Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી-છઠ્ઠ પૂજા પર વતન જતા લોકોથી ઉધના સ્ટેશને કીડિયારું ઊભરાયું:રાત્રે હોલ્ડિંગ એરિયા હાઉસફુલ, સવારે 6 ટ્રેન મારફતે 25 હજાર મુસાફરો સુરતથી રવાના

    13 hours ago

    દિવાળી અને છઠ્ઠ પૂજાના મહાપર્વ નિમિત્તે સુરત અને ઉધનાથી વતન ઉત્તર પ્રદેશ તેમજ બિહાર જવા માટે શ્રમિકો અને મુસાફરોનું ભારે કીડિયારું ઊભરાયું છે. તહેવારો પહેલાંના રવિવારે વતન જવા નીકળેલા મુસાફરોની ભારે ભીડને પગલે રેલવે સ્ટેશનનો હોલ્ડિંગ એરિયા રાત્રે જ ખીચોખીચ ભરાઈને હાઉસફુલ થઈ ગયો હતો. જોકે, રેલવે તંત્ર દ્વારા રાતથી સવાર સુધીમાં 6 વિશેષ ટ્રેનો દોડાવીને લગભગ 25 હજાર લોકોને રવાના કરાતા સવારે હોલ્ડિંગ એરિયા અંશતઃ ખાલી થયો હતો અને મુસાફરો સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. દોઢ કલાકથી લાઈન હતો ,ભીડને કારણે ટ્રેન છુટી ગઈ છેઃ મુસાફર મુહમ્મદ દિલશાદ આલમ રેલવે સ્ટેશન પર મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ વિશે વાત કરતા કહ્યું કે, તેઓ અબુધાબીથી સુરત એક કોર્સ માટે આવ્યા હતા અને વેકેશન હોવાથી ઘરે જવા માંગતા હતા. જોકે, નિયમિત ટ્રેનોમાં કોઈ કન્ફર્મ સીટ ન મળવાને કારણે તેઓ સ્પેશિયલ ટ્રેન પકડવા આવ્યા હતા. સ્ટેશન પર ભારે ભીડ હોવાથી તેઓ સવારે 7 વાગ્યાથી લાઇનમાં ઊભા હતા, તેમ છતાં સવારે 8:30 વાગ્યાની પટના જતી ટ્રેન છૂટી ગઈ હતી. હવે પછીની 11 વાગ્યાની ટ્રેનમાં પણ જગ્યા મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. 'બધા મુસાફરો એક જ જગ્યાએ ભેગા થતા મુશ્કેલી વધુ' સ્ટેશનની વ્યવસ્થા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, વ્યવસ્થા સામાન્ય રીતે યોગ્ય છે, પરંતુ ભારે ભીડને કારણે મુસાફરો હેરાન થઈ રહ્યા છે. ઘણા લોકો સવારે 4 કે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં ટ્રેન પકડી શકતા નથી. તેમણે સૂચન કર્યું કે, ભીડને યોગ્ય રીતે નિયંત્રિત કરવા માટે અલગ-અલગ રૂટ કે દિશા તરફ જતા મુસાફરો માટે અલગ વ્યવસ્થા અથવા લાઇનો બનાવવી જોઈએ. બધા મુસાફરો એક જ જગ્યાએ ભેગા થવાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે, જેથી સુવ્યવસ્થિત આયોજન જરૂરી છે. એસી, રિઝર્વેશન કે જનરલ કોચ વચ્ચે કોઈ ખાસ તફાવત રહ્યો નથીઃ વિનયસિંહ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી વિનયસિંહે કહ્યું કે, પ્લેટફોર્મ પર અગાઉ થતી નાસભાગની સરખામણીએ હવે વ્યવસ્થા ઘણી સારી થઈ છે. જોકે, ટ્રેનની અંદરની સ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. એસી, રિઝર્વેશન કે જનરલ કોચ વચ્ચે કોઈ ખાસ તફાવત રહ્યો નથી, કારણ કે એસી કોચમાં પણ એક-એક સીટ પર ત્રણથી ચાર વેઇટિંગ મુસાફરો બેઠા હોય છે. મુસાફરોને યોગ્ય રીતે બેસવાની પણ જગ્યા મળતી નથી અને શૌચાલય પાસે પણ ભારે ભીડ જોવા મળે છે. 'નાના બાળકો સાથે મુસાફરી કરવી મુશ્કેલ' તેઓ વધુમાં જણાવ્યું કે, 24 કલાક લાંબી મુસાફરીમાં આટલી બધી ભીડ વચ્ચે નાના બાળકો સાથે બેસવું કે ઊંઘવું અશક્ય બની જાય છે. દરેક સીટ પર વેઇટિંગ વાળા લોકોની ભીડ, જમીન પર અને પેસેજમાં બેઠેલા મુસાફરોને કારણે જમવા-પીવા જેવી પ્રાથમિક જરૂરિયાતોમાં પણ ભારે તકલીફ વેઠવી પડે છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમણે સરકાર અને રેલવે તંત્રને તાપ્તી ગંગા એક્સપ્રેસ જેવી ઓછામાં ઓછી એક કે બે વધારાની દૈનિક ટ્રેન શરૂ કરવા વિનંતી કરી છે, જેથી સામાન્ય લોકોને આવી હાલાકીમાંથી મુક્તિ મળી શકે. એરપોર્ટ જેવી સુવિધાઓ સાથે દેશનું સૌથી મોટું પેસેન્જર કેન્દ્ર ઊભું કરાયું પંકજસિંગ (DRM, પશ્વિમ રેલવે)એ જણાવ્યું કે, ભારે ધસારાને પહોંચી વળવા માટે રેલવે પ્રશાસન દ્વારા છેલ્લા 4 મહિનામાં રેકોર્ડ સમયમાં દેશનું સૌથી મોટું પેસેન્જર સુવિધા કેન્દ્ર તૈયાર કરાયું છે. અગાઉની જગ્યા સાથે મળીને હવે 10,000 ચોરસ મીટરના વિસ્તારમાં 15થી 20 હજાર મુસાફરો રોકાઈ શકે તેવી ક્ષમતા ઊભી થઈ છે. મુસાફરો માટે એરપોર્ટ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેમાં 40 મોટા પંખા, 200 લાઇટ્સ, 150 સ્પીકર્સ, પીવાનું પાણી અને 10 નવી ટિકિટ બારીઓ શરૂ કરાઈ છે. સાથે જ સ્વચ્છતા જાળવવા પુરુષો માટે 50 અને મહિલાઓ માટે 30 શૌચાલયોની વ્યવસ્થા કરાઈ છે. પ્લેટફોર્મ નંબર 6નું કાયાકલ્પ, હાઈ-લેવલ પ્લેટફોર્મ તૈયાર મુસાફરોને ટ્રેનમાં ચઢવા-ઉતરવામાં તકલીફ ન પડે તે માટે પ્લેટફોર્મ નંબર 6ને સંપૂર્ણ નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પહેલાં અહીં રેલ-લેવલ પ્લેટફોર્મ હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જેને હવે હાઈ-લેવલ પ્લેટફોર્મ બનાવી તેના પર નવું સરફેસિંગ અને છતની પૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શનિવાર રાતથી દર 2 કલાકે દોડાવવામાં આવી સ્પેશિયલ ટ્રેનો રવિવારે સવારે 8:30 વાગ્યે ઉપડતી અંત્યોદય એક્સપ્રેસમાં ભારે ભીડ થતી હોવાથી તંત્રે શનિવાર રાતથી જ દર બે-બે કલાકે ટ્રેનો ચલાવી હતી. શનિવારે રાત્રે 11:30 વાગ્યે હસનપુર માટે ટ્રેન રવાના કરાઈ. રાત્રે 1:30 વાગ્યે મધુબની માટે ટ્રેન મોકલવામાં આવી. વહેલી સવારે 3:30 અને 5:30 વાગ્યે જયનગર તરફ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ. સવારે 8:30 વાગ્યે જયનગર માટે અંત્યોદય એક્સપ્રેસ રવાના થઈ. આ ઉપરાંત સવારે 10:20 વાગ્યે તાપ્તી ગંગા એક્સપ્રેસ મુસાફરોને લઈને રવાના કરાઈ હતી. આ ટ્રેનો મારફતે સવાર સુધીમાં 25 હજાર જેટલા મુસાફરો વતન જવા રવાના થતાં સ્ટેશન પરનો ધસારો હળવો થયો હતો. વધુ ભીડ થાય તો સવારે 11:30 અને બપોરે 1:30 વાગ્યે પણ વધારાની જયનગર સ્પેશિયલ ટ્રેનો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એક જ દિવસમાં 35 હજારથી વધુ મુસાફરો રવાના થવાનો અંદાજ રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, ગયા વર્ષે પીક સીઝનમાં 35,000 મુસાફરો નોંધાયા હતા અને આજે પણ આખો દિવસ મળીને 35 હજારથી વધુ મુસાફરો રવાના થવાનો અંદાજ છે. 1 ઑક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા કુલ 1,800 સ્પેશિયલ ફેરા ચલાવાઈ રહ્યા છે, જેમાં 600થી 650 ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફની છે. મુંબઈ મંડળમાંથી અત્યાર સુધીમાં દોઢ લાખ મુસાફરો રવાના થઈ ચૂક્યા છે અને સીઝનના અંત સુધીમાં આ આંકડો અઢી લાખને પાર પહોંચશે. RPF, GRP અને સિટી પોલીસનો કાફલો ખડેપગે તહેનાત મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા RPF, GRP અને સ્થાનિક પોલીસના સેંકડો જવાનો ખડેપગે છે. આ ઉપરાંત 100 થી 150 ટિકિટ ચેકર્સ, ટેકનિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વિભાગની ટીમો ટ્રેનોની તાકીદે ચકાસણી, સમારકામ અને સફાઈ કરીને તેને સમયસર દોડાવવા સતત કામગીરી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં વિપક્ષની રેલી વિરુદ્ધ ભાજપની માર્ચ:નડ્ડાએ કહ્યું- આજના દિવસે શીખોનો નરસંહાર થયો, રાહુલ પોતાની રાજનીતિ માટે શહીદોને ભૂલી ગયા
    Next Article
    ફુલ્કી-પાટડી-ખારાઘોડા રોડનું નવીનીકરણ શરૂ:મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે પાટડીમાં ₹. 13 કરોડના કામનું ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment