Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધાર્થ રાવલની સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ:જેલમાં કેદ સિલિકોન વેલ્થના માલિકે રોકાણની લાલચ આપી 6 લોકોના રૂ.2.64 કરોડ પડાવ્યા

    1 week ago

    સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીના માલિક સિદ્ધાર્થ રાવલે રોકાણ કરવાની લાલચ આપીને 6 ટકા માસિક વળતરની સ્કીમ આપીને છ વ્યક્તિ પાસેથી રૂ.2.64 કરોડ પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનાર છ વ્યક્તિ બોપલ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને જેલમાં કેદ સિદ્ધાર્થ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાવી છે. જીવરાજ પાર્કમાં રહેતા વિરલ પંચાલ બેટરી-ઇન્વર્ટરનો વેપાર કરે છે. તેમણે સિદ્ધાર્થ રાવલના ઘરે બેટરી અને ઇન્વર્ટરની સામગ્રી આપવા ગયા હતા. એ સમયે સિદ્ધાર્થે ધંધાની સાથે સાથે તેમની કંપનીમાં રોકાણ કરવાની વિરલભાઈને સલાહ આપી હતી. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, તે રિઅલ એસ્ટેટમાં રોકાણ કરે છે અને તેમાં થતા નફામાંથી તમારા રોકાણ સામે દર મહિને 6 ટકા જેટલું વળતર આપશે. જ્યારે પૈસા પરત જોઈએ ત્યારે 30 દિવસ અગાઉ જાણ કરવાથી પૈસા પણ કંપની પરત આપી દેશે. સિદ્ધાર્થની વાતોમાં વિશ્વાસ રાખીને વિરલભાઈએ અલગ-અલગ સમયે ચેક અને બેંક ટ્રાન્સફર મારફતે કુલ 20 લાખ આપી રોકાણ કર્યું હતું. આ રોકાણનો નોટરાઇઝ્ડ એમઓયુ પણ કરાયો હતો, પરંતુ સિદ્ધાર્થે ત્યાર બાદ કોઈ વળતર કે મૂડી ન આપીને માર્કેટ ડાઉન હોવાનાં બહાના કર્યાં હતાં. આથી વિરલ પંચાલે વધુ તપાસ કરતા સિદ્ધાર્થે અનેક લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું હતું. આ કૌભાંડમાં નિમેષ દેસાઈ, યોગેશ પટેલ, અંશુલ ડોંગરા, ધવલ શાહ અને મુકુંદ બદાણી સહિતના લોકોએ કુલ રૂ. 2.64 કરોડ ગુમાવ્યા હતા. ભાસ્કર ઇનસાઇડ સેટેલાઇટ, આનંદનગર, સરખેજમાં 15 લોકોના કરોડો પડાવ્યા, છેતરપિંડીની કુલ 4 ફરિયાદ નોંધાઈ સિદ્ધાર્થ રાવલ સામે અગાઉ સેટેલાઇટ, આનંદનગર અને સરખેજમાં પણ અનેક ભોગ બનનારા લોકોએ ફરિયાદ નોંધાવી હતી, જેથી તે જેલમાં છે. અગાઉ પણ તેણે રોકાણમાં 3થી 10 ટકા સુધી વળતર અપાવવાની લાલચ આપી 15 લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ અંગે અગાઉ સરખેજ, સેટેલાઇટ અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. હવે ભોગ બનેલા વધુ છ લોકો સામે આવતા બોપલ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થ સામે કુલ 4 ફરિયાદ દાખલ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    હજાર પરિવાર જર્જરિત મકાનમાં રહેવા મજબૂર:સોલા, વાડજ, શાસ્ત્રીનગરમાં 7 સોસાયટીનું રિડેવલપમેન્ટ અટક્યું: બિલ્ડરે નિયત ભાડું ન આપતાં, નવા ઘરમાં જગ્યા ઘટાડી દેતાં વિવાદ
    Next Article
    આત્મહત્યા:અકળ કારણસર યુવકે ફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment