Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં 6 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો:22 વર્ષીય આરોપી ચોકલેટની લાલચ આપી બાળકીને અવાવરુ જગ્યાએ લઈ ગયો, પોલીસે 45 સીસીટીવી ચેક કરી માસૂમને બચાવી

    2 days ago

    સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બનતા અટકી છે. ચોકલેટ અને કુરકુરેની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરનાર બિહારના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકીને સહી-સલામત મુક્ત કરાવી હતી. ચોકલેટની લાલચ આપી અપહરણ ઘટનાની વિગત મુજબ, ગત 31 માર્ચના રોજ રાત્રે પાંડેસરા વિસ્તારમાંથી એક બાળકી અચાનક ગુમ થઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમ (112) પર કોલ આવતા જ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે, એક અજાણ્યો શખ્સ બાળકીને લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયો હતો. એસીપી ઝેડ.આર. દેસાઈના જણાવ્યા અનુસાર, આરોપી પ્રદીપ ઉર્ફે સત્યેન્દ્ર પાલ અને બાળકી વચ્ચે કોઈ પૂર્વ પરિચય નહોતો, તેમ છતાં લાલચ આપી તે માસૂમને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. 6 ટીમોનું મેગા સર્ચ ઓપરેશન ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પાંડેસરા પી.આઈ. કે.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ 50 જેટલા પોલીસ કર્મચારીઓની 6 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ઓપરેશનમાં અલથાણ અને ખટોદરા પોલીસની ટીમોને પણ સામેલ કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. રાતભર ચાલેલી આ શોધખોળમાં પોલીસે વડોદ ગામથી પ્રાઇમ પોઇન્ટ સુધીના અંદાજે 45 જેટલા CCTV કેમેરા તપાસ્યા હતા. સિક્યોરિટી ગાર્ડની માહિતી અને સફળતા વહેલી સવારે 4:30 વાગ્યે સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકી સાથે દેખાયો હતો. દરમિયાન, 'વેદાંત' સાઈટના સિક્યોરિટી ગાર્ડે પણ પોલીસને મહત્વની કડી આપી હતી. આ માહિતીના આધારે પોલીસે ખાડી પાસેના ઝાડી-ઝાંખરામાં તપાસ કેન્દ્રિત કરી હતી. અંતે સવારે 6:15 વાગ્યે CEPT પ્લાન્ટ પાછળની ઝાડીઓમાં આરોપી બાળકી સાથે સૂતેલી હાલતમાં ઝડપાઈ ગયો હતો. એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, "આ કેસ અત્યંત સંવેદનશીલ હતો. સમયસર સર્ચ ઓપરેશન હાથ ધરવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે અને બાળકી સહી-સલામત મળી આવી છે." કોણ છે આરોપી? પકડાયેલો 22 વર્ષીય આરોપી પ્રદીપ મૂળ બિહારના ઔરંગાબાદનો વતની છે અને હાલ લક્ષ્મીનગરમાં રહે છે. તે પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેનો ઇરાદો બદકામ કરવાનો હતો, પરંતુ રસ્તામાં લોકોની અવરજવરને કારણે તે સતત સ્થળ બદલતો રહ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ-137(2) મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મેડિકલ તપાસમાં બાળકી સુરક્ષિત હોવાનું જણાતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની ફોર્મલ્ટીથી દબાણકર્તાઓ બેફામ:ભાઈજીપુરામાં મેગા દબાણ હટાવ ઝુંબેશમાં ફરી એકવાર સરકારી મશીનરીનો વેડફાટ, ગણતરીના કલાકમાં સ્થિતિ જૈસે થે
    Next Article
    કેસરિયા કિલ્લામાં ટિકિટ માટે પડાપડી:ગાંધીનગરની 176 બેઠક માટે 548 દાવેદારોએ ઝંપલાવ્યું, સાદરા બેઠકમાં 21 ફોર્મ ભરાતા નિરીક્ષકો પણ અવાચક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment