Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6ઠ્ઠા માળેથી પટકાતાં 18 વર્ષીય યુવતીનું મોત:રાંદેસણમાં 'સેંડલ વુડ' કન્સ્ટ્રક્શન સાઇટ પર રાત્રે ધાબુ ભરતી વખતે દુર્ઘટના, સુરક્ષાના સાધનોનો અભાવ

    1 day ago

    ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામની ગંભીર લાપરવાહી અને સુરક્ષાના કાયદાઓના ઉલ્લંઘન સામે સવાલો ઊભા કરતી કરુણ ઘટના સામે આવી છે. રાંદેસણ ખાતે નિર્માણાધીન 'સેંડલ વુડ' નામની સાઇટ પર રાત્રિના સમયે ધાબુ ભરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન 18 વર્ષીય શ્રમિક યુવતી કાજલ માવી છઠ્ઠા માળેથી નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતે સમગ્ર પંથકમાં ભારે હચમચ મચાવી દીધી છે અને શ્રમિક વર્ગની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. રાત્રિના અંધારામાં પૂરતી સેફ્ટી કિટ વગર કામ કરાવાતું હતું મૂળ દાહોદ પંથકની વતની અને પરિવાર સાથે મજૂરી કામ માટે ગાંધીનગર આવેલી 18 વર્ષીય કાજલ માવી અન્ય શ્રમિકો સાથે રાત્રિના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરી રહી હતી. સાઇટ પર પૂરતી સેફ્ટી કિટ્સ, લાઈટિંગ કે સુરક્ષાના સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે ધાબુ ભરતી વખતે પગ લપસતાં કે સંતુલન ગુમાવતાં તે સીધી છઠ્ઠા માળેથી નીચે પછડાઈ હતી. ગંભીર ઇજાઓને કારણે યુવતીનું સ્થળ પર જ મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સાઇટ પર શ્રમિકોની સુરક્ષા પ્રત્યે ભારે ગફલત આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સામાજિક આગેવાનોએ દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી દુર્ઘટનાના સમાચાર મળતાં જ દાહોદથી સ્થાનિક સામાજિક આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને શ્રમિકોનું શોષણ અટકાવવા તથા સુરક્ષામાં બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક ફોજદારી પગલાં ભરવાની ઉગ્ર માગ કરી છે. આ ઘટનાને લઈને શ્રમિક વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે, રાહુલ ગાંધી નાજાયઝ હોય તો આપે':સુરતમાં ગિરિરાજ સિંહ લાલઘૂમ, શ્રમિકોની સાપ્તાહિક રજા મુદ્દે કહ્યું-માલિક અને મજૂર એક જ સિક્કાની બે બાજુ
    Next Article
    ભરૂચમાં ખેલ મહાકુંભ અંતર્ગત બહેનોની વોલીબોલ સ્પર્ધા યોજાઈ:34 ટીમોએ ભાગ લીધો, SP અક્ષયરાજ મકવાણાએ શુભારંભ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment