Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ફોર્મલ્ટીથી દબાણકર્તાઓ બેફામ:ભાઈજીપુરામાં મેગા દબાણ હટાવ ઝુંબેશમાં ફરી એકવાર સરકારી મશીનરીનો વેડફાટ, ગણતરીના કલાકમાં સ્થિતિ જૈસે થે

    2 days ago

    ગાંધીનગર શહેરના માર્ગોને ટ્રાફિકમુક્ત કરવાના બણગાં ફૂંકતી ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આજે ફરી એકવાર ભાઈજીપુરા વિસ્તારમાં મેગા દબાણ હટાવો ઝુંબેશનો દેખાડો કર્યો હતો. ભાઈજીપુરા ચોકડી અને આસપાસના સર્વિસ રોડ પરથી કાચા પાકા દબાણો અને લારી ગલ્લાઓને હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી કરવામાં આવી હતી પરંતુ, ગણતરીના કલાકોમાં જ આ કાર્યવાહી માત્ર કાગળ પરના આંકડા સુધારવાની સાથે સરકારી પૈસાનો વ્યર્થ વ્યય હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. અત્રેના રોડ પરના દબાણો ગણતરીના કલાકમાં જ રાબેતા મુજબ જેતે સ્થિતિમાં ગોઠવાઈ જઈ ધંધા ધમધમવા માંડતા મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. એસ્ટેટ શાખાની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી ગાંધીનગરના ભાઈજીપુરા સર્વિસ રોડ પર આવેલી દુકાનોના સંચાલકોએ જાણે રાહદારીઓના ફૂટપાથને પોતાની ખાનગી માલિકી સમજી લીધી હોય તેમ ત્યાં પાણીપુરી, ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ અને ફેરિયાઓને આશરો આપી દીધો હોવાનું જગ જાહેર છે. આજે એસ્ટેટ શાખાની ટીમે પોલીસ કાફલા સાથે પહોંચી આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી ત્યારે રસ્તો ચોખ્ખો થઈ ગયો હતો. ગણતરીના કલાકોમાં જ આ દબાણો ફરી યથાવત થઈ જાય છે પરંતુ ભૂતકાળની વ્યર્થ કામગીરી સાક્ષી છે કે મનપાનું ટ્રેક્ટર પરત ફરે એટલે ગણતરીના કલાકોમાં જ આ દબાણો ફરી યથાવત થઈ જાય છે. એજ સ્થિતિ સાંજ પડતા જોવા મળી રહી છે.અહીં ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો ફરી ગોઠવાઈ ગયા હોવાથી એસ્ટેટ શાખાની પોલ ખુલી ગઈ છે .અગાઉ ઘ-0 થી રિલાયન્સ સર્કલ સુધીના માર્ગ પર પણ આવી જ ભવ્ય ડ્રાઇવ યોજાઈ હતી.જેનું પરિણામ આજે શૂન્ય છે. આવી કામગીરી સામે નગરજનોનો રોષ છે કે તંત્ર માત્ર નામ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લે છે. મનપાના એસ્ટેટ વિભાગની ઢીલી નીતિને કારણે દબાણકર્તાઓ બેખોફ બન્યા જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી થાય છે. ત્યારે મશીનરી, ઈંધણ અને માનવબળ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે.પરંતુ કોઈ નક્કર કે કાયમી ઉકેલ આવતો નથી. ટ્રાફિક પોલીસ પણ આ વિસ્તારમાં વારંવાર મથામણ કરી ચૂકી છે છતાં મનપાના એસ્ટેટ વિભાગની ઢીલી નીતિને કારણે દબાણકર્તાઓ બેખોફ બન્યા છે. કડક કાર્યવાહી નહી થાય તો ભાઈજીપુરા જેવી ઝુંબેશો માત્ર રમત બનીને રહી જશે મોટાભાગે વેપારીઓ ફૂટપાથ પચાવી પાડી છે અને તંત્ર નોટિસ આપીને કે સામાન જપ્ત કરીને પોતાની જવાબદારી પૂરી માને છે.ખરેખર તો જ્યાં સુધી દબાણ કરનાર તત્વો સામે આકરો દંડ કે કાયમી લાયસન્સ રદ કરવા જેવી કડક જોગવાઈઓ અમલી નહીં બને ત્યાં સુધી ભાઈજીપુરા જેવી ઝુંબેશો માત્ર રમત બનીને રહી જશે. મનપા ભલે આગામી દિવસોમાં સતત કામગીરીના વાયદા કરે પણ આજે જ સાંજ પડતા ગેરકાયદેસર વેપાર ધંધા ધમધમવા માંડ્યા છે. ફૂટપાથો પર લારી ગલ્લાના દબાણોનો અડિંગો રાબેતા મુજબનો થઈ ગયો છે .આ વખતે પણ રસ્તાઓ એસ્ટેટ શાખાના માત્ર ફોટા પડાવવા પૂરતા જ ખુલ્લા રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈએ 210 રનનો ટાર્ગેટ આપ્યો:પ્રભસિમરન 43 રન બનાવીને રન આઉટ થયો, પ્રિયાંશ આર્ય પણ પેવેલિયન પરત ફર્યો
    Next Article
    પાંડેસરામાં 6 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો:22 વર્ષીય આરોપી ચોકલેટની લાલચ આપી બાળકીને અવાવરુ જગ્યાએ લઈ ગયો, પોલીસે 45 સીસીટીવી ચેક કરી માસૂમને બચાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment