Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેસરિયા કિલ્લામાં ટિકિટ માટે પડાપડી:ગાંધીનગરની 176 બેઠક માટે 548 દાવેદારોએ ઝંપલાવ્યું, સાદરા બેઠકમાં 21 ફોર્મ ભરાતા નિરીક્ષકો પણ અવાચક

    2 days ago

    ગુજરાતના રાજકારણમાં હાલ ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સંસદથી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી ભાજપનું એકહથ્થુ શાસન હોવાથી સત્તાના સથવારે પોતાની રાજકીય નૈયા પાર પાડવા ઈચ્છતા કાર્યકરોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ, માણસા અને ગાંધીનગર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની કુલ 176 બેઠક માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા 548 જેટલા દાવેદારો મેદાનમાં ઉતરી આવ્યા છે.એક સમયે જ્યાં ઉમેદવારો શોધવા પડતા હતા ત્યાં આજે ટિકિટ માટે લાઈનો લાગી છે. ભાજપની ટિકિટ મેળવવા દાવેદારોનો રાફડો ફાટ્યો ગાંધીનગર તાલુકાની સાદરા જિલ્લા પંચાયતની બેઠક હાલમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે.આ બેઠક બિનઅનામત હોવાથી અહીં ભાજપના ટિકિટ વાંચ્છુઓનો રાફડો ફાટ્યો છે.માત્ર આ એક જ બેઠક માટે 21 મૂરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.આટલી મોટી સંખ્યામાં દાવેદારી સૂચવે છે કે સ્થાનિક સ્તરે પક્ષમાં આંતરિક સ્પર્ધા કેટલી તીવ્ર છે. ઉમેદવાર પસંદ કરવો લોઢાના ચણા ચાવવા સમાન આ વખતની ચૂંટણીમાં એક નવો વળાંક જોવા મળ્યો છે.ગાંધીનગર જિલ્લામાં ઠાકોર ક્ષત્રિય મતદારોનું વર્ચસ્વ નિર્ણાયક માનવામાં આવે છે,ત્યારે ઠાકોર સેનાના અનેક આગેવાનોએ પણ ભાજપના પ્રતીક પર ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે.ખાસ કરીને ઓબીસી અનામત ધરાવતી બેઠકો પર ઠાકોર સેનાના આગ્રહને કારણે ભાજપ હાઈકમાન્ડ માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી કઠિન બની શકે તેમ છે. ત્રણ તાલુકાની 21 બેઠક માટે 121 દાવેદાર પાર્ટી નિરીક્ષકો દ્વારા છેલ્લા બે દિવસથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જિલ્લા પંચાયતની બેઠકોની વાત કરીએ તો ત્રણેય તાલુકાની 21 બેઠકો માટે 121 દાવેદારો લાઈનમાં છે.જેમાં દહેગામની 7 બેઠકો માટે 47, કલોલની 6 બેઠકો માટે 16 અને ગાંધીનગરની 8 બેઠકો માટે 58 દાવેદારો છે. કલોલ તાલુકા પંચાયતની 22 બેઠક માટે 65ની દાવેદારી એ જ રીતે તાલુકા પંચાયતની દહેગામ તાલુકા પંચાયતની 28 બેઠક માટે 69 અને કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 65 દાવેદારોએ ઉમેદવારી માટે તૈયારી દર્શાવી છે.જ્યારે નગરપાલિકાની બેઠકો પૈકી દહેગામ પાલિકાના 7 વોર્ડ માટે 135 અને કલોલ પાલિકાના 11 વોર્ડ માટે 157 જેટલા ફોર્મ ભરાયા છે. હાલમાં માણસા તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠક માટે 58 દાવેદારો નોંધાયા છે. ઉપરાંત માણસા તાલુકા પંચાયતની 26 બેઠકમાં 85 દાવેદારોએ ફોર્મ ભર્યા છે.આમ નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે ટિકિટ કોને મળશે તે અંગે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.ભાજપ માટે આટલી મોટી સંખ્યામાંથી શ્રેષ્ઠ અને વિજેતા ઉમેદવારની પસંદગી કરવી એ મોટો પડકાર બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરામાં 6 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો:22 વર્ષીય આરોપી ચોકલેટની લાલચ આપી બાળકીને અવાવરુ જગ્યાએ લઈ ગયો, પોલીસે 45 સીસીટીવી ચેક કરી માસૂમને બચાવી
    Next Article
    ભાજપના નેતાઓના સંતાનોના ટિકિટના દાવાથી કાર્યકરોમાં આક્રોશ:ખાડીયા-શાહીબાગમાં ભડકો, નેતાના સંતાનોને ટિકિટ અપાશે નહી તેવા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના દાવાથી સ્થિતિ વિપરીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment