Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં આગ લાગવાથી એક મહિલા સહિત 6 લોકો જીવતા ભડથું:ડિવાઈડર તોડી 120 કિમીની સ્પીડે થાંભલા સાથે અથડાઈ, હરિયાણાના મુસાફરો હરિદ્વાર જઈ રહ્યા હતા

    7 hours ago

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવારે સવારે કારમાં એક મહિલા સહિત 6 લોકો જીવતા સળગી ગયા. હાઇવે પર 120 કિમીની ઝડપે જઈ રહેલી ઓરા કાર પહેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ. ત્યારબાદ ડિવાઇડર તોડીને બીજા લેનમાં જઈને પલટી ગઈ. કાર હરિયાણાથી મુઝફ્ફરનગર તરફ આવી રહી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા. તમામ હરિયાણાના જીંદના રહેવાસી હતા. તેઓ હરિદ્વાર જઈ રહ્યા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે વીજળીનો થાંભલો બે ટુકડામાં તૂટી ગયો. ડિવાઇડરનો 10 મીટરનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો. જોતજોતામાં કાર સળગવા લાગી. આગની ઊંચી-ઊંચી જ્વાળાઓ ઉઠવા લાગી. આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિમી દૂર પાનીપત-ખટીમા નેશનલ હાઇવે પર તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જગ્ગાહેડી પાસે સવારે 5 વાગ્યે થયો હતો. રાહદારીઓની જાણકારી પર પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. દરવાજો તોડ્યો ત્યારે અંદર લોકોના માત્ર કંકાલ જ બચ્યા હતા. પોલીસે તેમને બેગમાં ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. અકસ્માતની તસવીરો- કોઈને કાર સુધી પહોંચવાનો મોકો પણ ન મળ્યો પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કારની ઝડપ ખૂબ જ વધારે હતી. અચાનક કાર ડગમગવા લાગી અને પલટી ગઈ. ત્યારબાદ તેમાંથી ધુમાડો નીકળ્યો અને આગ લાગી ગઈ. આગે એટલી ઝડપથી ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું કે કોઈને કાર સુધી પહોંચવાનો મોકો પણ ન મળ્યો. કદાચ કાર પલટી જવાને કારણે અંદર બેઠેલા લોકો વધુ ઘાયલ થઈ ગયા હતા, તેથી તેઓ બહાર નીકળવાનો પ્રયાસ પણ કરી શક્યા નહોતા. અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો. ભીડમાં કોઈએ ડાયલ 112 પર ફોન કર્યો. પોલીસ ફાયર બ્રિગેડ સાથે પહોંચી હતી. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી ફાયરકર્મીઓએ જ્યારે આગ પર કાબૂ મેળવ્યો ત્યારે કાર સંપૂર્ણપણે બળી ચૂકી હતી. માત્ર તેનું માળખું જ બચ્યું હતું. અંદર રહેલા લોકોનાં મૃતદેહો બળીને જકડાઈ ગયા હતા. માંસ તો બચ્યું જ નહોતું. માત્ર હાડકાં બચ્યાં હતાં. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટીને 80,800 પર આવ્યો:નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 24,940 પર; આઈટી-ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Next Article
    અમદાવાદમાં બે જૂથ વચ્ચે ધોકાવાળી, 3 રાઉન્ડ ફાયરિંગ:ફટાકડા ફોડવા બાબતે ટોળાનો સોસાયટીના સભ્યો પર હુમલો, ખુરશીઓ-ઝાડના કુંડાઓમાં તોડફોડ, 5ને ઈજા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment