોલોજીકલ પદ્ધતિના કારણે તે લાંબા સમય સુધી સુરક્ષા એજન્સીઓની નજરથી બચીને આ કાળો વેપાર ચલાવવામાં સફળ રહ્યો હતો. ગ્રીટિંગ કાર્ડ અને મેગેઝીનની આડમાં સ્મગલિંગ આ ગેરકાયદેસર માલ સુરત સુધી લાવવા માટે કુરિયર અને ટપાલ સેવાનો દુરુપયોગ કરવામાં આવતો હતો. નેધરલેન્ડના એમ્સ્ટર્ડમ શહેરથી એક શંકાસ્પદ પાર્સલ સુરતની નાનપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલ પર મેળવનાર તરીકે એવું તદ્દન ફેક નામ લખેલું હતું અને સરનામું આઈટીસી બિલ્ડિંગ, મજુરાગેટ દર્શાવવામાં આવ્યું હતું. જોકે, તેના પર લખાયેલો મોબાઈલ નંબર સાચો હતો. કસ્ટમ અને નાર્કોટિક્સ વિભાગની બાતમીના આધારે ચેન્નઈ NCBની ટીમે નાનપુરા પોસ્ટ ઓફિસના સ્ટાફનો સહયોગ મેળવીને 17મી તારીખે એક ગુપ્ત પ્લાન તૈયાર કર્યો હતો. પોસ્ટમેન દ્વારા સાચા મોબાઈલ નંબર પર ફોન કરીને પાર્સલ લેવા માટે બોલાવવામાં આવ્યો હતો.16 જૂને ચેન્નઈની બ્લુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયર ઓફિસમાંથી 12.35 ગ્રામ MDMA ડ્રગ્સ ટેબ્લેટ્સ પકડાઈ હતી. આ પાર્સલની તપાસ દરમિયાન તેના તાર સુરતના મજુરાગેટ વિસ્તાર સાથે જોડાયેલા હોવાનું સામે આવતા ચેન્નઈ NCBની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી સુરત પહોંચી હતી. લક્ઝુરિયસ કારમાં પાર્સલ લેવા પહોંચતા જ ઘેરાબંધી જ્યારે પોસ્ટ ઓફિસમાંથી ફોન ગયો, ત્યારે આરોપી યશ છાબડા પોતાના અન્ય બે મિત્રો દેવ અને ધ્યાન સાથે પોતાની મોંઘી લક્ઝુરિયસ ફોર-વ્હીલર કારમાં અત્યંત આત્મવિશ્વાસ સાથે નાનપુરા પોસ્ટ ઓફિસની બહાર આવી પહોંચ્યો હતો. તે જેવો જ કુરિયર પાર્સલ સ્વીકારીને પરત ફરવા જતો હતો, ત્યાં જ પહેલેથી વોચ ગોઠવીને ઉભેલા ચેન્નઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સ્ટાફે આખી કારને ચોમેરથી ઘેરી લીધી હતી. અધિકારીઓની અચાનક હાજરી જોઈને ત્રણેય યુવકો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થળ પર જ વાહનની ઝડતી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં અન્ય પ્રતિબંધિત સામગ્રી પણ મળી આવી હતી. વાહનની તલાશી દરમિયાન ગાંજો અને LSD બ્લોટ્સ ઝડપાયા NCBના અધિકારીઓ દ્વારા જ્યારે લક્ઝુરિયસ કારની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે ગાડીની અંદરથી વધારાનો 69.67 ગ્રામ ગાંજો અને 3 કલરફુલ LSD પેપર બ્લોટ્સ મળી આવ્યા હતા. વિદેશથી આવેલા પાર્સલને જ્યારે નાર્કોટિક્સ સ્ટાફની હાજરીમાં ખોલવામાં આવ્યું, ત્યારે તેમાં એક આકર્ષક ગ્રીટિંગ કાર્ડ હતું. આ કાર્ડની મધ્યમાં કોઈ સામાન્ય વ્યક્તિ ઓળખી ન શકે તે રીતે પેપર બ્લોટ્સના પાઉડર ફોર્મમાં 0.56 ગ્રામ શુદ્ધ LSD ડ્રગ્સ છુપાવેલું હતું, સાથે એક મેગેઝીન પણ રાખવામાં આવ્યું હતું. કારમાં હાજર અન્ય બે મિત્રો દેવ અને ધ્યાનની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ નેટવર્કમાં તેમની કોઈ સીધી સંડોવણી ન જણાતા બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ચેન્નઈ પોલીસ રવાના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા યશ દિનેશ છાબડાની વિધિવત ધરપકડ કરી તેનો મોંઘો મોબાઈલ ફોન અને લક્ઝુરિયસ ગાડી જપ્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે આરોપીને સુરતની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ચેન્નઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવા માટે 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે અને તેને પોતાની સાથે ચેન્નઈ લઈ ગઈ છે. યશ દ્વારા ભૂતકાળમાં જાન્યુઆરીમાં કુરિયરથી 900 બ્લોટ્સ, એપ્રિલમાં 800 બ્લોટ્સ અને મે મહિનામાં 900 બ્લોટ્સ મંગાવીને સુરતમાં મોટા પાયે સપ્લાય કરાયા હોવાનું ખૂલતાં તપાસ વધુ તેજ કરવામાં અવાઇ છે.
    Click here to Read More
    Previous Article
    સચિને બતાવી ટ્રાવેલ પેકિંગની ખાસ રીત, VIDEO:ભાખરવડી અને નાસ્તો પણ પેક કર્યો, લાંબી મુસાફરી માટે કરી આ રીતની પેકિંગ
    Next Article
    ACPCએ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની મેરિટ યાદી જાહેર:13461 વિદ્યાર્થીઓનો યાદીમાં સમાવેશ, સરકારી 5% બેઠક પર JEE અને NEETના આધારે પ્રવેશ, 25 સુધી ચોઈસ ફિલિંગ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment