Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે, રાહુલ ગાંધી નાજાયઝ હોય તો આપે':સુરતમાં ગિરિરાજ સિંહ લાલઘૂમ, શ્રમિકોની સાપ્તાહિક રજા મુદ્દે કહ્યું-માલિક અને મજૂર એક જ સિક્કાની બે બાજુ

    1 day ago

    આજ(9 ઓક્ટોબર)થી ત્રણ દિવસીય સુરત મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ટેક્સટાઇલ ઉદ્યોગની મુલાકાત વચ્ચે સુરત સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથે વાતચીતમાં ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને શ્રમિકોની સાપ્તાહિક રજાના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર રાજીનામું શા માટે આપે? મીઠું-મીઠું ગપ-ગપ, કડવું-કડવું થૂ-થૂ! પહેલાં રાહુલ ગાંધી પોતે લોકસભામાંથી રાજીનામું આપે જો નાજાયઝ હોય તો અને કર્ણાટકની સરકારનું, તેલંગાણાની સરકારનું રાજીનામું અપાવે. જ્ઞાનેશ કુમાર રાજીનામું નહિ આપે. શ્રમિકોની સાપ્તાહિક રજા મુદ્દે કહ્યું હતું કે, માલિક અને મજૂર એક જ સિક્કાની બે બાજુ છે, અમે કોમ્યુનિસ્ટોની જેમ વિરોધી નથી. ગિરિરાજ સિંહે ઉભા રહીને જ કોંગ્રેસ અને રાહુલ પર પ્રહાર કર્યા ગિરિરાજ સિંહનો 3 દિવસીય સુરત પ્રવાસ અને કાર્યક્રમો કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ આજે 9થી 11 ઓક્ટોબર દરમિયાન સુરતની મુલાકાતે આવ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન ટેક્સટાઇલ ઉદ્યોગ, યાર્ન મેન્યુફેક્ચરિંગ અને કાપડ મશીનરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. આજે 9 ઓક્ટોબરે સર્કિટ હાઉસ ખાતે બેઠક બાદ, સરસાણા સ્થિત SGCCI હોલમાં ‘વિકાસ વિમર્શ’ અંતર્ગત PLI અને MMF ઉદ્યોગ સંવાદ યોજાશે. બપોરે FOSTTA અને મિલિનિયમ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત બાદ MANTRAના 50મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. 10 ઓક્ટોબરે તેઓ હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા, પલસાણાના ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક, અલ્ટ્રા ડેનિમ લિમિટેડ તેમજ સચિન GIDC એકમોની મુલાકાત લેશે. બપોરે સર્કિટ હાઉસ ખાતે PM મિત્રા પાર્કના સંદર્ભમાં રોકાણકારો સાથે બેઠક કરશે અને 11 ઓક્ટોબરે સવારે દિલ્હી જવા રવાના થશે. 'રાહુલ ગાંધી દેશમાં અરાજકતાનો માહોલ બનાવવા માગે છે' 'દિલ્હી ચલો' ના કોલ અને વિપક્ષના સતત આંદોલન પર પ્રતિક્રિયા આપતા ગિરિરાજ સિંહે કહ્યું કે, હું નથી જાણતો કે કોણ કોકરોચ છે, કોણ વંદો છે અને કોણ કાચિંડો છે. દેશમાં રાહુલ ગાંધી જેવા લોકો બાંગ્લાદેશ અને નેપાળ જેવો અરાજકતાનો માહોલ બનાવવા માગે છે. આ ભારતની યુવા શક્તિ અને આ જે વંદાઓ છે, આ ફક્ત મોદીજીના વિરોધમાં છે. રાહુલની સાથે-સાથે બધા લોકોના ચહેરા ખુલ્લા પડી ચૂક્યા છે. 'મોદીના નેતૃત્વમાં દેશ 10માથી ચોથા-છઠ્ઠા ક્રમે પહોંચ્યો' દેશના અર્થતંત્ર અને ટેક્સટાઈલ ક્ષેત્રે મંદીના સવાલ પર વાત કરતા ગિરિરાજ સિંહે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પણ ગણાવી હતી. કંપનીઓના મનમાની ભાવ વધારા પર તેને કહ્યું કે, ખાડી યુદ્ધના કારણે આખી દુનિયામાં અસર પડી છે. એ પ્રમાણમાં પ્રોડક્ટના ભાવ વધ્યા નથી. હું તેની તપાસ કરીશ, ત્યારે હું આ પ્રશ્નોનો ઉત્તર આપી શકીશ. હું એટલું જાણું છું કે દેશ આગળ વધી રહ્યો છે અને મારા કહેવાથી નહીં, દુનિયા માની રહી છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10મા સ્થાન પરથી ચોથા અને છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. નિકાસ વધી છે. જ્યાં 19 લાખનું હતું, આજે 80 લાખથી ઉપર થઈ ગયું છે. 'અમે કોમ્યુનિસ્ટોની જેમ મિલ અને મજૂરોના વિરોધી નથી' સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોને કાયદા મુજબ સાપ્તાહિક રજા ન મળવા, રજા માંગવા પર નોકરીમાંથી કાઢી મુકવા અને 12-12 કલાકની ડ્યુટી અંગેના પ્રશ્ન પર ગિરિરાજ સિંહે કહ્યું કે, અમે સામ્યવાદીઓ (કોમ્યુનિસ્ટો)ની જેમ મિલ અને મજૂરોના સંબંધોના વિરોધી નથી. મિલ માલિક અને મજૂર બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. મિલ મજૂરને પોતાનો પરિવાર માને અને મજૂર પોતાના મિલ માલિકને પરિવાર માને, આ જ સંબંધ સૌથી સારો ચાલશે. અને હું આગળ વાત કરીશ ત્યારે હું આ બધા પ્રશ્નોનો જવાબ આપી શકીશ. 'કોંગ્રેસ સહિત બધા લોકો બેરોજગાર થઈ ગયા' સુરતમાંથી મજૂરોના પલાયનની ચર્ચાઓ અને વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય કાપડ મંત્રીએ કહ્યું હતું કે, આ બધો વિપક્ષનો ઉભો કરેલો ખેલ છે. પલાયન શબ્દ ઘણો ખતરનાક શબ્દ છે. આ એક 'નેરેટિવ' શબ્દ છે અને કેટલાક લોકો નેરેટિવ બનાવવામાં લાગેલા રહે છે. 'ડબલ એન્જિન સરકારના કારણે અન્ય રાજ્યોમાં રોજગારીની તકો ઉભી થઇ છે. કેટલાય રાજ્યોમાં રોજગારની તકો વધી છે. જ્યારથી મોદીજીની સરકાર આવી છે, એમાંથી કેટલાક રાજ્યો જેવા કે બિહાર , ઉત્તર પ્રદેશ મોદીજીની જ સરકાર છે, ત્યાં માહોલ બન્યો છે. તો કોઈ મજૂરને જો લાગતું હશે કે અમને ગામમાં વધુ સારું કામ મળે છે, પણ આને પલાયન ન કહી શકાય.'
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સેવાસેતુ કાર્યક્રમ, 55 સરકારી સેવા એક જ સ્થળે:ઘનશ્યામ પ્લોટના કોમ્યુનિટી હોલમાં નગરજનોને ઘરઆંગણે સેવાઓ મળી
    Next Article
    6ઠ્ઠા માળેથી પટકાતાં 18 વર્ષીય યુવતીનું મોત:રાંદેસણમાં 'સેંડલ વુડ' કન્સ્ટ્રક્શન સાઇટ પર રાત્રે ધાબુ ભરતી વખતે દુર્ઘટના, સુરક્ષાના સાધનોનો અભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment