Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ACPCએ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની મેરિટ યાદી જાહેર:13461 વિદ્યાર્થીઓનો યાદીમાં સમાવેશ, સરકારી 5% બેઠક પર JEE અને NEETના આધારે પ્રવેશ, 25 સુધી ચોઈસ ફિલિંગ થશે

    1 day ago

    રાજ્યની પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખા માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 15 જૂનના પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ હવે પ્રથમ વર્ષના ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોર્સ માટે ACPC દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે 14 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવ્યું હતું, જેમાંથી 13461 જેટલા વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 25 જૂન સુધી ચોઇસ ફિલિંગની તક આપવામાં આવી છે. GUJCET અને બોર્ડ આધારિત 13,461 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ રાજ્યની પ્રથમ વર્ષ બી.ફાર્મ અને ડી.ફાર્મ પ્રવેશ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો શરૂ થયો છે. ટેક્નિકલ શિક્ષણ વિભાગ હેઠળની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બોર્ડના પરિણામો જાહેર થઈ જતા વિદ્યાર્થીઓને વધુ સમય મળે તે માટે મેરીટ જાહેર કરવાની સાથે મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે કુલ 14,418 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. GUJCET અને બોર્ડ આધારિત મેરીટમાં 13,461 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 5,639 વિદ્યાર્થી અને 7,822 વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરાયો છે. નિયમ મુજબ સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95 ટકા તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો પર GUJCET આધારિત પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સરકારી સંસ્થાઓની 5 ટકા બેઠકો પર NEET/JEEના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું મેરીટ નંબર ACPCની વેબસાઇટ પર લોગિન કરીને ચકાસી શકશે. 27 જૂને ફાઇનલ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડનું પરિણામ જાહેર આ વર્ષે GUJCET આધારિત મેરીટમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થી મિલન ખુંધાર પ્રથમ ક્રમે આવ્યો છે. તેમને 99.95 મેરીટ માર્ક્સ મળ્યા છે. મેરીટ યાદીમાં ગુજરાત બોર્ડના 12,049, CBSEના 1,223, ICSEના 84 અને Cambridge, NIOS, IB સહિત અન્ય બોર્ડના 106 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. કેટેગરી મુજબ જનરલના 4,539, EWSના 2,686, SCના 908, SEBCના 4,130 અને STના 1,198 વિદ્યાર્થીઓ મેરીટમાં સામેલ થયા છે. વિદ્યાર્થીઓને 25 જૂન સુધી ચોઇસ ફિલિંગ કરવાની તક આપવામાં આવી છે, જ્યારે 27 જૂને ફાઇનલ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. 12,820 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યની કુલ 160 ફાર્મસી સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમાં બી.ફાર્મની 122 સંસ્થાઓમાં કુલ 10,482 બેઠકો છે, જ્યારે ડી.ફાર્મની 38 સંસ્થાઓમાં 2,338 બેઠકો ઉપલબ્ધ છે. આમ બંને કોર્સ મળીને કુલ 12,820 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. તેમાંથી 7,558 સરકારી ક્વોટાની બેઠકો પર ACPC દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 5,262 મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે સ્વનિર્ભર સંસ્થાઓ અલગથી કાર્યવાહી કરશે. ACPCએ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વધુ કોલેજો અને કોર્સ માટે ચોઇસ ફિલિંગ કરવાની સલાહ આપી છે તેમજ પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લગ્નના બે દિવસ પહેલાં જ વેપારી પુત્ર ડ્રગ્સ સાથે ઝડપાયો:સંગીત અને ડીજે પાર્ટી માટે જથ્થો મંગાવાયો હોવાની આશંકા, 6 મહિનામાં 2890થી વધુ LSD બ્લોટ્સ સુરતમાં વેચાયાની કબૂલાત
    Next Article
    Massive Paul Heyman Announcement Leaves WWE Fans Wondering What's Next

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment