Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફુલ્કી-પાટડી-ખારાઘોડા રોડનું નવીનીકરણ શરૂ:મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે પાટડીમાં ₹. 13 કરોડના કામનું ખાતમુહૂર્ત

    13 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ફુલ્કી-પાટડી-ખારાઘોડા રોડના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત થયું. અંદાજે રૂ. 13 કરોડના ખર્ચે આ માર્ગ બનાવવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા અને દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર હાજર રહ્યા હતા. તેમના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રોડનું કામ પૂરું થયા પછી પાટડી અને આસપાસના ગામો વચ્ચે અવરજવર સરળ બનશે. નાગરિકો અને વાહનચાલકોને સુધારેલો માર્ગ મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નબુબેન ચાવડા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ, અગ્રણીઓ દિલીપભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક અને પ્રાંત અધિકારી મિલન રાવ સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દિવાળી-છઠ્ઠ પૂજા પર વતન જતા લોકોથી ઉધના સ્ટેશને કીડિયારું ઊભરાયું:રાત્રે હોલ્ડિંગ એરિયા હાઉસફુલ, સવારે 6 ટ્રેન મારફતે 25 હજાર મુસાફરો સુરતથી રવાના
    Next Article
    India vs New Zealand 5th T20I LIVE Score: Shreyas-Ishan Shift Gear After Abhishek-Samson Flop

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment