Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એનિમલ લવર્સ ટીમ અને વન વિભગ દ્વારા સંયુકત કામગીરી:ભાણવડ પંથકમાં 9 દિવસમાં 7 અજગર અને 5 મગરને બચાવાયા, સુરક્ષિત રેસ્ક્યુ

    11 hours ago

    ભાણવડ સહિત દેવભૂમિ પંથકમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન એક તરફ ગરબાના મેદાનોમાં ખેલૈયાઓની રમઝટ જામી હતી, તો બીજી તરફ અબોલ વન્યજીવોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ટીમના સભ્યો રાત-દિવસ દોડધામ કરી રહ્યા હતા. ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી નવરાત્રિના નવ દિવસમાં સાત વિશાળ અજગર, પાંચ મગર તેમજ અનેક ઝેરી અને બિનઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉત્સવના માહોલ વચ્ચે વન્યજીવોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને હાથ ધરાયેલી આ કામગીરી જીવદયા અને પ્રકૃતિપ્રેમનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. ભાણવડ પંથકમાં પણ મોટાભાગના રેસ્ક્યુ કોલ રાત્રિના સમયે, ગરબાની રમઝટ ચાલી રહી હોય ત્યારે મળ્યા હતા. આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિ માટે ઉત્સવનો સમય મનોરંજનનો હોય, પરંતુ રેસ્ક્યુ ટીમના સભ્યો માટે આ સમય અબોલ જીવોનો જીવ બચાવવાની જવાબદારી નિભાવવાનો બની રહ્યો હતો. રેસ્ક્યુ માટેના કોલ મળતાં જ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોએ સમયની પરવા કર્યા વિના સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી. સાત વિશાળ અજગર અને પાંચ મગર જેવા જોખમી વન્યજીવો ઉપરાંત અનેક ઝેરી તથા બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરવું પડકારજનક કામગીરી હતી. તેમ છતાં ટીમના સભ્યોએ સાવચેતી અને જવાબદારીપૂર્વક કામગીરી કરીને વન્યજીવોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. અભિયાનમાં મુખ્ય રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે શિવ બળદ આશ્રમના સભ્યો અને વન વિભાગના કર્મચારીઓએ પણ સંકલનપૂર્વક કામગીરી કરી હતી. વિવિધ સ્થળથી મળેલા કોલના આધારે ટીમે સમયસર પહોંચીને વન્યજીવોને સુરક્ષિત રીતે પકડવાની અને તેમને યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. વન્યજીવોનું રેસ્ક્યુ કરવું જેટલું મહત્ત્વનું છે, તેટલું જ મહત્ત્વ તેમને સુરક્ષિત રીતે તેમના કુદરતી વાતાવરણમાં પાછા છોડવાનું પણ છે. આ બાબતને ધ્યાનમાં રાખી રેસ્ક્યુ કરાયેલા તમામ જીવોને સુરક્ષિત રીતે તેમના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આથી વન્યજીવોના જીવનનું રક્ષણ થયું હતું, તો બીજી તરફ રહેણાક વિસ્તારોમાં તેમની હાજરીને કારણે ઊભી થઈ શકતી સંભવિત જોખમી પરિસ્થિતિને પણ નિવારવામાં મદદ મળી હતી. ગત ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 258 સરીસૃપોના રેસ્ક્યુ દેવભૂમિ દ્વારકાના ભાણવડ સહિતના પંથકમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ગત ઓગષ્ટ માસમાં 122 સરીસૃપો અને ગત સપ્ટેમ્બર માસમાં 136 સરીસૃપોનુ જુદા જુદા સ્થળો પરથી સલામત રીતે રેસ્કયુ કરવામાં આવ્યુ હતુ. જે બાદ તમામ રેસ્કયુ કરાયેલા સરીસૃપોને પ્રાકૃતિક આવાસમાં મુકત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી મનપાએ 6 મહિનામાં રૂ. 18.57 કરોડનો વેરો વસૂલ્યો:રૂ.71.18 કરોડની ડિમાન્ડ સામે 52.61 કરોડ જેટલી રકમ‎ વસૂલવાની બાકી, 72,905 મિલકતધારકે વેરો ભર્યો નથી‎
    Next Article
    Surat Education News| સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં સફાઈ કર્મચારીઓની હડતાળ| Mahavir University

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment