Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ખેલ મહાકુંભ અંતર્ગત બહેનોની વોલીબોલ સ્પર્ધા યોજાઈ:34 ટીમોએ ભાગ લીધો, SP અક્ષયરાજ મકવાણાએ શુભારંભ કરાવ્યો

    1 day ago

    ખેલ મહાકુંભ-2026 અંતર્ગત ભરૂચના જિલ્લા રમત સંકુલ ખાતે બહેનોની તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા અંડર-14, અંડર-17 અને ઓપન કેટેગરીમાં રમાઈ હતી. તેમાં કુલ 34 ટીમોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સ્પર્ધાના શુભારંભ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું અને રમતગમતને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રમતગમતથી શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વસ્થતા, શિસ્ત અને આત્મવિશ્વાસ પણ વધે છે. જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના અધિકારી રાજનસિંહ ગોહિલે સ્પર્ધાના આયોજન માટે બધી વ્યવસ્થા કરી હતી. આ સ્પર્ધા દ્વારા બહેનોને પોતાની રમતગમતની આવડત બતાવવા અને આગળ વધવા માટે એક મંચ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    6ઠ્ઠા માળેથી પટકાતાં 18 વર્ષીય યુવતીનું મોત:રાંદેસણમાં 'સેંડલ વુડ' કન્સ્ટ્રક્શન સાઇટ પર રાત્રે ધાબુ ભરતી વખતે દુર્ઘટના, સુરક્ષાના સાધનોનો અભાવ
    Next Article
    ઉપલેટાના લાઠમાં મચ્છરની દવા છાંટવાના બહાને ઘરમાં ઘૂસી લૂંટ:દંપતીના મોઢે સ્પ્રે છાંટી સોનાના દાગીના લઈ ફરાર થયા હતા, 1.40 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment