Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મનપાએ 6 મહિનામાં રૂ. 18.57 કરોડનો વેરો વસૂલ્યો:રૂ.71.18 કરોડની ડિમાન્ડ સામે 52.61 કરોડ જેટલી રકમ‎ વસૂલવાની બાકી, 72,905 મિલકતધારકે વેરો ભર્યો નથી‎

    12 hours ago

    મોરબી મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં રૂ. 18.57 કરોડની વેરા વસૂલાત કરી છે. મનપાની કુલ રૂ. 71.18 કરોડની ડિમાન્ડ સામે હજુ રૂ. 52.61 કરોડ જેટલી રકમ વસૂલવાની બાકી છે. શહેરમાં નોંધાયેલી 1,25,087 મિલકતોમાંથી 52,182 મિલકતધારકોએ વેરો ભર્યો છે, જ્યારે 72,905 મિલકતધારકોનો વેરો બાકી છે. આમ, કુલ મિલકતોમાંથી આશરે 58% મિલકતધારકોએ હજુ વેરો ભરવાનો બાકી છે. જૂના સિટી વિસ્તારની સરખામણીએ મનપામાં નવા ભળેલા પંચાયત વિસ્તારોમાં વેરો ભરનાર મિલકતધારકોનું પ્રમાણ વધુ છે. જૂના વિસ્તારમાં 97,353 મિલકતોમાંથી 38,112 મિલકતધારકોએ વેરો ભર્યો છે, જ્યારે નવા ભળેલા વિસ્તારોમાં 27,732 મિલકતોમાંથી 14,070 મિલકતધારકોએ વેરો ભરપાઈ કર્યો છે. આથી નવા વિસ્તારોમાં વેરો ભરનારનું પ્રમાણ આશરે 51% છે, જ્યારે જૂના વિસ્તારમાં તે આશરે 39% છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં રૂ.18.57 કરોડની વસૂલાત થઈ છે. રિમાઇન્ડર નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ‎ રાજ્ય સરકારની રિબેટ યોજનાનો લાભ લઈને કરદાતાઓએ કુલ રૂ. 56,54,914ની બચત કરી છે. મનપા દ્વારા મિલકતધારકોને બિલ પહોંચાડ્યા બાદ હાલ રિમાઇન્ડર નોટિસ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તહેવારો બાદ બાકી વેરાની વસૂલાત માટે વધુ સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. હાઉસ ટેક્સ શાખાના અધિકારી દલસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે મિલકતધારકો મનપાની વેબસાઇટ અથવા એપ્લિકેશન મારફતે પણ વેરો ભરી શકે છે અને મૂંઝવણ હોય તો કચેરીના સમય દરમિયાન માહિતી મેળવી શકે છે. રૂ. 52.61 કરોડની‎ વસૂલાત હજુ પડકારરૂપ‎ કુલ રૂ. 71.18 કરોડની વેરા ડિમાન્ડ સામે 6 મહિનામાં રૂ. 18.57 કરોડની વસૂલાત થઈ છે. એટલે કે કુલ ડિમાન્ડના આશરે 26% જેટલો વેરો વસૂલાયો છે અને આશરે 74% રકમ બાકી છે. 72,905 મિલકતધારકો પાસેથી બાકી વેરો વસૂલવા મનપા માટે આગામી સમયગાળામાં કામગીરી ઝડપી બનાવવી મહત્વપૂર્ણ રહેશે. નવા વિસ્તારોમાં વેરો‎ ભરવાનો પ્રતિસાદ વધુ‎ મનપાના આંકડા મુજબ નવા ભળેલા પંચાયત વિસ્તારોમાં 27,732 મિલકતોમાંથી 14,070 મિલકતધારકોએ વેરો ભર્યો છે. એટલે કે આશરે 51% મિલકતધારકોએ ચુકવણી કરી છે. તેની સામે જૂના સિટી વિસ્તારમાં 97,353 મિલકતોમાંથી 38,112 એટલે કે આશરે 39% મિલકતધારકોએ વેરો ભર્યો છે. ટકાવારીની દૃષ્ટિએ નવા વિસ્તારોમાં વેરા ભરપાઈનો પ્રતિસાદ આશરે 12 ટકા પોઇન્ટ વધુ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ ભાવ ઊંચા બોલાયા‎:5 ઓક્ટો.ના ઊંચા ભાવથી 21મીએ 39નો ઘટાડો નોંધાયો
    Next Article
    એનિમલ લવર્સ ટીમ અને વન વિભગ દ્વારા સંયુકત કામગીરી:ભાણવડ પંથકમાં 9 દિવસમાં 7 અજગર અને 5 મગરને બચાવાયા, સુરક્ષિત રેસ્ક્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment