Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ ભાવ ઊંચા બોલાયા‎:5 ઓક્ટો.ના ઊંચા ભાવથી 21મીએ 39નો ઘટાડો નોંધાયો

    16 hours ago

    મોરબી યાર્ડમાં 8 બજાર દિવસમાં 11,643 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. પ્રતિ 20 કિલોનો સરેરાશ ભાવ રૂ. 1,914 રહ્યો છે. 15 ઓક્ટોબરે રૂ. 2,011ની ટોચે પહોંચેલો ઊંચો ભાવ 21મીએ ઘટીને રૂ. 1,972 થયો છે. ગત વર્ષની સરખામણીએ ભાવ ઊંચા હોવા છતાં વરસાદની ખેંચ અને પાકને થયેલા નુકસાનને પગલે આ વર્ષે કપાસની આવક ઓછી રહેવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ઉત્પાદન ઘટવાથી વેચાણ માટે બજારમાં લવાતો જથ્થો ઓછો રહી શકે છે. જોકે, આગામી દિવસોમાં ભાવમાં કેવો ફેરફાર થાય છે તેના પર ખેડૂતોની નજર રહેશે. મોરબી માર્કેટ યાર્ડમાં સફેદ સોનું ગણાતા કપાસની આવક શરૂ થઈ છે. 5 ઓક્ટો.ના ઊંચા ભાવથી 21મીએ 39નો ઘટાડો નોંધાયો‎ મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાવાર આંકડા મુજબ, 12થી 21 ઓક્ટોબર દરમિયાનના 8 બજાર દિવસોમાં કુલ 11,643 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. આ સમયગાળામાં પ્રતિ 20 કિલો કપાસનો સરેરાશ નીચો ભાવ રૂ.1,837.50 અને ઊંચો ભાવ રૂ.1,991.25 રહ્યો હતો. બંનેનો સરેરાશ ભાવ રૂ.1,914.38 રહ્યો હતો. 15 ઓક્ટોબરે કપાસનો મહત્તમ ભાવ રૂ.2,011 સુધી પહોંચ્યો હતો, જ્યારે 21 ઓક્ટોબરે ઊંચો ભાવ ઘટીને રૂ.1,972 નોંધાયો હતો. આમ, સૌથી ઊંચા ભાવની સરખામણીએ છેલ્લે નોંધાયેલા ઊંચા ભાવમાં રૂ.39નો ઘટાડો થયો છે. તારીખવાર આંકડા મુજબ, 12 ઓક્ટોબરે 1,373 ક્વિન્ટલ, 13મીએ 1,390 ક્વિન્ટલ, 14મીએ 1,310 ક્વિન્ટલ અને 15મીએ 1,150 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. 16 ઓક્ટોબરે 1,090 ક્વિન્ટલ અને 17મીએ 1,445 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ત્યારબાદ 19 ઓક્ટોબરે આવક વધીને 1,755 ક્વિન્ટલ અને 21 ઓક્ટોબરે 2,130 ક્વિન્ટલ થઈ હતી. 16 અને 17 ઓક્ટોબરે નીચો ભાવ રૂ.1,800 રહ્યો હતો, જ્યારે અન્ય દિવસોમાં તે રૂ.1,849થી રૂ.1,851ની આસપાસ રહ્યો હતો. કપાસમાં ભેજ છતાં ખેડૂતોને નફામાં નુકસાન નહીં થાય મોરબી માર્કેટ યાર્ડના સેક્રેટરી કાંતિલાલ વૈષ્ણાણીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કપાસનો ભાવ પ્રતિ મણ આશરે રૂ.1,600 હતો, જ્યારે આ વર્ષે ભાવ વધીને રૂ.2,003 સુધી પહોંચ્યો છે. તેમના જણાવ્યા ̥કપાસમાં ભેજ હોવા છતાં ખેડૂતોને નફામાં નુકસાન થતું નથી. વરસાદની ખેંચથી કપાસનો પાક ઓછો ઉતરવાની શક્યતા‎ ખેડૂતોના જણાવ્યા મુજબ, મોરબીમાં સરેરાશ વરસાદ થયો હોવા છતાં પાકને અનુકૂળ સમયે વરસાદ મળ્યો નહોતો. જૂનની શરૂઆતમાં વાવણી કર્યા બાદ વરસાદની જરૂરિયાત હતી ત્યારે ખેંચ રહી હતી. બીજી તરફ, 1 ઓગસ્ટ અને ત્યારબાદ 21 ઓગસ્ટે એકધારો ભારે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયાં હતાં અને કપાસનો પાક પાણીમાં ડૂબ્યો હોવાની ખેડૂતોની ફરિયાદ છે. ભાદરવા મહિનામાં અંતિમ તબક્કે વરસાદ નહિવત્ રહ્યો અને ઉનાળા જેવી ગરમી પડતાં કપાસનો પાક બળી ગયો હોવાની પણ ફરિયાદો થઈ હતી. આ પરિસ્થિતિને કારણે દર વર્ષની સરેરાશની સરખામણીએ બજારમાં કપાસની આવક ઓછી રહેવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લખધીરવાસમાં દુર્ગાપૂજામાં આવેલા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ:મોરબીના ખેવારિયા ગામમાં ઝેરી દવા પીવાથી 12 વર્ષની તરુણીનું મોત
    Next Article
    મોરબી મનપાએ 6 મહિનામાં રૂ. 18.57 કરોડનો વેરો વસૂલ્યો:રૂ.71.18 કરોડની ડિમાન્ડ સામે 52.61 કરોડ જેટલી રકમ‎ વસૂલવાની બાકી, 72,905 મિલકતધારકે વેરો ભર્યો નથી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment