Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના નેતાઓના સંતાનોના ટિકિટના દાવાથી કાર્યકરોમાં આક્રોશ:ખાડીયા-શાહીબાગમાં ભડકો, નેતાના સંતાનોને ટિકિટ અપાશે નહી તેવા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના દાવાથી સ્થિતિ વિપરીત

    2 days ago

    ખાડીયા વૉર્ડના પૂર્વ કાઉન્સિલર, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના દીકરા જૈવલ ભટ્ટે તેમજ પૂર્વ ભાજપ પક્ષના નેતા-સતત પાંચ વખતના કાઉન્સિલર મયુર દવેના પુત્ર શાલીન દવેએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.બીજા એક શાહીબાગ વૉર્ડમાં પણ પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવિણ પટેલના પુત્ર વિશાલ પટેલે પણ કાઉન્સિલર માટે દાવેદારી નોંધાવી છે. જેને પગલે ભાજપના પાયાના કાર્યકરો-આગેવાનોમાં ભારે ગણગણાટ શરુ થયો છે. કેમ કે ભાજપના નાના મોટા નેતાઓ હંમેશા કોંગ્રેસના પરિવારવાદને ગાળો આપતા આવ્યા છે, ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની આવી નીતિરીતિનો જ અમલ કરાશે કે શું એવો પ્રશ્ન બધા પૂછી રહ્યા છે. ભાજપ આગેવાનોના પુત્રોની દાવેદારીથી આક્રોશ ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે પણ મીડિયા ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યા છે તેમાં એવુ સ્પષ્ટ કહ્યુ છે કે, પૂર્વ નેતાઓ પુત્રોને ટિકિટ આપવામાં નહી આવે.શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની માફક હાલના ભાજપના કેટલાક આગેવાનોના સંતાનોએ ટિકિટ માટેની દાવેદારી કરતા પાયાના કાર્યકરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમજ જૂના નેતાઓ અને નેતા પુત્રો પ્રમુખના આદેશને ઘોળીને પી રહ્યા હોય તેવા હાલ થયા છે. પાયાના કાર્યકરો સાથે દગો થઈ રહ્યો હોવાની ચર્ચા કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે પરિવારવાદના આક્ષેપ કરતી ભાજપ એનો આંતરવિગ્રહ કેવી રીતે ટાળશે એ ખુબ મોટો પ્રશ્ન ભાજપના પ્રમુખ અને ચૂંટણી ઉમેદવાર પસંદગી સમિતિ સામે ઉભો થયો છે.પોતાના જીવનનો સર્વસ્વ અર્પણ કરનાર પાયાના કાર્યકર્તા સાથે દગો થઈ રહ્યો હોય તેમ કાર્યકર્તા કહી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ પોતાના જાહેર ભાષણોમાં કાર્યકર્તાને કેન્દ્ર સ્થાને રાખે છે, કાર્યકર્તા બાબતે મોટા- મોટા નિવેદનો આપે છે અને જયારે ખરેખર કાર્યકર્તાને ન્યાય આપવાની બાબત આવે છે ત્યારે દબાણમાં આવીને હથિયાર હેઠા મૂકી દેશે કે શું તેવો પ્રશ્ન પણ કાર્યકરો એકબીજાને પૂછી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કેસરિયા કિલ્લામાં ટિકિટ માટે પડાપડી:ગાંધીનગરની 176 બેઠક માટે 548 દાવેદારોએ ઝંપલાવ્યું, સાદરા બેઠકમાં 21 ફોર્મ ભરાતા નિરીક્ષકો પણ અવાચક
    Next Article
    Nitish Kumar Reddy’s improved show with the ball a positive for India: Sunil Gavaskar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment